તમારી પાસે મેકઅપ કરવા 5 મિનિટ જ છે, તો બસ કરો આટલું, છવાઇ જશો!

News18 Gujarati
Updated: November 6, 2019, 5:15 PM IST
તમારી પાસે મેકઅપ કરવા 5 મિનિટ જ છે, તો બસ કરો આટલું, છવાઇ જશો!
પ્રતિકાત્મક તસવીર

આજે અમે તમને કેટલીક મેકઅપ ટિપ્સ આપીશું.

  • Share this:
આજકાલના સમયમાં જો મહિલાઓ પાસે કોઇ વસ્તુ નથી તો તે છે સમય. નોકરી, પરિવાર અને સોશિયલ લાઇફમાં વ્યસ્ત આજની મહિલાઓને અનેક વાર તેવી સ્થિતિનો સામનો કરવો પડે છે જેમાં તેમની પાસે તૈયાર થવાનો વધુ સમય ના હોય. અને તેમ છતાં સ્થિતિ તેવી ઊભી થાય કે સારા લાગવું પણ જરૂરી હોય, ઓફિસની પાર્ટી હોય કે ઘરે અચાનક મહેમાનો આવ્યા હોય કે અચાનક જ લેટ નાઇટ પાર્ટીનો મેળ પડ્યો હોય જો તમારી પાસે ઓછા સમય હોય તો આ રીતે તૈયાર થાવ અને છવાઇ જાવ. આજે અમે તમને કેટલીક મેકઅપ ટિપ્સ આપીશું.

જો તમારી પાસે પાંચ મિનિટ જ છે તૈયાર થવાની તો સૌથી પહેલા ચહેરા પર મોઇશ્ચરાઇઝર લગાવો. અને તે પછી આંખોની આસપાસ કન્સીલર લગાવો. આમ કરવાથી તમારા આંખો પાસેના કુંડાળા નહીં દેખાય. અને તમારી આંખો પ્રભાવી લાગશે. પછી ટ્રાન્સ્લ્યુકન્ટ પાવડરથી કન્સીલરને સેટ કરો. તમારી આંખો પર મસ્કરા લગાવો. બને તો ઓછામાં ઓછા બે કોટ મસ્કરા લગાવો. જેથી આંગો સુંદર લાગશે. તે પછી કોમ્પેક્ટ પાવડર લગાવો અને કોઇ ડાર્ક રંગની લિપસ્ટીકથી તમારા ચહેરાને સજાવો. છેલ્લે આંખો પર કાજલ લગાવો અને બસ તમે તૈયાર

જો તમારી જોડે 15 મિનિટ જેવો ટાઇમ હોય તૈયાર થવા માટે તો ભ્રમર પર બ્રાઉન અને ગ્રે રંગના પાવડરથી આઇશેડો ભરવાનો પ્રયાસ કરો. તમે પાંપણો પર ક્રીમ આઇશેડો પણ લગાવી શકો છો. જેલ લાઇનર, સ્મજ પ્રુફ કાજલ, મસ્કરાથી તે પછી આંખોને સજાવો. તે પછી મોઢાના સ્વચ્છ કરી કન્લીલર અને મોઇશ્ચરાઇઝર લગાવો. રોમછિદ્રોને બંધ કરતું પ્રાઇમર લગાવી તે પર લીક્વીડ ફાઉન્ડેશન લગાવો. આંખોનો મેકઅપ ડાર્ડ સર્કલનું ખાસ ધ્યાન રાખો. અને તે પછી ઘેરા રંગની લિપ્સિટથી છેલ્લું ટચઅપ આપો. છેલ્લે મેટ મેકઅપને સ્પ્રેથી સેટ કરો.
First published: November 6, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading