મુસાફરી દરમિયાન ચક્કર કે ઉલટી આવે છે? આવી રીતે મેળવો છુટકારો

મુસાફરી દરમિયાન ચક્કર કે ઉલટી આવે છે? આવી રીતે મેળવો છુટકારો
પ્રતિકાત્મક તસવીર - Image/shutterstock

ઉલટી ઉબકાના કારણે મુસાફરીની મેમરી પણ ખરાબ થઈ જાય છે. મુસાફરીથી બીક લાગે છે. જો તમને પણ આ સમસ્યા નડતી હોય તો અહીં તેના કેટલાક ઉકેલ આપ્યા છે. જે સમસ્યાને દૂર કરશે

  • Share this:
ઘણા લોકોને બસ અથવા કારમાં મુસાફરી સમયે ચક્કર કે ઊલટી-ઊબકાની તકલીફ થાય છે. આવી સ્થિતિમાં મુસાફરીની મજા માણવાનો અવસર ચૂકી જવાય છે. પ્રવાસ કપાવો ખૂબ મુશ્કેલ બને છે. ઉલટી ઉબકાના કારણે મુસાફરીની મેમરી પણ ખરાબ થઈ જાય છે. મુસાફરીથી બીક લાગે છે. જો તમને પણ આ સમસ્યા નડતી હોય તો અહીં તેના કેટલાક ઉકેલ આપ્યા છે. જે સમસ્યાને દૂર કરશે.

મોઢામાં લવિંગ રાખો



મુસાફરી દરમિયાન ચક્કરની સમસ્યાથી નિવારણ માટે શેકેલા લવિંગની મદદ લઈ શકો છો. પ્રવાસ શરૂ કરતા પહેલાં તમારા મોઢામાં એક લવિંગ મૂકી રાખો. જો તમને આખો દિવસ લવિંગ ચાવવા ઇચ્છતા ન હોવ તો પછી તમે લવિંગ શેકીને તેનો પાવડર બનાવીને રાખી શકો છો. જ્યારે પણ ચક્કર આવે, ત્યારે તરત જ તેનું સેવન કરી શકો છો.

લીંબુ-મીઠું મદદરૂપ બનશે

મુસાફરી દરમિયાન ગભરામણ કે ઉલટી થવી અથવા ચક્કર આવવા જેવી તકલીફમાં લીંબુને પાણીમાં નીચોવી તેમાં મીઠું ઉમેરી તેનું સેવન કરવું જોઈએ. મુસાફરીએ જતા પહેલા પોતાની સાથે લીંબુ, મીઠું અને પાણી રાખતા ભૂલતા નહીં.

આ પણ વાંચો - બીજી દુનિયા અને એલિયનનું રહસ્ય ખુલશે! અમેરિકા UFO પર કરશે મોટો ખુલાસો

ખાટા ફળ અને જ્યુસ

મુસાફરી દરમિયાન તમારી સાથે ખાટા ફળો અથવા જ્યુસ રાખો. જ્યારે ઉલટી કે ચક્કર આવે ત્યારે તેનું સેવન કરવું જોઇએ. તેનાથી રાહત મળશે.

હળદર આપશે રાહત

મુસાફરી દરમિયાન હળદરને છીણી તેના કટકા કરી પોતાની પાસે રાખો. જ્યારે ઉલટી, ચક્કર કે ગભરામણ થાય ત્યારે હળદરના કટકાને મોઢામાં રાખી ચુસો. જો તમે ઇચ્છો તો મુસાફરીની શરૂઆતથી મૂળ જગ્યાએ પહોંચો ત્યાં સુધી હળદરનો ટુકડો મોઢામાં રાખી શકો છો.

ફુદીનો આપશે આરામ

મુસાફરી દરમિયાન ચક્કર આવવાં, ઊલટી થવી અથવા ગભરામણ થવા જેવી તકલીફોમાં ફુદીનો પણ રાહત આપી શકે છે. તમે ફુદીનાનું શરબત પી શકો અથવા પાણી રાખી શકો છો. સફર પહેલા તેને પી લો. તમે ઈચ્છો તો ફુદીનાની ગોળીની પણ મદદ લઈ શકો છો.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માન્યતા ઉપર આધારિત છે. ન્યૂઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા તજજ્ઞનો સંપર્ક કરો.)
Published by:News18 Gujarati
First published:June 25, 2021, 17:50 pm

ટૉપ ન્યૂઝ