આ રીતે માથું ધોવાથી વાળમાં વારંવાર ડાઈ કે કલર કરવાની જરૂર નહીં પડે

News18 Gujarati
Updated: October 5, 2019, 4:08 PM IST
આ રીતે માથું ધોવાથી વાળમાં વારંવાર ડાઈ કે કલર કરવાની જરૂર નહીં પડે
જ્યારે પણ તમે વાળમાં કલર કરો તો 3 દિવસ સુધી શેમ્પૂ ન કરતા. કારણ કે વાળના ક્યૂટિકલને કલર લૉક કરવામાં પૂરતો સમય મળી રહે અને કલર લાંબા સમય સુધી રહે.

જ્યારે પણ તમે વાળમાં કલર કરો તો 3 દિવસ સુધી શેમ્પૂ ન કરતા. કારણ કે વાળના ક્યૂટિકલને કલર લૉક કરવામાં પૂરતો સમય મળી રહે અને કલર લાંબા સમય સુધી રહે.

  • Share this:
શું તમારા વાળમાં કલર કર્યા બાદ એક અઠવાડિયામાં જ વાળ પાછા સફેદ થઈ જાય છે? વાળમાં વારંવાર કલર કરીને તમે થાકી ચૂક્યા છો? પાર્લરમાં જઈને હજારો રૂપિયા ખર્ચ કરીને પણ લાંબા સમય સુધી સંતોષ નથી મળતો? આવા સંજોગોમાં ઝંઝટ વર્તાય તે વ્યાજબી છે. પરંતુ આજે અમે તમારા માટે કેટલીક એવી ટીપ્સ લઈને આવ્યા છે જે તમને હળવા કરી દેશે. આ ટીપ્સ અજમાવી તમારા વાળને લાંબા સમય સુધી ચકાવી શકાય છે. આ રીતે માથું ધોવાથી વાળમાં વારંવાર ડાઈ કે કલર કરવાની જરૂર નહીં પડે..

કલર લગાવ્યાના 3 દિવસ સુધી શેમ્પૂ ન કરશો
જ્યારે પણ તમે વાળમાં કલર કરો તો 3 દિવસ સુધી શેમ્પૂ ન કરતા. કારણ કે વાળના ક્યૂટિકલને કલર લૉક કરવામાં પૂરતો સમય મળી રહે અને કલર લાંબા સમય સુધી રહે.

સાચા શેમ્પૂનો ઉપયોગ કરો
ઘણાં લોકો કલર કર્યા બાદ નૉર્મલ શેમ્પૂનો ઉપયોગ કરે છે જે ખોટું છે. જો તમે એવું કરો છો તો આજે જ તમારી આદત બદલો. સલ્ફેટ ફ્રી શેમ્પૂનો ઉપયોગ કરો. તેનાથી લાંબા સમય સુધી વાળમાં કલર ટકી રહેશે.

ફિલ્ટર્ડ પાણીથી માથું ધૂવોવાળ ધોવા માટે નૉર્મલ પાણી કરતાં ફિલ્ટર્ડ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે નળમાં આવતા પાણીમાં ક્લોરિન અને કેમિકલ્સ રહેલા હોય છે, જે હેયર કલરને લાંબા સમય સુધી ટકવા નથી. જો આ કેમિકલ વાળ સુધી નહીં પહોંચે તો વાળમાં કલર લાંબા સમય સુધી ટકી રહે છે.

વધારે ગરમ પાણીનો વપરાશ
ક્યારેય ગરમ પાણીથી વાળ ન ધૂઓ. કારણ કે તેનાથી વાળ અને મોઈશ્ચર બંને ખતમ થઈ જાય છે.

આ પણ વાંચો - સંભોગ પૂર્વે મણાતા ઑરલ સેક્સમાં આ ચીજ મોં માં જવાથી કેન્સર થઈ શકે

આ પણ વાંચો - 10 મિનિટથી વધારે ફોન પર વાત કરવાથી ખતરો, જીવ ગુમાવવા પાછળનું મોટું કારણ જાણી લો
First published: October 5, 2019
વધુ વાંચો
अगली ख़बर