Home /News /lifestyle /

Catch a Liar: ફોન પર જુઠ્ઠું બોલી રહેલી વ્યક્તિને કઈ રીતે પકડવી? જાણો ટ્રીક

Catch a Liar: ફોન પર જુઠ્ઠું બોલી રહેલી વ્યક્તિને કઈ રીતે પકડવી? જાણો ટ્રીક

જૂઠ્ઠાણું પાથરતા લોકો પ્રશ્નોના જવાબ આપતી વખતે વ્યૂહરચનાનો ઉપયોગ કરે છે.

Lifestyle Tips: જૂઠું બોલનાર વ્યક્તિને સીધો જવાબ આપવા માટે મજબૂર કરવા માટે સરળ પ્રશ્નો પૂછો. જ્યારે કોઈ સાદા હા કે નામાં જવાબ આપવામાં નિષ્ફળ જાય છે ત્યારે મોટાભાગે તે પ્રશ્નનો જવાબ આપવાનું ટાળવાનો પ્રયાસ કરે છે.

કોઈ વ્યક્તિ ફોન પર વાત કરતી વખતે સાચું બોલી રહી છે કે, જૂઠું તે કઈ રીતે જાણવું? આ પ્રશ્ન ઘણા લોકોને સતાવે છે. જોકે, સામાન્ય બુદ્ધિ વાપરીને પણ જીવનસાથી, મિત્ર અથવા અજાણી વ્યક્તિની બોલવાની રીતમાં રહેલા સંકેતોથી જૂઠ્ઠાણાને શોધી શકાય છો. કોઈ ફોન પર ખોટું બોલતા હોય તો પકડવા માટે નીચે દર્શાવેલ સંકેતો કામે લાગી શકે છે.

અહી આપેલી ટ્રિક્સ wikihowના અહેવાલ પર આધારિત છે.

1 - ગળું સાફ કરવું (Throat clearing)

જ્યારે લોકો નર્વસ હોય ત્યારે તેમના ગળાના સ્નાયુઓ સજ્જડ થઈ જાય છે. ત્યારે તેઓ ગળાને સાફ કરે તો સમજવું કે તે ખોટું બોલે છે. આ સિવાય અવાજમાં થોડો ઘોંઘાટ અથવા હંમેશ કરતાં વધુ કર્કશ અવાજ પણ અનુભવાય છે.

2 - ઊંચા અવાજે વાત કરવી (A high-pitched or loud voice)

ઊંચો અવાજ એ તણાવ અને સંભવિત અપ્રમાણિકતાની બીજી નિશાની પણ છે. જૂઠું બોલનારનો અવાજ ઘણી વાર ઊંચો હોય છે. બોલનારાના અવાજની તુલના તેના સામાન્ય અવાજ સાથે કરવાનો પ્રયાસ કરો. હકીકત સમજાઈ જશે.

3 - વાત કરતાં થંભી જવું અને ખચકાટ (Pauses and hesitation)

લોકોને જુઠ્ઠું બોલવા માટે સમયની જરુંર પડે છે. વાત સાચી લાગે તે માટે કોઈક વાર્તા બનાવવા વિચારવું જરૂરી હોય છે. તેઓ પ્રશ્નોના જવાબ આપવા માટે થોડા અચકાશે અને થોભી પણ શકે છે. આ સિવાય જુઠ્ઠુ બોલનારા માણસને પૂછવામાં આવેલ સવાલના જવાબ તે મસમોટું એક્સપ્લેનેશન આપે છે. એકંદરે તેમની વાત કુદરતી હોતી નથી.

4 - વચ્ચે-વચ્ચે સારૂં, હમ્મ જેવા ફિલર શબ્દોનો પ્રયોગ (Filler words like “um” and “well”)

જૂઠ્ઠુ બોલનારાએ વાતચીતમાં વિરામ લેવાની જરૂર પડે છે તેથી તેઓ આ સમયગાળાને ભરવા માટે અમુક શબ્દોનો ઉપયોગ કરતા જોવા મળે છે. નવર્સ લોકો Amm-Hmm, સારૂ, સરસ, તો, એમ કે, આ કારણ છે એમ, તમે જાણો છો, હે, અને જેમ જેવા ફિલર શબ્દો વાપરે છે. જોકે અમુક લોકોની બોલીમાં આ શબ્દો સામાન્ય હોય છે ત્યારે આ રીત ખોટી પડી શકે છે.

સાવધાન! બહારની પાણિપુરી નોતરી શકે છે આ ગંભીર બીમારીનું જોખમ

5 - "હું ધારું છું" અને "કદાચ" જેવા વાક્યોનો ઉપયોગ (Phrases like “I guess” and “maybe”)

અપ્રત્યક્ષ, અસ્પષ્ટ ભાષા પર ધ્યાન આપો. કેટલાક લોકો જૂઠું બોલવાનું ટાળવા માટે ઘણી અસ્પષ્ટતાનો ઉપયોગ કરે છે. ખોટી માહિતી પૂરી પાડવાની આ એક સામાન્ય રીત છે. ધ્યાન આપો કે જો કોઈ વ્યક્તિ "કદાચ," "હોઈ શકે છે," અથવા "હોવું જોઈએ" જેવા સરળ શબ્દોને બદલે "થઈ શકતું હતુ", " શક્ય હતું,”, થવું જોઇએ જેવા શબ્દો વાપરે તો તે જુઠ્ઠું બોલે છે.

6 - અસ્પષ્ટ-ખોટા નિવેદનો (Vague statements)

જૂઠ્ઠાણું પાથરતા લોકો પ્રશ્નોના જવાબ આપતી વખતે વ્યૂહરચનાનો ઉપયોગ કરે છે. પ્રામાણિક લોકો પાસે છુપાવવા માટે કંઈ હોતું નથી તેથી તેઓ વધુ વિગતોનો ઉપયોગ કરવાનું વલણ ધરાવે છે. જુઠ્ઠુ બોલનારા ખોટા નામ વાપરવા, પ્રવૃત્તિઓનું વર્ણન કરવા અને ટાઈમલાઈન રજૂ કરવા જતા હોય છે. તેઓ હું અથવા મારા જેવા સર્વનામોનો ઉપયોગ કરવાનું ટાળે છે.

7 - અવ્યવહારૂ વર્ણન (Out-of-character behavior)

જો અન્ય વ્યક્તિનું વર્તન થોડું વિચિત્ર લાગે તો તમારા હૃદય પર વિશ્વાસ કરો. જૂઠું બોલતી વ્યક્તિ વધુ વિશ્વાસપાત્ર દેખાવા માટે તેમના વ્યક્તિત્વમાં થોડો ફેરફાર કરી શકે છે. પ્રામાણિક દેખાવાના તેમના પ્રયાસના ભાગ રૂપે જૂઠ બોલનાર સામાન્ય રીતે ઘણા નકારાત્મક શબ્દોનો ઉપયોગ કરતા નથી.

જો તમે 5,10 અને 50 રૂપિયાની જૂની નોટોથી કરોડોની કમાણી કરવા માંગો છો તો સાવધાન!

8 : રક્ષાત્મક અભિગમ (Defensiveness)

જૂઠું બોલનાર ઘણીવાર અસ્વસ્થ થઈ શકે છે અથવા જ્યારે તેઓ પકડાઈ ગયાનું અનુભવે ત્યારે એટેકના મોડમાં જઈ શકે છે. શું ફોન પરની વ્યક્તિ શાંત લાગે છે અથવા જ્યારે તમે તેમને પ્રશ્નો પૂછો છો ત્યારે તે બેકફૂટ પર જાય છે ? "તમે બહુ વિચારી રહ્યા છો. હું એવો નથી. તને કોણે કીધું આવું બધું. "આ તેમના શબ્દો હોઈ શકે છે.

9 : વિષય બદલવો (Changing the subject)

જૂઠ બોલનાર વાર્તાલાપને સમાપ્ત કરવાનો પ્રયાસ કરે છે અથવા "હું તમારી પાસે પાછો આવીશ" જેવા વાક્ય વડે સમય કાઢી શકે છે. આ સિવાય તેઓ તમને કોઈ નવા વિષય પર આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યાં હોય અથવા કંઈક બીજું કરવાનું બહાનું આપી રહ્યાં હોય તો તે જુઠ્ઠું બોલી રહ્યાં હોવાનો સંકેત છે.

રીત – 10 : બધું હસવામાં લેવું (Laughing off issues)

રમૂજનો ઉપયોગ કરવાનો અર્થ વ્યક્તિની મૂંઝવણ અથવા અવગણના હોઈ શકે છે. અન્ય વ્યક્તિ તરફથી તમને મળતા કટાક્ષ અથવા મજાકના જવાબો પર ધ્યાન આપો. જો તે આ વિષયને ખૂબ હળવાશથી લેતો હોય તો તે જૂઠાણાની જવાબદારી લેવાનું ટાળવા માટે પોતાની ભૂમિકાને ઓછી કરવાનો પ્રયાસ કરી શકે છે.

11 : "હા" અથવા "ના" પ્રશ્નોથી બચવું

જૂઠું બોલનાર વ્યક્તિને સીધો જવાબ આપવા માટે મજબૂર કરવા માટે સરળ પ્રશ્નો પૂછો. જ્યારે કોઈ સાદા હા કે નામાં જવાબ આપવામાં નિષ્ફળ જાય છે ત્યારે મોટાભાગે તે પ્રશ્નનો જવાબ આપવાનું ટાળવાનો પ્રયાસ કરે છે. આ સ્પષ્ટ સંકેત છે કે તે પ્રમાણિક નથી..! ઉપરાંત જો બીજી વ્યક્તિ તમને પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કરી રહી હોય અથવા પ્રશ્ન પૂછવા બદલ તમને ખરાબ અનુભવવાનો પ્રયાસ કરી રહી હોય, તો તે ખોટું બોલી રહી હોવાની બીજી નિશાની છે.

12 : કોમ્યુનિકેશન પ્રોબ્લમ (Communication issues behind the lie)

કેટલાક લોકો જૂઠું બોલી શકે છે કારણ કે તેઓ વિચારે છે કે તેઓ તમને સત્ય કહી શકતા નથી. અહીં તમારી સ્માર્ટનેસ બતાવો અને અન્ય વ્યક્તિનો દૃષ્ટિકોણ જાણવા માટે પ્રશ્નો પૂછો. કદાચ તે તમારી સાથે જૂઠું બોલે છે કારણ કે તે તમારી સાથે ખુલ્લેઆમ અભિવ્યક્તિ અનુભવતો નથી. આ સિવાય તમને સંભળાય છે, અરે નથી સંભળાઈ રહ્યું તેવા શબ્દોનો ઉપયોગ પણ જુઠ્ઠું બોલવાના પ્રકારો છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Good Health, Lifestyle

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन