હાલ કોરોના વાયરસને કારણે ઘરમાં (Stay Home) જ રહેવું સુરક્ષિત છે. તમે મહત્વના કામ સિવાય કેટલાય દિવસોથી ઘરની બહાર પગ મુક્યો નહીં હોય. એટલે તમે તમારા વાળને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવા માટે પાર્લરમાં પણ નહીં ગયા હોવ. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આપણે આજે ઘરે જ ઘરમાં મળી રહે તેવી જ વસ્તુઓથી કઇ રીતે હેર સ્પા (Hair Spa) થાય તે અંગેની માહિતી મેળવીશુ. હેર સ્પા વાળને સિલ્કી, સોફ્ટ અને ચમકદાર બનાવે છે. પરંતુ તેમના કેમિકલ યુક્ત પ્રોડક્ટ્સ તમારા વાળને વધારે નુક્શાન પહોંચાડીને શુષ્ક બનાવી દે છે. એટલે આપણે આજે લૉકડાઉનના (lockdown) સમયનો ઉપયોગ કરીને ઘરે સહેલાઇથી સ્પા કરતા શીખીશું. આ ઉપાય ડ્રાય વાળ માટે, ડબલ વાળ, ખોડો અને વાળ તૂટવાની સમસ્યાને દૂર કરે છે.
ઘરે હેર સ્પા કરવાની રીત
- સૌ પ્રથમ નારિયેળ કે બદામના તેલથી વાળમાં મસાજ કરો. તેલને પહેલા નવશેકું ગરમ કરી 15 મિનિટ સુધી મસાજ કરો અને તે બાદ અડધો કલાક માટે તેને રહેવા દો. તમે રાત્રે સૂતા પહેલા પણ વાળમાં મસાજ કરી શકો છો.
- જે બાદ હોટલ ટોવેલ ટ્રિટમેન્ટ કરો. એટલે કે ગરમ પાણીમાં ટુવાલ બોળીને તેને વાળ પર લપેટી લો. જેથી વાળનાં મૂળનાં બંધ છિદ્રો ખુલી જશે.
- આ કર્યા બાદ માઇલ્ડ કે રેગ્યુલર શેમ્પૂથી વાળ ધોઇ લો. વાળને ધોવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરો. ગરમ પાણી વાળના મૂળને નુક્શાન પહોંચાડે છે. જેથી ઠંડા પાણીથી વાળ ધોવા.
- આ બાદ એક હેર પેક વાળમાં લગાવો. હેરપેકમાં 1 કેળું, 2 ચમચી મધ, 2 ચમચી ઓલિવ ઓઇસ કે નારિયેળ તેલને બરાબર મિક્સ કરો. આ મિશ્રણને વાળમાં લગાવી દો. અડધો કલાક બાદ વાળને બરાબર ધોઇ લો
આ પણ વાંચો - તુલસી અને સૂંઠનાં આ ઉપાય કોરોના વાયરસથી રાખશે તમને દૂર, અજમાવી જુઓ
આ રીતે તમે ઘરે જ હેર સ્પા કરીને વાળને સોફ્ટ અને ચમકીલા બનાવી શકો છો.
આ પણ જુઓ -