ડુંગળી સમારતી વખતે નહીં નીકળે આંખમાંથી પાણી, અજમાવી જૂઓ આ ટીપ્સ

News18 Gujarati
Updated: October 11, 2019, 4:53 PM IST
ડુંગળી સમારતી વખતે નહીં નીકળે આંખમાંથી પાણી, અજમાવી જૂઓ આ ટીપ્સ
આ ટીપથી લસણ ખૂબ જ ઝડપથી ફોલાઈ જશે અને તમારા હાથમાં લસણની ગંધ પણ નહીં આવે.

આ ટીપથી લસણ ખૂબ જ ઝડપથી ફોલાઈ જશે અને તમારા હાથમાં લસણની ગંધ પણ નહીં આવે.

  • Share this:

  •  ડુંગળી સમારતી વખતે આંખમાંથી ખૂબ જ પાણી નીકળતું હોય છે અને આંખો ખૂબ જ બળતી હોય છે. તો આંખમાંથી પાણી નીકળ્યા વગર ડુંગળી સમાપવી હોય સૌથી પહેલાં ડુંગળીના છાલ કાઢીને ઉપર અને નીચેના ડિંટાને કાઢી વચ્ચેથી કાપીને તેના બે ભાગ કરી, તેને એકદમ ઠંડા પાણીમાં પલાળી દો. તેનાથી ડુંગણી સમારતી વખતે આંખ નહીં બળે અને આંખમાંથી પાણી પણ નહીં આવે.

  • શું તમને પણ લસણ છોલવામાં આળસ આવી જાય છે? શું તમને પણ લસણ છોલવામાં વધુ સમય લાગી જાય છે? તો આજે અમે આપને એવી ટીપ્સ જણાવીશું જેનાથી લસણ ફક્ત 2 મિનિટમાં જ ફોલાઈ જશે. એ માટે રોટલી બનાવવીની લોખંડની તવીને સહેજ ગરમ કરો. ગરમ થાય એટલે તેની પર લસણની કળીઓ મૂકીને 1 મિનિટ બાદ ગૅસ બંધ કરી દો. આ ટીપથી લસણ ખૂબ જ ઝડપથી ફોલાઈ જશે. કારણ કે ગરમ થવાના કારણે તેની છાલ સહેજ દાજીને ગરમ થવાથી લસણની કળથી સહેજ અલગ થવા લાગે છે. તેથી સહેજ ગરમ થઈ જાય એટલે આ લસણની કળીને હાથથી મસળીને અથવા એક જાડા ટૉવેલમાં હળવા હાથમ મસળવાથી ફટાફચ છાલ નીકળી જશે. અને તમારા હાથમાં લસણની ગંધ પણ નહીં આવે.


  • લીલી ડુંગળી, કોથમીર કે મેથીને સમારી કાગળમાં કે છાપામાં સરખી રીતે લપેટી ફ્રીઝમાં રાખવાથી જલ્દી બગડશે નહીં. કાગળમાં વીંટવાના કારણે જલદી ચીમળાશે પણ નહીં અને તેમાં ભેજ પણ નહીં લાગે.

First published: October 11, 2019, 4:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading