Home /News /lifestyle /Tooth Care : પાયરિયાથી ખરાબ થતા દાંત અને પેઢાને આવી રીતે બચાવો, જલદી મળશે રાહત
Tooth Care : પાયરિયાથી ખરાબ થતા દાંત અને પેઢાને આવી રીતે બચાવો, જલદી મળશે રાહત
પ્રતિકાત્મક તસવીર
આપણા દાંતોમાં ઘણા એવા બેટક્ટેરિયા હોય છે, જે ધીમે-ધીમે દાંતોની આસપાસ જામી જાય છે. ખોરાક આપણે જે ખાઇએ છીએ તેનાથી તેમને ન્યૂટ્રીશન મળે છે અને તે પેઢાઓ અને જડબાના હાડકાઓને નુકસાન પહોંચાડે છે
How To Deal With Pyorrhea : પાયોરિયા અથવા પેરિયોડોંટાઇટિસ પેઢા (Gum)ની એક ગંભીર બિમારી છે. જાણકારીના અભાવના કારણે લોકો સમયસર તેની સારવાર કરાવતા નથી અને તેનું નુકસાન દાંતને ભોગવવું પડે છે. ઓરાએમડી વેબસાઇટ અનુસાર, આપણા દાંતોમાં ઘણા એવા બેટક્ટેરિયા હોય છે, જે ધીમે-ધીમે દાંતોની આસપાસ જામી જાય છે. ખોરાક આપણે જે ખાઇએ છીએ તેનાથી તેમને ન્યૂટ્રીશન મળે છે અને તે પેઢાઓ અને જડબાના હાડકાઓને નુકસાન પહોંચાડે છે. તેના કારણે ધીમે-ધીમે હાડકા ગળવા લાગે છે. આ સમસ્યાને પાયોરિયા(Pyorrhea) કહેવામાં આવે છે. જો સમયસર તેની સારવાર કરવામાં ન આવે તો પાયોરિયા ઝડપથી ફેલાય છે અને ધીમે-ધીમે દાંત હલવા લાગે છે. જેના કારણે દાંતો કઢાવવા પણ પડી શકે છે.
પાયોરિયાના લક્ષણ
બ્રશ કરતી સમયે પેઢામાંથી લોહી નીકળવું, દાંતોની સ્થિતિમાં ફેરફાર, લાલ, ઢીલા અને સોજેલા પેઢા, ખોરાક ચાવવામાં દાંતોમાં દુ:ખાવો થવો, મોઢામાં ખરાબ સ્વાદ આવવો વગેરે તેના લક્ષણો છે.
શું હોય છે પાયોરિયા?
સરખી રીતે બ્રશ ન કરવાથી મોઢામાં બેક્ટેરિયા મલ્ટિપ્લાઇ થાય છે અને ડેન્ટલ પ્લાક (Dental Plaque) બનાવે છે. જો બ્રશ કરવામાં ન આવે તો બેક્ટેરિયા સમયની સાથે પ્લાકની અંદર મિનરલ્સ જમા કરી દે છે અને તેનાથી જામી ગયેલા મિનરલને ટાર્ટર (Tartar) તરીકે ઓળખવામાં આવે છે. તેના કારણે દાંત અને પેઢાની વચ્ચે જોડાણ તૂટી જાય છે અને સમસ્યા શરૂ થઇ જાય છે.
પાયોરિયા થવાના કારણો
-ધુમ્રપાન (Smoking)
-ટાઇપ 2 ડાયાબિટીસ (Type 2 Diabetes)
-સ્થૂળતા
-હોર્મોનલ પરીવર્તન (Hormonal Changes)
-નબળી રોગ પ્રતિકારક શક્તિ
-ખરાબ પોષણ
-વિટામિન સી (Vitamin C)ની ઉણપ
પાયોરિયાની સારવાર
-સ્કેલિંગ અને પોલિશિંગ પ્રોસેસ (Scaling and Polishing) દ્વારા દાંતો પર જામી ગયેલો મેલ હટાવવો.
-ઓરલ હાઇજીન (Oral Hygiene)
-નવશેકા પાણીમાં 1 ચમચી મીઠું નાખી કોગળા કરવા.
-એન્ટીબાયોટિકનું સેવન
-ફ્લેપ સર્જરી
પાયોરિયાથી બચવાના ઉપાયો
-દિવસમાં ઓછામાં ઓછા બે વખત કોગળા કરો
-દિવસમાં બે વખત બ્રશ કરો
-ધુમ્રપાનની ટેવ છોડો.
-ફ્લોરાઇડ ટૂથપેસ્ટનો ઉપયોગ કરો.
-દરરોજ ફાઇબરથી ભરપૂર ભોજન કરો.
-વર્ષમાં એક વખત ડેન્ટિસ્ટ પાસે દાંતોનું ચેકઅપ કરાવો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર