Home /News /lifestyle /પેન્શનરો માટે મહત્વનું: લાઈફ સર્ટિફિકેટનો પુરાવો ઑનલાઇન સબમિટ કેવી રીતે કરશો?

પેન્શનરો માટે મહત્વનું: લાઈફ સર્ટિફિકેટનો પુરાવો ઑનલાઇન સબમિટ કેવી રીતે કરશો?

pension: લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરો ઓનલાઈન

Important news for Pensioners: પેન્શનરો માટે લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે સરકારે વિવિધ વિકલ્પો આપ્યા છે. તો જાણી લો આ માટેની પ્રક્રિયા સરળ શબ્દોમાં

    લાઈફ સર્ટિફિકેટ દર વર્ષે 1 નવેમ્બરથી સબમિટ કરવાના હોય છે. જો કે, કેન્દ્ર સરકારે 80 અને તેથી વધુ વયના સિનિયર પેન્શનરોને વધારાનો સમય આપ્યો છે, જેઓ હવે 1 ઓક્ટોબરથી તેમના પ્રમાણપત્રો સબમિટ કરી શકે છે.

    પેન્શનરો માટે લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે સરકારે વિવિધ વિકલ્પો આપ્યા છે.

    લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરો ઓનલાઈન 

    પેન્શનર કાં તો બેંકો, પોસ્ટ ઓફિસો અને રાજ્ય/યુટી સરકારી કચેરીઓ જેવી પેન્શન વિતરણ એજન્સીઓ(PDA)ની પ્રત્યક્ષ રીતે મુલાકાત લઈને પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે અથવા તેને ડિજિટલ રીતે સબમિટ કરવાનું પસંદ કરી શકે છે.

    જો પેન્શનર PDA સમક્ષ શારીરિક રીતે હાજર થવા માંગતા ન હોય, તો તેઓ નિયત ફોર્મેટમાં કોઈપણ નિયુક્ત અધિકારી દ્વારા સહી કરેલું લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે.

    સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઑફિસ (CPIO) દ્વારા જારી કરાયેલ સ્કીમ બુકલેટ અનુસાર, આવા પેન્શનરોને વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપવામાં આવે છે.

    પેન્શનરો તેમના વાર્ષિક લાઈફ સર્ટિફિકેટ ઑનલાઇન સબમિટ કરવા માટે જીવન પ્રમાણ પોર્ટલનો ઉપયોગ કરી શકે છે. આ પદ્ધતિમાં પેન્શનરોએ જીવન પ્રમાણ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અને UIDAI દ્વારા પ્રમાણિત ડિવાઇસ દ્વારા મેળવેલ બાયોમેટ્રિક્સ સબમિટ કરવું પડશે.

    UIDAI જીવન પ્રમાણ ડિજિટલ સર્ટિફિકેટ માટે વ્યક્તિના બાયોમેટ્રિક્સને રેકોર્ડ કરવા માટે માન્ય તમામ ડિવાઇસનું લિસ્ટ જાળવી રાખે છે.

    ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (Meity) અને પોસ્ટ વિભાગની ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) એ 2020 માં પોસ્ટમેન દ્વારા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવા માટે ડોરસ્ટેપ સેવા શરૂ કરી હતી.

    પેન્શનરો Google PlayStore પરથી Postinfo એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ સુવિધાનો ઉપયોગ કરી શકે છે.

    સરકાર એલાયન્સ દ્વારા લાઈફ સર્ટિફિકેટ બનવવા અને સંગ્રહ માટે ડોરસ્ટેપ બેંકિંગ સેવાઓ પણ પૂરી પાડે છે. તેમાં 12 જાહેર ક્ષેત્રની બેંકોનો સમાવેશ થાય છે જે 100 મોટા શહેરોમાં સેવાઓ પૂરી પાડે છે.

    આ પણ વાંચો: પરપુરુષ સાથે સંબંધ હોય તો છૂટાછેડા બાદ મહિલા ભરણપોષણ માટે હકદાર નહીં: પંજાબ હાઈકોર્ટ

    ટોલ-ફ્રી નંબરો પર કરો બુકિંગ 

    પેન્શનર ડોરસ્ટેપ બેંકિંગ (DSB) મોબાઇલ એપ્લિકેશન, DSBની ઓફિશિયલ વેબસાઇટ અથવા ટોલ-ફ્રી નંબરો - 18001213721, 18001037188 દ્વારા સેવા બુક કરી શકે છે.

    લાઈફ સબમિટ કરવાની બીજી પદ્ધતિ UIDAI આધાર સોફ્ટવેર પર આધારિત ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની છે.



    તે પેન્શનરોને એન્ડ્રોઇડ ડિવાઇસમાંથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જનરેટ કરવાની મંજૂરી આપે છે. પેન્શનરનો લાઇવ ફોટો સ્માર્ટફોન દ્વારા કેપ્ચર કરવાનો રહેશે અને પછી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનાવવા માટે જીવન પ્રમાણ એપ પર અપલોડ કરવાનો રહેશે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Pension fund, Pensioner, Proof, પેન્શન

    विज्ञापन
    विज्ञापन