Home /News /lifestyle /અથાણાની બરણી પર વારંવાર પડી જાય છે ગંદા ડાઘ, આ છે સાફ કરવાની સૌથી સરળ રીત

અથાણાની બરણી પર વારંવાર પડી જાય છે ગંદા ડાઘ, આ છે સાફ કરવાની સૌથી સરળ રીત

બરણી પર લાગેલા ડાઘ સાફ કરવાની રીત

kitchen hacks : શું તમારી અથાણાની બરણી પર પણ ગંદા ડાઘ પડી જાય છે, તો તેને સાફ કરવા માટે આ સરળ રીતો અપનાવો.

    clean pickle jar : એવું કોઇ ઘર નહીં હોય જ્યાં અથાણું નહીં બનતું હોય. આપણે અથાણાંને લાંબા સમય સુધી બરણીમાં સ્ટોર કરીને રાખીએ છીએ. આવી સ્થિતિમાં, ઘણી વખત બરણી પર ગંદા ડાઘ પડી જાય છે. જે સમય સમય પર સાફ કરવા ખૂબ જ જરૂરી છે.

    અથાણાંની બરણ આ ગંદા ડાઘને કારણે ખરાબ થઇ જાય છે. કેટલીકવાર આપણે જાતે જ ગંદા હાથથી બરણી ખોલીએ છીએ. જેના કારણે આપણા હાથ પર લાગેલી ગંદકી બરણી પર લાગી જાય છે. જેના કારણે બરણી ખરાબ થઇ જાય છે.

    આ પણ વાંચો : આ દિવસોમાં રિલેશન રાખવાથી પ્રેગનન્સી કન્સિવ થવાના ચાન્સિસ છે સૌથી વધારે, છોકરીઓ ખાસ જાણો

    આજે અમે તમને અથાણાની પ્લાસ્ટિક કે કાચની બરણીને સરળતાથી કેવી રીતે સાફ કરવી તે જણાવવા જઈ રહ્યા છીએ. પ્લાસ્ટિકની બરણીનો ઉપયોગ કરવો જેટલો સરળ છે, તેને સાફ કરવી એટલી જ વધુ મુશ્કેલ છે. જો આપણે કાચની બરણીની વાત કરીએ તો આપણી એક ભૂલના કારણે કાચની બરણી તૂટી શકે છે. આવો જાણીએ તેને સાફ કરવાની સરળ રીત.

    ગરમ પાણી અને મીઠા વડે સાફ કરો


    જો તમે ઈચ્છો તો ગરમ પાણીમાં મીઠું મિક્સ કરીને પણ બરણીને સાફ કરી શકો છો. તેનાથી મિનિટોમાં તમારી બરણી સાફ થઈ જશે. આ માટે તમારે માત્ર એટલું જ કરવાનું છે કે તમે પાણીને હુંફાળુ થાય ત્યાં સુધી ગરમ કરો. ત્યાર બાદ ગરમ પાણીમાં મીઠું નાખો. પછી અથાણાની બરણીને ખાલી કરો અને તેને આ હુંફાળા પાણીમાં 20 મિનિટ માટે મૂકો. બરણી પ્લાસ્ટિકની હોય કે કાચનું, તે આ ટ્રિકની મદદથી સરળતાથી સાફ થઈ જશે.

    આ પણ વાંચો : Makeup hacks: ઘરમાં પડેલી આ નેચરલ વસ્તુથી મેક અપ રિમૂવ કરો, સ્કિન મસ્ત સોફ્ટ-સોફ્ટ થઇ જશે

    ખાવાના સોડા મદદ કરશે


    જો તમે બરણીને બહારથી સાફ કરવાની સાથે અંદરથી પણ સાફ કરવા માંગો છો, તો તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે 1 કપ પાણી અને 2 ચમચી ખાવાનો સોડા જોઈશે. આ બે વસ્તુઓને મિક્સ કરીને લિક્વિડ બનાવો. પછી આ લિક્વિડની મદદથી, તમે કાચ અથવા પ્લાસ્ટિકની બરણીને સરળતાથી સાફ કરી શકો છો.


    કાપડથી સાફ કરો


    તમે તેને દર મહિને એકવાર ભીના કપડાની મદદથી પણ અથાણાની બરણી સાફ કરી શકો છો. આમ કરવાથી તમારી બરણી વધારે ગંદી નહીં થાય. કેટલીકવાર બરણીને લાંબા સમય સુધી રાખવાથી તે ધૂળથી ગંદી પણ થઈ જાય છે. તેથી, સમય સમય પર તેને સાફ કરવી જરૂરી છે. જેથી તમારી બરણી ધૂળને કારણે બગડશે નહીં. આ ક્લીનિંગ હેક્સની મદદથી તમે સરળતાથી બરણી સાફ કરી શકો છો.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Kitchen tips, Pickel, Tech tips and Tricks, Tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन