Home /News /lifestyle /મેરિડ લાઇફમાં પાર્ટનર વારંવાર કરી રહ્યો છે અપમાનજનક વ્યવહાર? આ 5 રીતે કરો હેન્ડલ

મેરિડ લાઇફમાં પાર્ટનર વારંવાર કરી રહ્યો છે અપમાનજનક વ્યવહાર? આ 5 રીતે કરો હેન્ડલ

રિલેશનશિપમાં એકબીજા પ્રત્યેનો તમારો વ્યવહાર ખૂબ જ મહત્વપૂર્ણ

Relationship : જો તમને કંઈક અપમાનજનક લાગતું હોય, તો પછી તમારા પાર્ટનર સાથે વાત કરો અને સ્પષ્ટ કરો કે શું તે અજાણતા અથવા જાણીજોઈને થયું છે. આ મુદ્દા પર ચર્ચા કરવાથી તેઓને ભવિષ્યમાં સાવચેતી રાખવામાં મદદ મળશે.

    How To Deal With A Disrespectful Spouse: ખુશહાલ લગ્નજીવનનો અર્થ એ નથી કે તમામ વસ્તુઓ પરફેક્ટ જ હોય, પરંતુ તે જરૂરી છે કે તમે એકબીજાની ચિંતા અને સન્માન કરો. તમારા સંબંધોનો પાયો જ પ્રેમ હોઇ શકે છે. પરંતુ એકબીજા માટે સન્માન તમારા પ્રેમ અને વિશ્વાસને મજબૂત કરવા અને પોતાના સંબંધોને ગાઢ બનાવવાના ચાવી હોય છે. કોઇ ફેર નથી પડતો કે તમારો સાથી તમને કેટલો પ્રેમ કરે છે અથવા જો તે તમને સાચો પ્રેમ કરતો હોય ત તમારો અભિપ્રાય, પસંદ-નાપસંદ, સન્માન સ્થાયી વિવાહ માટે મહત્વપૂર્ણ છે.

    ઘણા લગ્નોમાં એવું જોવા મળે છે કે લોકોનો પોતાના પાર્ટનર પ્રત્યે વ્યવહાર ખૂબ જ ખરાબ હોય છે. તે પોતાનું બધુ જ ફ્રસ્ટ્રેશન પોતાના પાર્ટનર પર કાઢે છે અને દરેક ભૂલનો ટોપલો પોતાના પાર્ટનર પર નાંખી દે છે. જેના કારણે તેનું લગ્નજીવન તણાવથી ભરપૂર અને ભારણરૂપ બની જાય છે. નકારાત્મક ભાવનાઓથી ભરેલા આ સંબંધોમાં પાર્ટનર પોતાની સાથે થઇ રહેલા અપમાનજનક વ્યવહારને એમ વિચારીને સહન કરે છે કે તેનું કોઇ સમાધાન નથી. આવો વ્યવહાર તમારી મેરેજ લાઇફને બરબાદ કરી નાંખે છે. જો તમે તેની પાછળનું સાચુ કારણ જાણી લેશો તો તમે તમારી સાથે થઇ રહેલા અપમાનજનક વ્યવહારને રોકી શકો છો.

    આ પણ વાંચો : શરીરના આ અંગો પર સ્પર્શ કરીને પછી રાખો રિલેશન, પાર્ટનર એક જ સેકન્ડમાં તૈયાર થઇ જશે

    આ 5 રીતો સાબિત થશે કારગર


    ભાવનાઓને શેર કરો


    તમારા પાર્ટનર સાથે પ્રામાણિક વાતચીત કરો અને તમારી ભાવનાઓને શેર કરતા જણાવો કે તેમના આ વ્યવહારથી તમે કેવું મહેસૂસ કરો છો અને સ્થિતિને સુધારવાના ઉપાયો શોધો.

    સ્પષ્ટતા કરો


    કોઇ વાત જો તમને અપમાનજનક લાગતી હોય તો તમે તમારા પાર્ટનર સાથે વાત કરો અને સ્પષ્ટતા કરો કે તે અજાણતામાં થયું છે કે જાણી જોઇને. આ મુદ્દે ચર્ચા કરવાથી તેમને ભવિષ્યમાં સાવધાની રાખવામાં મદદ મળશે.

    પ્રશંસા જરૂરી


    તમે તેની સાથે સારો વ્યવહાર કરો અને પાર્ટનરના સારા વ્યવહાર પર તેને જણાવો કે તમે કેટલા ખુશ છો. પ્રશંસા મળવા પર બની શકે છે કે તે આગળ પણ આવો જ વ્યવહાર કરે.

    આ પણ વાંચો : લગ્નની પહેલી રાત્રે રિલેશન રાખતાં પહેલાં ખાસ રાખો આ ધ્યાન, નહીં તો પાછળથી પસ્તાશો

    મદદ લો


    કોઇ થર્ડ પર્સનની મદદ લો. તે તમારા બંનેનો મિત્ર અથવા સંબંધી હોઇ શકે છે. તમે તમારા પાર્ટનરના વ્યયવહાર પર તેમનો અભિપ્રાય લઇ શકો છો અને સમાધાન કરવામાં મદદ લઇ શકો છો. જી હા, પરંતુ તે વાતનું ધ્યાન રાખો કે અંગત બાબતોને જાહેર કરવી તમારા પાર્ટનર માટે અપમાનજનક હોઇ શકે છે. તેથી સતર્ક થઇને થર્ડ પર્સનને પસંદ કરો.

    સેલ્ફ રિસ્પેક્ટ જરૂરી


    પોતાનું સન્માન કરો અને પોતાની મર્યાદાઓ સ્પષ્ટ કરો. જ્યારે પણ જરૂરી હોય પોતાની મદદ માટે તૈયાર રહો. પોતાના પાર્ટનરને તે સ્પષ્ટ કરો કે તમને તેનો કેવો વ્યવહાર અનાદર જેવો લાગે છે અને ખરાબ લાગે છે. તે પણ જણાવો કે આવું ફરીથી થવુ ખોટુ થઇ શકે છે અને જલ્દી જ પોતાની ભૂલો સુધારવા માટે તૈયાર થઇ જાય.

    કાઉન્સેલરની મદદ


    જો તમે બંને જ એકબીજાના વ્યવહારથી પરેશાન હવ તો તેના માટે કાઉન્સેલરની મદદ લો. તે તમને એક વાતાવરણ આપશે જ્યાં તમે વધુ સારી રીતે પોતાની સમસ્યાઓ અને મતભેદોને રિસોલ્વ કરી શકશો. તમને તે પણ જાણવા મળશે કે તમે તમારા તૂટતા લગ્નજીવનને બચાવી શકશો કે નહીં.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Couple Goal, Husband Wife Relation, Relationship, Relationship latest news

    विज्ञापन
    विज्ञापन