Home /News /lifestyle /પાસપોર્ટ ખોવાઇ ગયો છે તો જરા પણ ચિંતા ના કરો, આ સરળ સ્ટેપ્સથી મેળવો નવો પાસપોર્ટ

પાસપોર્ટ ખોવાઇ ગયો છે તો જરા પણ ચિંતા ના કરો, આ સરળ સ્ટેપ્સથી મેળવો નવો પાસપોર્ટ

પાસપોર્ટ ખોવાઇ જાય ત્યારે ફોલો કરો આ સ્ટેપ્સ

Tips to Re-issue Passport: તમારો પાસપોર્ટ ખોવાઇ ગયો છે તો હવે તમારી ચિંતા કરવાની બહુ જરૂર નથી. તમે આ સ્ટેપ ફોલો કરો છો તો તમને સરળતાથી પાસપોર્ટ મળી જશે. આમ, તમને જણાવી દઇએ કે પાસપોર્ટ એ ખૂબ જરૂરી ડોક્યુમેન્ટ છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સામાન્ય રીતે ટ્રાવેલિંગ કરતી વખતે કેટલાક બેઝિક ડોક્યુમેન્ટસની જરૂર પડતી હોય છે. આ ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા ખૂબ જરૂરી છે. જ્યારે વાત પાસપોર્ટની આવે ત્યારે તમારે ઇન્ડિયાની બહાર ક્યાંય ફરવા જવું છે તો આ તમારી માટે જરૂરિયાત બની જાય છે. પાસપોર્ટ વગર તમે ભારત દેશની બહાર ફરવા જઇ શકતા નથી. જો કે ઘણી વાર જાણતા-અજાણતા આપણાંથી પાસપોર્ટ ખોવાઇ જતો હોય છે. જ્યારે પાસપોર્ટ ખોવાઇ જાય ત્યારે અનેક ઘણી તકલીફો આપણને પડતી હોય છે. પરંતુ આજે અમે તમને કેટલીક ટિપ્સ બતાવીશું જે તમે ફોલો કરશો તો તમારો ખોવાયેલો પાસપોર્ટ તમે બીજી વાર મેળવી શકો છો.

    ફરિયાદ કરો


    જ્યારે પણ તમારો પાસપોર્ટ ખોવાઇ જાય ત્યારે સૌ પ્રથમ તમે ફરિયાદ કરો. આ માટે તમે પાસપોર્ટની કોપી અને જરૂરી ડોક્યુમેન્ટ્સ લઇને તમે પોલીસ સ્ટેશનમાં જાવો અને ફરિયાદ નોંધાવો. આધાર કાર્ડની કોપી લઇને રિઝનલ પાસપોર્ટ ઓફિસમાં જાવો છો તો તમને પાસપોર્ટની કોપી મળી શકે છે.

    આ પણ વાંચો: તમારો ફેસ બહુ ઓઇલી છે?

    એપ્લાય કરો


    તમારો પાસપોર્ટ જ્યારે ખોવાઇ જાય ત્યારે તમે ઓફિશિયલ વેબસાઇટ પર જઇને લોગ ઇન કરો. ત્યારબાદ તત્કાલ ઓપ્શન પર ક્લિક કરો અને રી-ઇશ્યુના પાસપોર્ટનું બટન દબાવો. આમ કરવાથી તમને 14 દિવોસની અંદર નવું પાસપોર્ટ રી-ઇશ્યુ થશે.

    ફોર્મ સબમિટ કરો


    પાસપોર્ટ બીજી વાર મેળવવા માટે વેબસાઇટ પરથી તમે ફોર્મ ભરો. ફોર્મ પહેલા બરાબર વાંચી લો અને પછી સ્ટેપ બાય સ્ટેપ ભરો. ફોર્મમાં જણાવેલી વિગતો અનુસાર આગળ વધો. આમ કરવાથી તમે તમારી અપોઇમેન્ટ બુક કરાવી લો.

    આ પણ વાંચો: આ 5 ફેરફાર થાય તો સમજી લો વિટામીન ડીની છે ઉણપ

    પાસપોર્ટ સેવા કેન્દ્રની મુલાકાત લો


    તમે તમારી સુવિધા અનુસાર તારીખ અને સમય નક્કી કરીને પાસપોર્ટ સેવા કેન્દ્રમાં અપોઇમેન્ટ બુક કરાવી શકો છો. ત્યાબાદ અપોઇમેન્ટ રિસિપ્ટમાં તમને અપોઇમેન્ટ નંબર મળી જશે. આ માટે તમે ખાસ કરીને ભૂલ્યા વગર અપોઇમેન્ટ રિસિપ્ટની પ્રિન્ટ અને બધા ઓરિજનલ ડોક્યુમેન્ટ્સની સાથે નક્કી કરેલી તારીખ અને સમય પર પાસપોર્ટ કેન્દ્ર પર પહોંચી જાવો. અહિંયા તમે ફોર્મ ભરીને આગળની પ્રોસેસ કરો છો તો તમને નવો પાસપોર્ટ સરતાથી મળી રહે છે. આ સ્ટેપ ફોલો કરીને તમે તમારો નવો પાસપોર્ટ લઇ શકો છો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Travel, પાસપોર્ટ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन