Home /News /lifestyle /

Health care tips heart: લો બ્લડ પ્રેશરને કારણે આવી શકે છે હાર્ટ એટેક, આ રીતે થોડીક જ વારમાં થઈ જશે BP નોર્મલ

Health care tips heart: લો બ્લડ પ્રેશરને કારણે આવી શકે છે હાર્ટ એટેક, આ રીતે થોડીક જ વારમાં થઈ જશે BP નોર્મલ

લો બ્લડ પ્રેશરને કારણે આવી શકે છે હાર્ટ એટેક

Tips To Control Low Blood Pressureજો બ્લડ પ્રેશર વધારે કે ઓછું હોય તો ઘણી સમસ્યાઓ થઈ શકે છે. વળી, આજના સમયમાં વ્યસ્ત અને તણાવપૂર્ણ લાઇફસ્ટાઇલના કારણે મોટાભાગના લોકોનું બ્લડ પ્રેશર હાઈ રહે છે, પરંતુ ઘણા લોકોનું બ્લડ પ્રેશર લો પણ રહે છે. લો બ્લડ પ્રેશરની સમસ્યા પણ એટલી જ જોખમી છે અને તે બાબતે ધ્યાન આપવું જરૂરી છે.

વધુ જુઓ ...
    Tips To Control Low Blood Pressure: સ્વસ્થ રહેવા માટે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે. જો બ્લડ પ્રેશર વધારે કે ઓછું હોય તો ઘણી સમસ્યાઓ થઈ શકે છે. વળી, આજના સમયમાં વ્યસ્ત અને તણાવપૂર્ણ લાઇફસ્ટાઇલના કારણે મોટાભાગના લોકોનું બ્લડ પ્રેશર હાઈ રહે છે, પરંતુ ઘણા લોકોનું બ્લડ પ્રેશર લો પણ રહે છે. લો બ્લડ પ્રેશરની સમસ્યા પણ એટલી જ જોખમી છે અને તે બાબતે ધ્યાન આપવું જરૂરી છે.

    લો બ્લડ પ્રેશરને કારણે તમને વધુ ઊંઘ આવે છે, નબળાઇ અને થાક જેવા લક્ષણો જોવા મળે છે. સામાન્ય બ્લડ પ્રેશર 120/80 હોય છે. પણ જો તમારું બ્લડ પ્રેશર આનાથી ઓછું રહે છે, તો તમારે તમારા આહાર પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. તેથી અહીં અમે તમને તમારું બીપી ઓછું હોય ત્યારે તમારે શું કરવું જોઈએ? તે અંગે જણાવીશું.

    આ પણ વાંચો: Heart Attack and Gas Pain: હાર્ટ એટેક અને ગેસના દુ:ખાવા વચ્ચેના તફાવતને ઓળખો, ભારે પડશે બેદરકારી

    બ્લડ પ્રેશર ઓછું હોય ત્યારે આ ઉપાયો કરો


    ORS લેતા રહેવું


    ORS સોલ્યુશન તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. જેના કારણે બ્લડ પ્રેશર સામાન્ય થઈ જાય છે. તેમજ જો તમારું બ્લડ પ્રેશર હંમેશા ઓછું રહે છે, તો તમારે ORS સોલ્યુશન લેતા રહેવું જોઈએ જેથી કોઈ ગંભીર સમસ્યા ન થાય.

    પુષ્કળ પાણી પીઓ-


    તમારું બ્લડ પ્રેશર અચાનક ઘટી ગયું હોય તો તમે સાદું પાણી પણ પી શકો છો. જો તમે ઈચ્છો તો તેમાં ચપટી મીઠું અને ખાંડ પણ ઉમેરી શકો છો. તે તમારા શરીરમાં એકંદરે ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રણમાં રાખે છે.

    કેફીનનું સેવન-


    કેફીન એટલે કે ચા કે કોફીનું સેવન તમારા લો બ્લડ પ્રેશરને સામાન્ય બનાવી શકે છે. તો જ્યારે તમને લાગે કે તમારું બ્લડ પ્રેશર ઓછું થઈ રહ્યું છે, તો તમારે એક કપ ચા અથવા કોફી પીવી જોઈએ.

    આ પણ વાંચો: જો જીભ આવી દેખાય તો સમજવું કે શરીરમાં છે આ વસ્તુની ઘણી ઉણપ

    બદામવાળું દુધ-


    બદામનું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે તમારું બ્લડ પ્રેશર ઓછું હોય ત્યારે તમે બદામનું દૂધ પી શકો છો, આમ કરવાથી તમારું બીપી સામાન્ય થઈ જશે.
    First published:

    Tags: Blood pressure, Lifestyle, આરોગ્ય

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन