મોસમમાં બદલાવ આવી રહ્યો છે અને ખાસ કરીને દિવસ દરમિયાન હવે થોડી ગરમી પણ અનુભવાવા લાગી છે. થોડા દિવસોમાં, તાપમાનમાં વધારો થશે. આ સાથે ફરી એકવાર હોમ એર કન્ડીશનરની (AC) જરૂર પડશે. ઉનાળાની શરૂઆત થતાં જ મોટાભાગના લોકો બહારના એક્સપર્ટ માણસોને બોલાવીને એસીની સર્વિસ (AC Service) કરાવે છે, જેમાં 500થી 1000 રૂપિયા ચૂકવવા પડે છે. આજે અમે તમને એવી ટેકનિક (AC service technique) શીખવાડીશું કે, જેનાથી તમે પાંચ મિનિટમાં અને બે રૂપિયામાં જાતે જ એસી સર્વિસ કરી શકો છો.
સૌ પ્રથમ, તમારે એસીની આગળની પેનલને ખોલવી પડશે, જેના માટે એસીની બાજુમાં એક પેનલ આપવામાં આવે છે. તેને આંગળીઓથી આગળ કરશો એટલે પેનલ ખુલી જશે. ખોલતાની સાથે તમારું ફિલ્ટર સામે દેખાશે. 90 ટકા કામ ફિલ્ટરની સફાઇ કરવાથી જ થઇ જાય છે. ધૂળને કારણે, ફિલ્ટર જ ચોક થઇ જાય છે. જો તમે તેને સાફ કરો તો પણ બાકીનાને સાફ કરવાની જરૂર નથી. જો વધારે સફાઇ કરવી હોય તો તમે એસીનો સફેદ આગળનો ભાગ ઉતારી લો.
કૂલિંગ કોઇલને સાફ કરવા માટે, એસીની સામે દેખાતા ત્રણ સ્ક્રૂ ખોલવા પડશે. તે પછી હવાને ઉપર નીચે કરતા સ્વિંગ ફ્લેપને ખોલો.
તેને નીચે કરશો તો તમને ત્યાં લોક દેખાશે, તમારે ફક્ત તેને રિલીઝ કરવું પડશે, તે પછી તે સરળતાથી બહાર આવી જશે. તે પછી તમને બે સ્ક્રૂ દેખાશે તેને ખોલી દો.
આ પછી, પેનલને કાઢવા માટે ઉપરનો જાળીવાળો ભાગ પાછો ખેંચી લેવાથી ધીમેધીમે તે ઢીલો થઇ જશે. જે પછી તમે પેનલને દૂર કરી શકો છો. હવે તેને સંપૂર્ણ રીતે સાફ કરો.
બાજુ પર રહેલા વાયર અને સર્કિટ્સને અડશો નહીં. આ પછી, તમારે જ્યાંથી નીચે તરફથી હવા આવે છે તે જગ્યા પણ સાફ કરવી પડશે. આ માટે, ભીના કપડું અથવા કોલિનનો ઉપયોગ પણ કરી શકો છો.
એસી સાફ કર્યા પછી, જે બે રૂપિયાની વાત કરવામાં આવી હતી તે શેમ્પૂનું નાનું પાઉચ લો. એસીના ફિલ્ટરને કાઢીને તેને પાણીથી સાફ કરો. ત્યારબાદ તેને શેમ્પૂના પાણીથી સારી રીતે સાફ કરો. પછી તેને પાણીથી ધોઇને તેને સૂકાવા દો. સૂકાયા પછી, બધા ભાગોને જે રીતે બહાર કાઢ્યા છે તે રીતે ફરીથી લગાવી દો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર