આ ઘરેલું ઉપાયો 'માઈગ્રેન'ના અસહ્ય દુખાવાને ફટાફટ કરશે છૂ

 • Share this:
  અત્યારની જીવન શૈલી આપણે વધારે ઝડપી બનાવી દીધી છે. તેમાં આપણે પોતાનું ધ્યાન રાખવાનું ભુલી જતાં હોઈએ છીએ. જેને કારણે જીવનમાં તણાવ પણ આવવા માંડે છે. ક્યારેક ક્યારેક તેમાં આપણને માથામાં દુખાનાની તકલીફ પણ થઈ શકે છે. ક્યારેક એવું બને કે માથાની એક બાજુ જ અસહ્ય દુખે. આ દુઃખાવો એટલે ‘માઈગ્રેન’.આ તકલીફમાં તમારા માથાની એક બાજુ દુખાવો થાય જે બે કલાકથી 72 કલાક સુધી રહે અને તે કોઈવાર સામાન્ય અને કોઇવાર સખત થાય. સ્ત્રીઓમાં વિશેષ કરીને થાય અને સામાન્ય ભાષામાં એને ‘આધાશીશી’ કહેવાય છે. આપણે માઈગ્રેનને સામાન્ય કસરત અને ઘરેલું ઇલાજ દ્વારા પણ આ તકલીફને દૂર કરી શકીએ છીએ.

  આઇસ પેક
  સામાન્ય રીતે માઇગ્રેઇન માથામાં રહેલી રક્ત વાહિનીઓના કારણે થાય છે. આનાથી રાહત મેળવવા માટે આઇસ પેકનો ઉપયોગ કરી શકો છો. તેને કાનપટ્ટી પર લગાવો, તેનાથી માથાના દુખાવામાં રાહત મળશે.

  આદુ અને લીંબુ પાણી
  એક વાસણમાં પાણી લો, તેમાં આદુ અુુ લીંબુનો રસ મિક્સ કરીને ગરમ કરો. તે હૂંફાળું થાય એટલે તે પાણી પીઓ. તેનાથી તમારા માથાના દુખાવામાં રાહત થશે.

  આદુના રસ
  જો તમે પી ન શક્તા હોવ તો ગરમ પાણી કરીને તેમાં આદુ નાંખો, ત્યાર બાદ તે પાણીનો નાસ લો.

  ફુદીનાના પાન
  ફુદીનામાં મેન્થોલ અને મેથોન હોય છે, જ્યારે આ તમારી ત્વચાને સ્પર્શ કરે છે તો ત્યારે કુલિંગ ઇફેક્ટનો અનુભવ થાય છે. ફુદીનાના પાનને ક્રશ કરીને તેની પેસ્ટ બનાવી લો, અને તેને માથા પર લગાવો, તેનાથી માથાના દુખાવામાં ઝડપથી રાહત મળશે.

  તુલસીના પાન
  તુલસીના પાનને ગરમ પાણીમાં નાંખીને તેનો નાસ લો, તેનાથી માથાના દુખાવામાં રાહત મળશે.

  લવિંગ
  જ્યારે માથામાં અસહ્ય દુખાવો થતો હોય ત્યારે લવિંગને લસોટીને તેને રૂમાલમાં બાંધીને માથા પર લપેટો. આ ઉપરાંત તે સમયે બીજા રૂમાલમાં લવિંગનો ભૂકો બાંધીને તેને સૂંઘો, આમ કરવાથી માથાના દુખાવામાં રાહત રહેશે.

  નેક સ્ટ્રેચ
  પહેલા તમારી ગરદનને ડાબી તરફ સ્ટ્રેચ કરો પાંચ સેકન્ડ તે પરિસ્થિતિમાં રહો ત્યાર બાદ ફરી 5 સેકન્ડ બાદ પોઝિશન બદલો. આ રીતે ડાબી અને જમણી બાજુ સ્ટ્રેચ કર્યા પછી આ ક્રિયા 10 વખત કરો.

  શોલ્ડર સ્ટ્રેચ
  તમારા ખભાને ઊંચા ઉઠાવીને 5 સેકન્ડ સુધી તે જ પરિસ્થિતિમાં રહો, ત્યાર બાદ રિલેક્સ થાઓ અને ખભાને ધીમેથી નીચેની તરફ સ્ટ્રેચ કરીને આ પ્રક્રિયા ફરીથી કરો. આ એક્સરસાઇઝ કર્યા બાદ થોડીવાર આરામ કરો અને પ્રત્યેક સ્ટ્રેચની વચ્ચે 2થી 5 મિનિટનો સમય રાખીને આરામ કરો.
  Published by:Kaushal Pancholi
  First published: