ઘરમાં ઓછા બજેટમાં આ 5 ચીજથી સજાવો તમારું વર્કિંગ ડેસ્ક

 • Share this:
  ભલે કહેવાતું હોય કે ઑફિસમાં 8-9 કલાકનું જ કામ કરીએ છે. પણ ઘણી બધી વખત એવું બનતું હોય છે ઑફિસના કામને ઘરે લઈને પણ આવી જતા હોય છે. તેથી દરેકના ઘરે એક નાનકડું વર્કિંગ ડેસ્ક જરૂર રાખતા હોય છે. અને તે જગ્યાએ ચા-કૉફીના કપના ડાઘ પણ નજરે પડતા હોય છે. ત્યારે આવો જાણીએ આ વર્કિંગ ડેસ્કને ઓછા બટેજમાં જ સુંદરતાથી કેવી રીતે સજાવી શકાય...

  ઘરમાં ઓછા બજેટમાં આ ચીજથી સજાવો તમારું વર્કિંગ ડેસ્ક

  છોડ - ડેસ્ક પર ફૂલો વાળા લીલાં છોડ મૂકી શકાય છે. જો તમે તેની માવજત ન કરી શકતા હોવ તો આર્ટિફિશિયલ પ્લાન્ટ્સ પણ લગાવી શકો છો.

  રંગ- ઘરની દિવાલો પર ડાઘા ઢાંકવા માટે રંગથી રંગી શકાય છે. તેનાથી ડેસ્ક સ્પેસનો લૂક પણ બદલાી જશે.

  પિન બોર્ડ- મેટલના વાયરમાંથી એક પિન બોર્ડ બનાવી ડેસ્કની પાછળની દિવાલ પર લગાવી શકાય છે. તેને સફેદ કે બ્રાઈટ કલરથી રંગી શકાય છે. પોતાના રોજના કામોનું રિમાઈન્ડર પણ ત્યાં લગાવી શકાય છે.

  કેન્ડલ્સ - સેન્ટેડ કેન્ડલ્સને ફક્ત બાથરૂમ અને બેડરૂમ સુધી જ સીમિત ન રાખવું જોઈએ. તેને પોતાના કામના ટેબલ (વર્ક ડેસ્ક) પર પણ સુંદર લાગશે. તે તમને તણાવથી દૂર રાખશે.

  બુક સ્ટૈક -ડેસ્ક પર એ પુસ્તકોની ગડ્ડી બનાવીને રાખો, જેને તમે વારંવાર વાંચવા ઈચ્છતા હોવ. તેને ડેસ્કના કૉર્નર પર રાખો. પુસ્તકોના સ્ટૈક પર ડેસ્કનો નાનો મોટો સામાન પણ મૂકી શકો છો.
  Published by:Bansari Shah
  First published: