Home /News /lifestyle /

સિંગલ યુઝ પ્લાસ્ટિક આરોગ્ય માટે છે ખતરનાક, જાણો શું કહે છે એક્સપર્ટ

સિંગલ યુઝ પ્લાસ્ટિક આરોગ્ય માટે છે ખતરનાક, જાણો શું કહે છે એક્સપર્ટ

પ્લાસ્ટિક લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે

Single Use Plastic: પ્લાસ્ટિક આપણા સ્વાસ્થ્યને સીધી અને આડકતરી રીતે પ્રભાવિત કરે છે. પ્લાસ્ટિક સદીઓ સુધી ડીકમ્પોઝ થતું નથી અને આનાથી વોટર પોલ્યુશન, એર પોલ્યુશન અને સોઇલ પોલ્યુશન થાય છે.

    મુંબઇ: કેન્દ્ર સરકારે 1 જુલાઇથી દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક (Single Use Plastic)ના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે આ પગલું પ્રદૂષણ વિરુદ્ધ ભર્યું હોવાનું મનાય છે. ભારતમાં પ્લાસ્ટિક 'વેસ્ટ પોલ્યુશન' (west pollution)નું સૌથી મોટું સ્ત્રોત બની ગયું છે. અનુમાન અનુસાર દેશમાં દર વર્ષે લગભગ 14 મિલિયન ટન પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે મોટા પ્રમાણમાં કચરો ફેલાય છે. પ્લાસ્ટિક લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. આનાથી ઘણા લોકો બીમારીઓની ઝપેટમાં આવી જાય છે. એક્સપર્ટ્સ પાસે જાણીએ કે પ્લાસ્ટિકનો ઉપયોગ સ્વાસ્થ્ય (health)માટે કેટલો ઘાતક સાબિત થઇ શકે છે.

    શું કહે છે એક્સપર્ટ?

    સર ગંગારામ હોસ્પિટલ (નવી દિલ્હી)ના ફિઝિશિયલ ડૉ. સોનિયા રાવત અનુસાર, પ્લાસ્ટિક આપણા સ્વાસ્થ્યને સીધી અને આડકતરી રીતે પ્રભાવિત કરે છે. પ્લાસ્ટિક (plastic) સદીઓ સુધી ડીકમ્પોઝ થતું નથી અને આનાથી વોટર પોલ્યુશન, એર પોલ્યુશન અને સોઇલ પોલ્યુશન થાય છે. આના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક સમુદ્રમાં પહોંચે છે અને સમુદ્રીય જીવ પ્લાસ્ટિક ગળી જાય છે. જેના લીધે માછલી અને અન્ય સી ફૂડ લેવાથી પ્લાસ્ટિકના ટુકડા માણસોનો પેટ સુધી પહોંચી શકે છે અને આંતરડામાં બ્લોકેજ કરી શકે છે.

    પેકેજીંગમાં થાય છે કેમિકલનો ઉપયોગ?

    ડૉ. સોનિયા રાવત અનુસાર ઘણી વખત ખાવાપીવાની વસ્તુઓના પેકિંગમાં કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. જેના લીધે લોકોની ઇમ્યુનિટી પર ખરાબ અસર પડે છે. લોકોએ પ્લાસ્ટિકના કન્ટેનર્સમાં ખાવાપીવાની વસ્તુઓનું પેકિંગ કરવાથી બચવું જોઇએ અને પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ પાણી પીવા માટે વાંસ અથવા કાચની બોટલનો ઉપયોગ કરવો જોઇએ.

    આ પણ વાંચો: Anxiety disorder: એન્ઝાઈટીના લક્ષણો શું છે? કઈ રીતે તેનાથી બચી શકાય?

    પર્યાવરણને પહોંચે છે નુકસાન

    ડોક્ટર્સના મતે ઘણી વખત પ્લાસ્ટિક આપણી હેલ્થને ડાયરેક્ટ પ્રભાવિત કરે છે તો ઘણી વખત ઇનડાયરેક્ટ રીતે પણ નુકસાન પહોંચાડે છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઇએ. પ્લાસ્ટિકથી વાતાવરણને ગંભીર નુકસાન પહોંચે છે અને લોકોને તેની કિંમત ચૂકવવી પડે છે. જો પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવામાં આવે તો પર્યાવરણમાં ઘણા પ્રકારનું પ્રદૂષણ ઘટી શકે છે અને તે આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Health Tips, Lifestyle tips, Plastic ban

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन