પ્રેમ લગ્ન કરવા માટે પેરેન્ટ્સને આ રીતે મનાવો, બની જશે વાત!

News18 Gujarati
Updated: June 8, 2019, 3:10 PM IST
પ્રેમ લગ્ન કરવા માટે પેરેન્ટ્સને આ રીતે મનાવો, બની જશે વાત!
સૌથી પહેલો સવાલ એ છે કે શું તમે તમારા પાર્ટનરનું સન્માન આપો છો. શું તમે એકબીજાનું તમારા સંબંધનું માન જાળવી રાખો છો. શું તમે તેના વિચારો તમારાથી ભિન્ન હોવા છતાં તમારા પ્રેમને માન આપી આગળ વધી શકો છો?

  • Share this:
ઘણી વખત, સાથીથી જુદા થયા પછી પણ તેમની વગર મન ન લાગે તો પોતાના સંબંધને સફળ બનાવવા માટે મનથી કોશિશ કરવી જોઈએ.

લગ્ન એ એક એવો સંબંધ છે જે પ્રેમ અને વિશ્વાસના મજબૂત પાયા પર ટકેલો હોય છે. ઘણા યુગલો એવા હોય છે જે દુનિયાના તમામ વિરોધોનો સામનો કરવા છતાં એ જ હમસફરને પસંદ કરે છે જેને તેઓ પ્રેમ કરતા હોય. તેમાં ઘણાં એવા પણ હોય છે જે પેરેન્ટ્સની સામે નમી જાય છે. પરંતુ તમારા સંબંધને સફળ બનાવવા મનથી કોશિશ કરવી જોઈએ. એ વાત અલગ છે કે લવ મેરેજમાં પહેલી વખતમાં જ ઘરવાળા સપોર્ટ નથી કરતા, પરંતુ જો તમારું મન મક્કમ હોય તો તેમને પીગળવું જ પડે છે. આવો જાણીએ પેરેન્ટ્સને મનાવવાની રીત....

ભારતીય સમાજમાં જ્યારે જીવનસાથી પસંદ કરવાની વાત આવે ત્યારે મનપસંદ છોકરા કે છોકરીની વાત પેરેન્ટ્સને કરવી યોગ્ય નથી મનાતું. તેમજ તે સંસ્કારો વિરુદ્ધ પણ ગણાય છે. આવી પરિસ્થિતિમાં, તમારા પિતરાઈ કે ભાઈ-બહેનો દ્વારા તમારી પસંદગી વિશે માતા-પિતા સાથે વાત કરી શકો છો.

જો આ પછી પણ, તમારા માતાપિતા તમારી પસંદગીથી ગુસ્સે થાય અને નકારી કાઢવાની દરેક શક્યતા છે. તે સમયે તરત જ જવાબ આપશો નહીં. પરિસ્થિતિ ઠંડી થલવા પર એક નોટ મારફતે એક લાંબી લાગણીશીલ નોટ લખી તેમને સમજાવવાની કોશિશ કરો. અને તમારા પ્રેમીના ખૂબીઓ તેમને વધારી-ચઢાવીને ગણાવો. જો કોઈ પરિવારમાં કોઈએ પ્રેમ લગ્ન કર્યા છે, તો પોતાના મુદ્દાની પુષ્ટિ આપવા માટે તેનો નિર્દેશ પણ કરી શકો છો.

ડિપ્રેશનથી પીડિત વ્યક્તિ સાથે બને છે આવા બનાવ

જો માતાપિતા કોઈ પણ સંજાગોમાં લગ્ન માટે તૈયાર ન હોય, તો તેમને તમારા સાથીને મળવા માટે તો મનાવી જ લો. જો તેઓ માની જાય છે તો પોતાના સાથી પાસે જઈને સીધી જ વાત કરો અને તેમને જણાવો કે તમારી માટે એમને ગુમાવવો અત્યંત પીડાદાયક બનશે, તેથી જ્યારે તેઓ તમારા માતા-પિતાને મળે તો ખૂબ જ ધ્યાનથી સરળ વ્યવહહાર કરે. સાથે જ તેમને માતા-પિતાની પસંદગી પણ અગાઉથી જણાવો.
First published: June 8, 2019, 1:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading