Home /News /lifestyle /હાઈ બ્લડ પ્રેશરને કરવું છે કંટ્રોલ? તો આ 5 વસ્તુને તમારા ડાયટમાં જરૂરથી ઉમેરો

હાઈ બ્લડ પ્રેશરને કરવું છે કંટ્રોલ? તો આ 5 વસ્તુને તમારા ડાયટમાં જરૂરથી ઉમેરો

પ્રતિકાત્મક તસવીર

નબળી જીવનશૈલી, આહાર, અનિદ્રા અને તાણને લીધે ઘણા રોગો જન્મે છે, જેમાંથી એક હાયપરટેન્શન છે. તેનાથી થાક, છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

લાઈફસ્ટાઈલ ડેસ્કઃ આજકાલના વ્યસ્ત અને ઝડપી, ટાઈટ શિડ્યુલવાળી લાઈફમાં હાયપરટેન્શન (Hypertension) આપણા જીવનની સામાન્ય સમસ્યા બની ગઈ છે. નબળી જીવનશૈલી, આહાર, અનિદ્રા અને તાણને લીધે ઘણા રોગો જન્મે છે, જેમાંથી એક હાયપરટેન્શન છે. તેનાથી થાક, છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. હાયપરટેન્શન નસોની દિવાલો પર બ્લડ પ્રેશર(Blood Pressure) વધારે છે. જો હાઈ બ્લડ પ્રેશર (high blood pressure)ની ટ્રીટમેન્ટ સમયસર ન કરવામાં આવે તો તે જીવલેણ પણ બની શકે છે.

હાયપરટેન્શનમાં શું ખાવું:
હકીકતમાં હાઈ બ્લડ પ્રેશર, હાયપરટેન્શન ત્યારે થાય છે, જ્યારે લોહી ધમનીઓની દિવાલો એટલે કે નસોમાં વધારે દબાણ આપે છે અને આ બ્લડ પ્રેશર (Blood Pressure Level)નું સ્તર વધારે છે. ડોક્ટરની સલાહથી તમે તમારા Diet (આહાર)માં કેટલાક ફેરફાર કરીને High BPને નિયંત્રિત કરી શકો છો. અહીં અમે તમને તે 5 ખોરાક વિશે જણાવીશું કે જે તમે આહારમાં શામેલ કરીને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકો છો.

1 લીલા શાકભાજીનો વપરાશ :
તમારા રોજિંદા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ કરો. લીલા શાકભાજીમાં પોષક તત્ત્વો અને ફાઇબર ભરપૂર હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે દરેક બાબતમાં ફાયદાકારક છે. હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે તમારે તમારા રોજિંદા આહારમાં પાલક, કોબી, અળવી(Lettuce), ભીંડા, બેલપેપર, બિન્સ કઠોળ વગેરેનો સમાવેશ કરવો જોઇએ. લીલી શાકભાજી વધારે સોડિયમને નિયંત્રણમાં રાખવા માટે પણ કાર્ય કરે છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પાંચ કૂવા સાઈકલ ખરીદવા જતા પહેલા સાવધાન, કસરત કરવાની સાઈકલ વેપારીને રૂ.3.50 લાખમાં પડી

આ પણ વાંચોઃ-મારી પત્ની.... હવે સહન નથી થતું છે' FB પર પોસ્ટ મૂકી, સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરી ચૂકેલા એક્ટર સંદીપ નાહેરની આત્મહત્યા

2 બ્રેકફાસ્ટમાં ઓટ્સ શામેલ કરો :
તમે તમારા દિવસની શરૂઆત ઓટ્સથી કરી શકો છો. ઓટ્સ ખૂબ હેલ્ધી ફૂડ હોય છે. ઓટ્સમાં ઘણાં ફાઇબર હોય છે, જ્યારે તેમાં ફેટ પણ ઓછું હોય છે. આ બંને કોમ્બિનેશનવાળું ફૂડ તમારા આરોગ્ય અને બ્લડ પ્રેશર બંને માટે સારૂં છે.

આ પણ વાંચોઃ-ખેડાઃ Valentine Day પર જ બાળપણના ત્રણ મિત્રોને એક સાથે મળ્યું મોત, એક જ ગામના અને સાથે કરતા હતા કામ

આ પણ વાંચોઃ-Valentine day પર માતાના હાથ પુત્રના લોહીથી રંગાયા, પ્રેમલગ્ન કરનાર પુત્ર અને પુત્રવધૂની કરી નાંખી હત્યા

3 Kiviના છે અનેક ફાયદા :
કીવી (Kivi)ને સુપરફૂડની કેટેગરીમાં મૂકવામાં આવે છે. કિવી ખાવામાં જેટલું જ ટેસ્ટી છે, તેટલું જ આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. દિવસ દરમિયાન 2 થી 3 કિવી ખાવાથી હાઈ બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવામાં મદદ મળે છે. આ સિવાય પાચનશક્તિમાં અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવામાં મદદરૂપ પણ થાય છે.

4 લસણનો ઉપયોગ :
તમારા ડાયેટમાં લસણનો સમાવેશ કરો, તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં સૌથી વધુ કારગર છે. જો તમે સવારે ખાલી પેટે જ કાચું લસણ પાણી સાથે પીતા હોવ તો અનેક ગણો ફાયદો થશે.5 દહીં પર ધ્યાન આપો :
હાઈ બ્લડ પ્રેશરમાં રાહત મેળવવા માટે, તમારા આહારમાં ઓછી ચરબીવાળા(Low Fat) દહીંનો સમાવેશ કરો. તે કેલ્શિયમથી સમૃદ્ધ છે અને બ્લડ પ્રેશરના સ્તરને નિયંત્રિત કરે છે.(Disclaimer: આ સ્ટોરીમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યૂઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેના અમલીકરણ પૂર્વે સંબંધિત નિષ્ણાતનો સંપર્ક અવશ્ય કરો.)
First published:

Tags: Blood pressure