International Yoga Day: સૂર્ય નમસ્કાર કરવાના જાણો ફાયદા, Videoથી સરળ રીતે સમજો રીત

તસવીર : shutterstock

સૂર્ય નમસ્કાર કરવાથી પેટની માંસપેશીઓ મજબૂત થાય છે અને પાચન શક્તિ વધે છે.

  • Share this:
    આવતી કાલે એટલે 21મી જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day 2021) છે. કોરોનામાં (corona Pandemic) લોકો હજી જીમ અને ગાર્ડનમાં ચાલવાનું ટાળી રહ્યાં છે. ત્યારે તમે ઘરે જ રહીને વર્કઆઊટ કરી શકો છો. સૂર્ય નમસ્કારને (sun salutation) કમ્પલિટ કસરત કહેવામાં આવે છે. તો આજે આપણે જોઇશું કે, સૂર્ય નમસ્કાર (Surya Namaskar) કઇ રીતે કરાય અને તેના ફાયદા શું છે. સૂર્ય નમસ્કાર પ્રાચીન સમયથી યોગ ગુરુઓની વચ્ચે ઘણો ચર્ચાનો વિષય રહ્યો છે. સૂર્ય નમસ્કારથી તન, મન બંન્ને શકિત મળે છે. જ્યારે સૂર્ય નમસ્કાર શરીરના ઘણા અંગોને ક્રિયાશીલ બનાવે છે.

    એવું કહેવાય છે કે, સૂર્ય નમસ્કાર 12 આસનો મળીને બને છે. એટલા માટે રોજ માત્ર સૂર્ય નમસ્કાર કરવાથી તમારા શરીરને ઉર્જા મળે છે અને રોગોથી બચાવે છે.

    રેશન કાર્ડમાં ઘરે બેઠા જ પરિવારના વ્યક્તિનું નામ ઉમેરવું હોય તો આ છે એકદમ સરળ સ્ટેપ્સ

    સૂર્ય નમસ્કાર કરવાની રીત જોઇએ.

    -જમીન પર આસન પાથરી સીધા ઉભા થઈ જાઓ.
    -હવે શ્વાસ અંદર લેતાં બંને હાથ ઉપર ઉઠાવો.
    -શ્વાસ છડતાં બંને હથેળીઓને જોડીને છાતી સામે તરફ રાખી પ્રણામ મુદ્રામાં આવો.
    -હવે શ્વાસ અંદર લેતાં બંને હાથ પાછળ તરફ લઈ જવા.
    -શ્વાસ બહાર કાઢતાં કરોડરજ્જૂ ટટ્ટાર રાખીને આગળની તરફ ઝુકો.
    -સંપૂર્ણ રીતે શ્વાસ બહાર કાઢી બંને હાથના પંજાને જમીન પર ટેકો.
    -હવે શ્વાસ લેતાં શક્ય હોય એટલો તમારો જમણો પગ પાછળની તરફ ખેંચો. જમણા ઘૂંટણને જમીન પર ટેકવો અને ઉપરની તરફ જોવું.
    -પછી શ્વાસ લેતાં તમારો ડાબો પગ પણ પાછળની તરફ લઈ જાઓ.
    -હવે આરામથી બંને ઘૂંટણ જમીન પર ટેકો અને શ્વાસ છોડો.
    -હિપ્સને ઊંચા કરી આગળની તરફ સરકવું. છાતી અને હડપચી જમીન પર ટેકો અને ભુજંગાસનમાં છાતી ઉઠાવો.
    -શ્વાસ બહાર કાઢતાં હિપ્સ અને પીઠના હાડકાંને ત્રિકોણ બને તે રીતે ઉપર ઉઠાવો.
    -શ્વાસ અંદર લેતાં જમણો પગ બે હાથની વચ્ચે લાવો. ડાબો ઘૂંટણ જમીન ઉપર ટેકો.

    અમદાવાદનાં 'ગોલ્ડ મેને' ગળે ફાંસો ખાઇ કેમ કરી લીધો આપઘાત? આ હોઇ શકે કારણ

    -શ્વાસ કાઢતાં ડાબો પગ આગળ લાવો અને હથેળીઓ જમીન પર રાખો.
    -શ્વાસ અંદર લેતાં ડાબો પગ આગળ લેવો. પીઠના હાડકાંને ઉપર ઉઠાવી આગળ તરફ ઝુકો. હથેલીઓ જમીન ઉપર રાખવી.
    -શ્વાસ બહાર કાઢતાં શરીરને સીધું કરો અને પછી બંને હાથ નીચે લાવવા.
    -આ સ્થિતિમા આરામ કરો અને પછી પછી આ રીતે 5-10 વાર કરવું.



    સૂર્ય નમસ્કાર કરવાના ફાયદા

    સૂર્ય નમસ્કાર કરવાથી પેટની માંસપેશીઓ મજબૂત થાય છે અને પાચન શક્તિ વધે છે. શરીરના વધતા વજનને અકુંશમાં લાવે છે. મન શાંત થાય છે અને આળસને દૂર ભગાડે છે. આ વ્યાયામ કરવાથી શરીરમાં લોહીનું ભ્રમણ ઝડપી બને છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. જો તમે વાળની સમસ્યાથી પીડાતા હોય તો આ યોગ અભ્યાસ તમારા વાળને અસમય સફેદ થવામાં, ખરવાની સમસ્યાથી બચાવે છે. શરીરમાં તાજગી રહે છે અને મનની એકાગ્રતાને જાળવી રાખવામાં મદદ કરે છે.
    Published by:Kaushal Pancholi
    First published: