ડાયાબિટીસના દર્દીઓ માટે પાંચ હેલ્ધી ડ્રિંક્સ, આજે જ કરો ડાયેટમાં શામેલ
ડાયાબિટીસના દર્દીઓ માટે પાંચ હેલ્ધી ડ્રિંક્સ, આજે જ કરો ડાયેટમાં શામેલ
પ્રતીકાત્મક તસવીર
5 healthy drinks to control diabetes disease: ડાયાબિટીસથી પીડિત લોકોને હાર્ટ અટેક અને હાર્ટ સ્ટ્રોકનું ખૂબ જોખમ રહેલું છે. આ સાથે જ ડાયાબિટીસથી કિડની અને પેશાબની તકલીફ થઈ શકે છે.
નવી દિલ્હી: ડાયાબિટીસ એ એવો રોગ (Diabetes disease) છે, જે વ્યક્તિને સંપૂર્ણ રીતે પરેશાન કરી દે છે. ડાયાબિટીસ એ આજના સમયમાં એક ગંભીર સમસ્યા બની ગઈ છે. ડાયાબિટીસનો સંપૂર્ણ ઇલાજ (Diabetes treatment) શક્ય નથી, પરંતુ તેને નિયંત્રણમાં રાખી શકાય છે. આ માટે શરીરમાં બ્લડ શુગર (Blood sugar) લેવલ નિયંત્રણમાં રાખવું પડે છે. ડાયાબિટીસના દર્દીઓએ તેમના ખાવા પીવાની ખૂબ કાળજી લેવી પડે છે. ડાયાબિટીસના દર્દીઓનો વિશેષ આહાર હોય છે. તેમના આહાર (Food)માં બેદરકારી તેમને ખૂબ નુકસાન પહોંચાડે છે. ડૉકટરોના મતે ડાયાબિટીસ આનુવંશિક અથવા વૃદ્ધત્વ અથવા મેદસ્વીપણાને કારણે કે પછી તણાવને કારણે થઈ શકે છે.
ડાયાબિટીસથી પીડિત લોકોને હાર્ટ અટેક (Heart attack) અને હાર્ટ સ્ટ્રોકનું ખૂબ જોખમ રહેલું છે. આ સાથે જ ડાયાબિટીસથી કિડની અને પેશાબની તકલીફ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે શુગર લેવલને નિયંત્રણમાં રાખવા માટે ડાયાબિટીસના દર્દીઓ તેમના આહારમાં ફળો, લીલા શાકભાજી અને આખા અનાજનો સમાવેશ કરી શકે છે. અમે તમને આવા જ કેટલાક સ્પેશિયલ ડ્રિંક્સ (Special drinks to control diabetes) વિશે જણાવીશું, જેના કારણે શરીરમાં બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રાખી શકાય છે.
ગ્રીન ટી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં કાર્બોહાઈડ્રેટ અને કેલરી ખૂબ ઓછી હોય છે. ગ્રીન ટી એન્ટીઓકિસડન્ટથી ભરપૂર હોય છે જે કોઈપણ પ્રકારના ચેપ સામે રક્ષણ આપે છે. તે હાર્ટ માટે તેમજ ટાઇપ 2 ડાયાબિટીસ માટે ખૂબ ફાયદાકારક છે. તે શરીરના બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખે છે.
કારેલાનો જ્યુસ
ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલાનો જ્યુસ ખૂબ ફાયદાકારક છે. તે પેશાબ અને લોહીમાં શુગરને નિયંત્રણમાં રાખે છે. કડવો કરેલાનો રસ માત્ર ગ્લુકોઝની માત્રા પર નિયંત્રણ જ નહીં, પરંતુ તે પેટની ઘણી બીમારીઓથી પણ મુક્તિ અપાવે છે.
વિટામિન, ખનિજ અને એમિનો એસિડ જેવા પૌષ્ટિક તત્વો નાળિયેર પાણીમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન સી, સોડિયમ અને મેંગેનીઝ જેવા ખનિજ તત્વો પણ નાળિયેરમાં જોવા મળે છે. નાળિયેર પાણી બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે સારો હેલ્ધી ડ્રિંક સાબિત થઈ શકે છે.
કાકડીનો રસ
કાકડીમાં કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, વિટામિન એ, બી 1, વિટામિન સી અને એમિનો એસિડ હોય છે. કાકડીનો રસ શરીરના બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખે છે. સાથે જ કાકડી ગરમી, ચેપ, બળતરા અને સંધિવાને ઘટાડવામાં પણ ફાયદાકારક છે. કાકડી ખાવાથી શરીરમાં પાણીનો અભાવ દૂર થાય છે અને શરીર ઠંડુ રહે છે. કાકડીનો રસ ડાયાબિટીસના દર્દીઓ માટે સારૂ પીણું છે.
કેમોમાઈલ ચા એન્ટીઓકિસડન્ટથી ભરપૂર હોય છે. તેમાં કેલરી ખૂબ ઓછી હોય છે. તે ડાયાબિટીઝ માટે ખૂબ ફાયદાકારક છે. કેમોમેલ ચા ટાઇપ -2 ડાયાબિટીસમાં ગ્લાયકેમિકને નિયંત્રિત કરવામાં મદદગાર છે. તેનું નિયમિત સેવન બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખે છે. આ ઉપરાંત તે કિડનીને સ્વસ્થ રાખે છે અને આંખોને સ્વસ્થ રાખે છે.
(નોંધ: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 તેની પુષ્ટિ કરતું નથી. તેને અનુસરતા પહેલાં સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર