Home /News /lifestyle /

Kids Health: આ પ્રકારે બાળકોનાં વાસણ સાફ કરો, બાળકને ક્યારેય પણ નહીં થાય ઈન્ફેક્શન

Kids Health: આ પ્રકારે બાળકોનાં વાસણ સાફ કરો, બાળકને ક્યારેય પણ નહીં થાય ઈન્ફેક્શન

બાળકોનાં વાસણ ધોવાની શ્રેષ્ઠ રિત

Health Tips: બાળકનું વાસણ સાફ ના હોય તો બાળકને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા થાય છે. જેમ કે, ઝાડા થઈ જવા, ગળામાં ખરાશ થવી, ઉલટી થવી ઘણી વાર ઈન્ફેક્શનના કારણે તાવ પણ આવી જાય છે.

    Parenting Tips: દરેક દંપતી જ્યારે પણ માતા પિતા (Parents) બને છે, તેઓ ખૂબ જ સુખદ અનુભવ કરે છે. કોઈપણ દંપતી જ્યારે પહેલી વાર માતાપિતા બને છે ત્યારે તે ખૂબ જ પડકારજનક હોય છે. બાળકના સ્વાસ્થ્યની દેખરેખ (Baby’s Health), તેમના ભોજનનું ધ્યાન રાખવું તેમની દેખરેખ રાખવી તે તેમની પહેલી જવાબદારી બની જાય છે. બાળક 6 મહિનાનું હોય ત્યાં સુધી તેમના ખાવાની ચિંતા ખૂબ જ ઓછી હોય છે. બાળક 6 મહિના બાદ જમવાનું શરૂ કરે ત્યારે તેની હેલ્થને લઈને હંમેશા ચિંતા રહે છે. તેમાં સૌથી મહત્વનો મુદ્દો હોય છે કે, બાળકને જે વાસણમાં જમવાનું આપવામાં આવે છે તે સાફ હોય છે કે નહીં? બાળકોના જમવાના વાસણને કેવી રીતે સાફ કરવામાં આવે? માતાપિતાએ આ તમામ બાબતોની જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી હોય છે. તેનાથી બાળક હંમેશા સ્વસ્થ રહે છે. સાફ સફાઈ પર સૌથી વધુ ધ્યાન આપવાની જરૂર હોય છે.

    સૌથી પહેલા બાળકના દૂધની બોટલ, બાઉલ વોશ (લિક્વિડ ક્લીન્ઝર) અથવા ડિશ વોશિંગ લિક્વિડથી સાફ કરી લેવું ત્યારબાદ પાણીથી યોગ્ય રીતે સાફ કરી લેવા.

    બાળકોના દૂધના વાસણ સંક્રમિત થવાનું સૌથી વધુ જોખમ રહે છે. દૂધની બોટલ પેક રહે છે અને તે ધોવામાં પણ તકલીફ થાય છે.

    એક પાણી ભરેલા પેનમાં બાળકના જમવાના વાસણ નાખીને યોગ્ય રીતે ડૂબી ના જાય રીતે મુકી દો અને પાણી ઉકળવા દો.

    બોટલને કીટાણું રહિત કરવા માટે તેને ગરમ પાણીમાં નાખો. જ્યારે પણ બાળકને દૂધ આપવાનું હોય ત્યારે બોટલને ઉકળતા પાણીથી સાફ કરી લો. બાળક એક વર્ષનું થાય ત્યાં સુધી આ પ્રકારે કરો.

    જે બાળકો વધુ સેન્સિટીવ હોય તેમનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 4-6 મહિનાના બાળકો માટે તમે જ્યારે પણ બાળક માટે જ્યારે પણ બોટલનો ઉપયોગ કરો તેની પહેલા તેને સ્ટરલાઈઝ કરો. 6 મહિના પૂર્ણ થયા બાદ અઠવાડિયામાં માત્ર એક વાર આ બોટલ સ્ટરલાઈઝ કરવી.

    7 મહિના પૂર્ણ થયા બાદ જ્યારે પણ તમે બહારના વાસણનો ઉપયોગ કરો ત્યારે તેને સ્ટરલાઈઝ કરો. ચાંદીના વાસણોમાં એન્ટી બેક્ટેરિયરલ અને એન્ટી ફંગલ ગુણ હોવાના કારણે તેને સ્ટરલાઈઝ કરવાની જરૂર નથી.

    બેબી ફૂડને બ્લેન્ડ કરતા પહેલા મિક્ષરના જારને એકવાર જરૂરથી સાફ કરી લો. મિક્ષરનો જાર દેખાવમાં સાફ જોવા મળે છે, પરંતુ તેમાં બેક્ટીરિયા હોય છે.

    મિક્ષરના જારને સાફ કરવા માટે એક વાટકીમાં પાણી લો અને મિક્ષરના જારમાં નાખીને એકવાર મિક્ષર ચાલુ કરો. ત્યારબાદ તે પાણી એકદમ ગંદુ થઈ જશે.

    જ્યાં સુધી પાણી સાફ જોવા ના મળે ત્યાં સુધી આ પ્રકારે કરો. પાણી ચોખ્ખું જોવા મળે ત્યારબાદ તમે તે જારમાં તમે બેબી ફૂડ બ્લેન્ડ કરી શકો છો.

    ઈન્ફેક્શનની અસર

    બાળકનું વાસણ સાફ ના હોય તો બાળકને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા થાય છે. જેમ કે, ઝાડા થઈ જવા, ગળામાં ખરાશ થવી, ઉલટી થવી ઘણી વાર ઈન્ફેક્શનના કારણે તાવ પણ આવી જાય છે.

    (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
    First published:

    Tags: Children Food utensils, Lifestyle, Parenting Tips

    આગામી સમાચાર