જેમને લાગતુ હોય પત્ની કરે છે શક, તે આ રીતે દૂર કરો શકનો કીડો

kiran mehta
Updated: July 13, 2018, 2:45 PM IST
જેમને લાગતુ હોય પત્ની કરે છે શક, તે આ રીતે દૂર કરો શકનો કીડો

  • Last Updated: July 13, 2018, 2:45 PM IST
  • Share this:
મોટાભાગના પુરૂષોની ફરિયાદ હોય છે કે, તેમની પત્ની તેમના પર શક કરે છે. તમારી પાર્ટનરના આડા-અવળા પ્રશ્નો તમને કંટાળો અપાવી દે છે. આવુ થવાથી માત્ર સંબંધ બગડે છે. આ સમાચારમાં તમને વાંચવા મળશે કેટલીક સલાહ, જે પાર્ટનરના દિમાગમાંથી શકનો કીડો દૂર કરવામાં મદદ કરશે.

ઓફિસમાં કામકાજના સમયે મોટાભાગના પુરૂષનો સામનો મહિલા કલિગ સાથે થાય છે, જેમની સાથે આપસમાં વાતચીત પણ થાય છે. અથવા આસપાસ રહેતી મહિલાઓ સાથે વાત કરો, કે પોતાની પત્નીની ફ્રેંડ સાથે વધારે વાત કરો તો પત્નીના દિમાગમાં શકનો કીડો ફરવા લાગે છે.

પત્નીના દીલ-દિમાગમાં તમારા અને તમારી મહિલા દોસ્ત વિશેના સંબંધને લઈ ઘણા પ્રશ્નો ચાલતા રહે છે. અને બાદમાં તે તમારા પર શક કરવા લાગે છે. જ્યારે તમને લાગે કે આવી સ્થિતિ આવી શકે છે, તો કેટલીક બાબતો પહેલાથી ધ્યાન રાખો.

જો તમારી પત્નીને શક કરવાની આદત હોય તો, મજાકમાં ક્યારે પણ ન લો નહીં તો શક હંમેશા તેમના દિમાગમાં ઘર કરી જશે. પત્નીને હંમેશા પ્રેમથી સમજાવો કે તારૂ શક કરવું ખોટુ છે.

હંમેશા ઓફિસથી મોડુ આવવું, પત્નીને પાર્ટીમાં ન લઈ જવી, ફોન આવવા પર બહાર જઈ વાતચીત કરવી, આવી નાની નાની વાત હોય છે જે શક ઉત્પન્ન કરે છે. પત્નીના દિલમાં પ્રેમ અને વિશ્વાસ બનાવી રાખવા માટે આ બાબતોથી બચો.

જ્યારે તમારી પત્ની તમને વિચિત્ર પ્રશ્નો પુછો, જેનો કોઈ મતલબ ન હોય તો તમે તમારી પત્નીને સ્પષ્ટ જવાબ આપી દો જેથી તેનું મન શાંત રહે.
Loading...

પતિ માટે જરૂરી છે કે તેને મોડુ થવાનું હોય તો પત્નીને ફોન કરીને જણાવી દે. કહ્યા વગર જ્યાં ત્યાં ફરવું, ફોન ન ઉઠાવવો વગેરે જેવી બાબતો શક ઉભો કરી શકે છે, અને આનાથી તમારા સંબંધમાં દૂરી પણ આવી શકે છે.
First published: July 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com