Home /News /lifestyle /Home Decoration tips: અગરબત્તીના કારણે કાળી પડી ગઈ છે ઘરની દીવાલો! તો અજમાવો આ ઉપાય

Home Decoration tips: અગરબત્તીના કારણે કાળી પડી ગઈ છે ઘરની દીવાલો! તો અજમાવો આ ઉપાય

અગરબત્તીથી કાળી પડેલી દીવાલને આ રીતે કરો સાફ

Home Decoration tips: ટૂથપેસ્ટથી દીવાલ સાફ થઈ જાય છે, તે સાંભળીને તમને કદાચ નવાઈ લાગશે. જેલ ટૂથપેસ્ટનો ઉપયોગ કરીને દીવાલ ચમકાવી શકાય છે. ઘરમાં રહેલ જેલ ટૂથપેસ્ટના કારણે ઘરની દીવાલો ચમકવા લાગે છે.

નવી દિલ્હી. Home Decoration: લગભગ તમામ ઘરમાં પૂજાપાઠ દરમિયાન અગરબત્તીનો ઉપયોગ કરવામાં આવે છે. અગરબત્તીના કારણે ઘરનું વાતાવરણ ખુશ્બુદાર થઈ જાય છે. ઉપરાંત તેના કારણે ઘરમાં એક સકારાત્મક ઊર્જા હોય તેવું લાગે છે. બીજી તરફ અગરબત્તીના કારણે ઘરની દીવાલો કાળી પડી જાય છે અને ખૂબ જ ખરાબ લાગ છે. કાળી દીવાલોના કારણે ઘરનો લુક ખરાબ થઈ જાય છે. અહીં અમે તમને એવા ઉપાય વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેનાથી તમારા ઘરની દીવાલ ખૂબ જ સુંદર રહેશે.

વોશેબેલ પેઈન્ટનો કરો ઉપયોગ


ઘરની દીવાલોના રંગરોગાન દરમિયાન વોશબેલ પેઈન્ટનો ઉપયોગ કરવો જોઈએ. વોશબેલ પેઈન્ટના કારણે દીવાલ પર જે પણ ડાઘ ઘબ્બા પડે છે, તેને સાફ કરી શકાય છે. દીવાલને સાબુ અને સ્ક્રબથી સાફ કરી શકાય છે અને પાણીથી પણ ધોઈ શકાય છે. વોશબેલ પેઈન્ટથી રંગાયેલ દીવાલની ચમક જળવાઈ રહે છે, ખૂબ જ લાંબા સમય સુધી તે જળવાઈ રહે છે.

જેલ ટૂથપેસ્ટથી ચમકશે દીવાલ


ટૂથપેસ્ટથી દીવાલ સાફ થઈ જાય છે, તે સાંભળીને તમને કદાચ નવાઈ લાગશે. જેલ ટૂથપેસ્ટનો ઉપયોગ કરીને દીવાલ ચમકાવી શકાય છે. ઘરમાં રહેલ જેલ ટૂથપેસ્ટના કારણે ઘરની દીવાલો ચમકવા લાગે છે. અગરબત્તીના કારણે કાળી પડી ગયેલ દીવાલ પર જે પણ કાળા ડાઘ ધબ્બા લાગે છે, તે દૂર થઈ જાય છે. તમારે એક સાફ કપડા પર ટૂથપેસ્ટ લઈને કાળી દીવાલ પર ઘસવાનું છે.

ડીશ સોપ દીવાલને આપશે અદભુત શાઈનિંગ


દીવાલની સફાઈ માટે ડીશ સોપ એક સારો વિકલ્પ છે. ડીશસોપની દીવાલ પરના કોઈપણ પ્રકારના ડાઘ ઘબ્બા દૂર થઈ જાય છે. એક કપ પાણીમાં એક ચમચી ડીશ સોપ લઈને મિશ્ર કરી દો. હવે આ લિક્વિડને કપડા પર લઈને ઘરની દીવાલ પર સ્ક્રબ કરો. તેનાથી ઘરની દીવાલો ચમકવા લાગશે.

આ પણ વાંચો: વૉશ બેસીન ચમકી ઉઠશે, વાઈટ વિનેગરનો આવી રીતે કરો ઉપર

અન્ય વસ્તુઓની સાફ સફાઈની વાત કરવામાં આવે તો તમે લોખંડની જાળી, ખાના, કાંચ, ક્રોકરી વગેરે સરળતા ફટાફટ સાફ કરી શકો છો. 1 કપ વિનેગરમાં 1 ઢાંકણા જેટલો લિક્વિડ સોપ ઉમેરો. તેને હલાવીને સ્પ્રે બોટલમાં નાંખી દો અને જરૂર પડે ત્યાં યુઝ કરો. આ લિક્વિડ તમને ઘરની તમામ ચીજો સાફ કરવામાં મદદ કરશે. તમે ઈચ્છો તો વધુ્ અસર અને સુગંધ માટે તેમાં અડધુ લીંબુ પણ નીચોવી શકો છો.

(નોંધ- અહીં જે પણ જાણકારી આપવામાં આવી છે, તે સામાન્ય જાણકારી પર આધારિત છે. આ નુસ્ખા અપનાવતા પહેલા નિષ્ણાંતની સલાહ જરૂર લઈ લેવી. ગુજરાતી ન્યૂઝ 18 તેની પુષ્ટી કરતું નથી.)
First published:

Tags: Home, Kitchen tips, Lifestyle

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन