Home /News /lifestyle /

જો તમે બાળકોના કાન સાફ કરવા કાનમાં નાખો છો તેલ તો જાણી લો આ વાત, આંખ, નાક આ રીતે કરો સાફ

જો તમે બાળકોના કાન સાફ કરવા કાનમાં નાખો છો તેલ તો જાણી લો આ વાત, આંખ, નાક આ રીતે કરો સાફ

બાળકોના કાન સાફ કરતાં પહેલા જાણી લો આ વાત

Child Care: ઘરમાં નાનું બાળક બધાનું ફેવરિટ હોય છે. ઘરના લોકોને તેને ખૂબ પ્રેમ તો કરે જ સાથે સાથે તેની વિશેષ સંભાળ રાખવામાં પણ ઘરના દરેક સભ્યો ચિંતિત હોય છે. આજે અહી અમે જણાવીશું કે નાના બાળકોના કાન, નાક અને આંખની સંભાળ કેવી રીતે રાખવી અને તેની સફાઈ કઈ રીતે કરવી?

વધુ જુઓ ...
    How to Clean Child's Ears, Nose and Eyes: પરિવારમાં નાનું બાળક દરેક સભ્યનું પ્રિય હોય છે. સમગ્ર પરિવાર તેની સાર-સંભાળ (Child Care Tips) રાખવામા માટે કઈકને કઈક કરતાં રહેતા હોય છે. ઘરના વડીલો જેવા કે દાદી-નાની બાળકોની સંભાળ માટે વર્ષોથી ચાલ્યા આવતા નુસ્ખાઓનો સહારો લેતા હોય છે. તેમાંની જો એક વાત કરીએ તો બાળકોના કાનની સંભાળ રાખવા માટે તેના કાનમાં તેલ નાખવામાં આવે છે. તો શું ખરેખર બાળકોના કાનમાં તેલ નાખવું સુરક્ષિત ને યોગ્ય છે? આજે આપણે અહી જાણશું કે બાળકોના આંખ કાન અને નાકની સંભાળ કેવી રીતે લેવી?

    આ રીતે સાફ કરો નાક


    ઘણી વાર બાળકોનું નાક સાફ કરવા માટે આપણે તેના નાનાં નોસ્ટ્રિલમાં આપણે આપણી આંગળી નાખવાનો પ્રયાસ કરીએ છીએ જે બિલકુલ સલાહ ભર્યું નથી. જો કે બાળકોના નાકમાં ક્યારેય પણ કઈ જ ન નાખવું જોઈએ.

    આ પણ વાંચો: રમત રમતમાં બાળકને બ્રશ કરતાં કેમ શીખવશો? આ રહી અસરકારક ટિપ્સ

    બાળકોની નાકની સફાઈ માટે નિષ્ણાંત ડોક્ટરની સલાહ લઈને નોઝ ડ્રોપનો ઉપયોગ કરવો જોઈએ. જેથી અંદરનું બલગમ સોફ્ટ થઈને બહાર આવી શકે અને કોટનની મદદથી તમે તેને બહાર કાઢી શકો છો. જો કે તમે ભીના કપડાનો પણ ઉપયોગ કરીને આરામથી ધીમે નાક સાફ કરી શકો છો.

    કાન કેવી રીતે સાફ કરવા?


    કાનમાં જમા થયેલું ઈયરવેક્સ ખરાબ લાગે છે પરંતુ તે ઈન્ફેક્શનના જોખમને રોકી શકે છે. નિષ્ણાતો કહે છે કે નાના બાળકોના કાનમાં જાડા બ્રાઉન વેક્સ હોઈ શકે છે. તેને સાફ કરવાનું ટાળો કારણ કે તે બાળક માટે સારું નથી. જો કે,તેમ છતાં પણ તમારા બાળકના કાન સાફ કરવા માંગતા હો, તો કાન લૂછવા માટે ફક્ત ભીના કપડા અને ગરમ પાણીનો ઉપયોગ કરો. વેક્સને દૂર કરવા માટે, તેને બાહ્ય કાનની આસપાસ હળવા હાથે ઘસો.

    આટલી વાતનું રાખો ખાસ ધ્યાન


    રૂ (કોટન) અથવા ઈયર બડ્સના ઉપયોગથી બચવું જોઈએ

    કોઈ પણ એક્સપર્ટની સલાહ વગર કાનમાં તેલ નાખવાથી બચવું જોઈએ

    બાળકોના કાનમાં ક્યારેય પણ વોશક્લોથ ન નાખો

    આ રીતે કરો આંખો સાફ


    ઘણી વાર સવાર સવારમાં આપણે બાળકોની આંખના ખૂણામાં સફેદ અથવા પીળા રંગના લિક્વિડ જમા થયેલા જોવા મળે છે. આપણે જણાવી દઈએ કે ટેન સાફ કરવા માટે સીધા હાથથી તેને રગડવા ન જોઈએ.

    બાળકોની આવી આંખોને સાફ કરવા માટે પાણી ગરમ પાણીમાં સ્વછ રુને ડૂબાવીને હળવા હાથે આરામથી આંખો સાફ કરવી જોઈએ. જો બાળકની આંખોમાંથી સતત પાણી નીકળે છે અથવા તો લાલ થઈ થઈ જાય છે તો તરત જ ડોક્ટરને બતાવવું જોઈએ.

    આ પણ વાંચો: શું ડાયાબિટીસના દર્દીઓએ જિમ કરવું જોઈએ? નિષ્ણાતોએ કહી આ મહત્વની વાત

    નોંઘ: અહી આપેલી માહિતીઓ અને સૂચનો પ્રાથમિક જાણકારીના આધારે તૈયાર કરવામાં આવી છે. ઉપર જણાવેલ કોઈ પણ માહિતી કે સૂચનોનો ઉપયોગ કરતાં પહેલા જે તે નિષ્ણાંતની સલાહ લેવી
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Child care, Children Health, Lifestyle

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन