શિયાળામાં ઘરે કરો આ રીતે પેડિક્યોર, પગ બનશે એકદમ કોમળ

શિયાળામાં શરીરની કાળજી લેવી ઘણી જ જરૂરી બની જાય છે.

News18 Gujarati
Updated: January 6, 2019, 2:34 PM IST
શિયાળામાં ઘરે કરો આ રીતે પેડિક્યોર, પગ બનશે એકદમ કોમળ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: January 6, 2019, 2:34 PM IST
શિયાળામાં શરીરની કાળજી લેવી ઘણી જ જરૂરી બની જાય છે અને તેમાં પણ પગની ખાસ સંભાળ લેવી પડે છે. પગની સંભાળ માટે તમે ઘેરે જ પેડિક્યોર કરાવી શકો છો. ઘરેલુ પેડિક્યોરથી તમારા પગ પણ સુંદર બને છે અને કોઈ એલર્જી કે સાઇડ ઇફેક્ટ થવાની સંભાવના રહેતી નથી.

1. ઘરે પેડિક્યોર કરવા માટે સૌ પ્રથમ તમારા પગની નેઇલ પોલિશ કાઢો. પછી એક બકેટમાં ચોથા ભાગનું હૂંફાળુ પાણી લઈ તેમાં થોડું મીઠું અને લેમન જ્યૂસ કે ઓરેન્જ જ્યૂસનાં દસ ટીપાં નાંખો.(જો તમે ઇચ્છો તો લેમન કે ઓરેન્જ એસેન્સનાં ડ્રોપ પણ નાખી શકો છો.) આ પાણીમાં તમારા પગ બોળો.

2. જો તમારા પગ બહુ થાકી ગયા હોય તો તમે આ પાણીમાં ટી ટ્રી ઓઇલ પણ ઉમેરી શકો છો. તેનાથી તમારો થાક ઊતરશે અને બેક્ટેરિયા પણ દૂર થાય છે. આ પાણીમાં તમારા પગ 10થી 15 મિનીટ સુધી પલાળી રાખો.

3. પગ પલાડયા પછી એક બ્રશથી પગના નખ સાફ કરો. તે બહુ સખત ના હોય તેનું ધ્યાન રાખો. પગની કિનારીઓ અને એડી સાફ કરવા પ્યુમિક સ્ટોનનો ઉપયોગ કરી શકો છો.

4. તમે આખા પગ પર સ્ક્રબ કરીને રફ ટોવેલથી સાફ કરી લો. આ સ્ક્રબ રિમૂવિંગથી તમારા પગ પર રહેલા જર્મ્સ પણ દૂર થશે અને ડેડ સ્કિન નીકળી જશે.
5. આટલુ કર્યા પછી પગને સાફ પાણીથી ધોઈ નાખો અને ટોવેલથી લૂછી લો. જો તમારા પગના નખને કાપવાની જરૂર હોય તો નેઇલ ક્લિપરનો ઉપયોગ કરી શકો છો.
Loading...

6. સૌ પ્રથમ અંગૂઠાના નખને સ્ક્વેર શેપમાં કાપી સ્મૂધ કરો. નખને કોઈ દિવસ સાવ નાના ન કાપો. નખની આજુબાજુ મેલ હોય તો તેને કોટનબર્ડથી સાફ કરો.

7. પગ અને નખ પર ક્રીમ લગાવીને મસાજ કરો. બધી ક્રીમ સ્કિનમાં અંદર ઊતરી જાય ત્યાં સુધી મસાજ કરતા રહો. નખને સાફ કરવા માટે ક્યારેય બ્લેડ કે તેના જેવી ધારદાર વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ.

8. પગની એડીનું સૌથી વધારે ધ્યાન રાખવું જોઈએ. જો જરૂર પડે તો ત્યાં વધારે ક્રીમ લઈને મસાજ કરવું જોઈએ. મસાજ કરતી વખતે હંમેશાં નીચેથી ઉપર ઘસીને મસાજ કરવું જોઈએ. એન્કલ પર પણ મસાજ કરવું જોઈએ. ત્યારબાદ ચોખ્ખા ટોવેલ વડે પગ સાફ કરી લેવા જોઈએ. આ કર્યા પછી તમે ઇચ્છો તો નેઇલ વાર્નિશ નખ પર લગાવી શકો છો.
First published: January 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...