Home /News /lifestyle /ટુથબ્રશ લેતી વખતે ખાસ રાખો આ ધ્યાન, નહીં તો દાંત સડી જશે અને પેઢાને નુકસાન થશે
ટુથબ્રશ લેતી વખતે ખાસ રાખો આ ધ્યાન, નહીં તો દાંત સડી જશે અને પેઢાને નુકસાન થશે
આ ટાઇપના ટુથબ્રશ ખરીદો
How to buy a toothbrush: દરેક માણસોને ટુથબ્રશની જરૂર પડતી હોય છે. આ માટે ટુથબ્રશ લેતી વખતે નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જો તમે ટુથબ્રશ લેતી વખતે આ ધ્યાન રાખતા નથી દાંતને અનેક ઘણું નુકસાન થાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: રોજ સવારમાં આપણે બ્રશ કરતા હોઇએ છીએ. બ્રશ લેવાથી માંડીને બ્રશ કરતી વખતે નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જો તમે આ બાબતોનું ધ્યાન રાખો છો તો દાંત પણ જલદી બગડતા નથી અને તમારી હેલ્થ પણ અંદરથી સારી રહે છે. તમે દરેક લોકોના મોં પર સાંભળ્યુ હશે કે એક બ્રશ 15 થી 20 દિવસ કર્યા પછી એને બદલી નાંખવો જોઇએ. જો તમે બ્રશ જલદી બદલતા નથી તો તમારા દાંતને લાંબા ગાળે નુકસાન થાય છે. આમ, જો વાત કરવામાં આવે તો બ્રશ લેતી વખતે પણ નાની-નાની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. તો જાણી લો તમે પણ બ્રશ લેતી વખતે કઇ-કઇ બાબતોનું ખાસ ધ્યાન રાખશો.
ટુથબ્રશ લેતી વખતે હંમેશા એ વાતનું ખાસ ધ્યાન એ રાખો કે ટુથબ્રશ સારી કંપનીનું હોય. જો ટુથબ્રશ તમે સારી કંપનીનું લેતા નથી તો દાંતને અનેક ઘણું નુકસાન થાય છે.
ટુથબ્રશ લેતી વખતે હંમેશા આગળના પોશનને ધ્યાન રાખો. જો આગળનો ભાગ કડક હશે તો તમારા દાંતને અનેક ઘણું નુકસાન થાય છે. આ સાથે જ હંમેશા ટુથબ્રશ લેતા પહેલા સોફ્ટ છે કે નહીં એ પણ ચેક કરી લો.
ટુથબ્રશ કડક ના હોય એનું ખાસ ધ્યાન રાખો. જો ટુથબ્રશ કડક હોય છે તો દાંતને અનેક ઘણું નુકસાન થાય છે. આ માટે હંમેશા ટુથબ્રશ નરમ લો. ઘણાં લોકોને ટુથબ્રશ કડક લેવાની આદત હોય છે. જો તમે આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. હંમેશા ટુથબ્રશ સોફ્ટ લો.
ઘણાં લોકો પોતાનો ટુથબ્રશ બેથી ત્રણ મહિના સુધી બદલતા હોતા નથી. જો તમે પણ આટલો જૂનોને જૂનો ટૂથબ્રશ વાપરો છો તો તમારા દાંતને અનેક ઘણું નુકસાન થાય છે. આ માટે હંમેશા દર 15 થી 20 દિવસમાં તમે તમારો ટુથબ્રશ બદલી લો.
તમે તમારા ડોક્ટરને પૂછીને પણ ટુથબ્રશ લાવી શકો છો. આ સાથે જ તમે ડોક્ટરને ખાસ એ પૂછી લો કે ક્યારે ટુથબ્રશ બદલવો જોઇએ, કેવો ટુથબ્રશ લેવો જોઇએ..તમે પણ આ વિશેની જાણકારી મેળવી લો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર