સ્પર્મ કેટલા સમય માટે મહિલાના શરીરમાં રહી શકે?

News18 Gujarati
Updated: June 8, 2018, 3:35 PM IST
સ્પર્મ કેટલા સમય માટે મહિલાના શરીરમાં રહી શકે?
વધુમાં દક્ષિણ કોરિયામાં યૌન સંબંધ પછી એક પુરુષ અને એક મહિલા પણ ડેન્ગ્યૂની ઝપેટમાં આવ્યા હતા. યુરોપિયન સેન્ટર મુજબ સીમન દ્વારા જૈપનીઝ ઇનસેફલાઇટસ જેને સામાન્ય ભાષામાં મગજનો તાવ કહેવાય છે તે બિમારી પણ ટ્રાંસફર થઇ શકે છે. શોધકર્તાએ જણાવ્યું કે અનેક ગંભીર વાયરસ સ્પર્મમાં ખૂબ લાંબા સમય સુધી રહી શકે છે. પુરુષ સેક્સ આર્ગન દ્વારા આનુવંશિક બિમારીઓ પણ પ્રસરે છે. આ શોધ દ્વારા અનુવાંશિક બિમારીઓના નિદાનમાં સહયોગ મળવાની સંભાવના પણ રહેલી છે.

શુક્રાણુ એક મહિલાના શરીરમાં 24 થી 48 કલાક સુધી જીવિત રહી શકે છે.

  • Share this:
કેટલો સમય એક્ટિવ રહે છે સ્પર્મ? જાણો વિજ્ઞાન શું કહે છે
જ્યારે સ્પર્મ ઇંડાની તરફ જાય છે, ત્યારે રેસમાં ઘણાં સ્પર્મ પાછળ રહી જતા હોય છે, ફક્ત હેલ્થી સ્પર્મ જ ઇંડા સુધી પહોંચી શકે છે.

ગર્ભાવસ્થા એક જટિલ પ્રક્રિયા છે. આ માટે ઘણાં મહિના સુધી ઓવુલેશન પર ધ્યાન આપવું પડે છે. સ્ત્રીના શરીરમાં સ્પર્મ એટલે કે શુક્રાણુ કેટલા સમય સુધી જીવતાં રહે છે, તેનાથી ગર્ભધારણમાં પણ ફરક પડે છે. ભાગદોડ અને તણાવથી ભરેલા રૂટિનને કારણે પુરુષોમાં શુક્રાણુઓની ગુણવત્તા ઘટી રહી છે. શુક્રાણુની સંખ્યામાં ઘટાડો તેમની ફળદ્રુપતા પર ખરાબ અસર કરે છે. વિજ્ઞાન મુજબ, સ્વસ્થ પુરુષોના શરીરમાં પ્રતિ સેકન્ડ 1500 શુક્રાણુઓ બને છે. જાણો શુક્રાણુઓના જીવનકાળ વિશે.

Image result for sperm

સેક્સ દરમિયાન, માત્ર એક કે બે શુક્રાણુઓ સ્ત્રીના ઇંડા સાથે પ્રજનન પ્રક્રિયા પૂર્ણ કરે છે. શુક્રાણુ એક મહિલાના શરીરમાં 24 થી 48 કલાક સુધી જીવિત રહી શકે છે. માનવ શરીર ગરમ અને મોઈસ્ટ હોય છે. તેથી શુક્રાણુઓ વધુ સમય સુધી જીવિત રહી શકે છે. શરીરની બહાર તે થોડીક જ મિનિટોમાં, વધુથી વધુ 2 કલાક સુધી જીવિત રહી શકે છે. શુક્રાણુઓની સંખ્યાની વાત કરીએ તો એક ઈજેક્યૂલેટમાં અંદાજિત 280 મિલિયન શુક્રાણુઓ હોય છે.

જ્યારે શુક્રાણુઓની સંખ્યા 10 મિલીયન કરતા ઓછી થઈ જાય છે, ત્યારે પ્રજનનક્ષમતા ઘટી જાય છે. શુક્રાણુની સંખ્યા 40 મિલિયનથી 300 મિલિયન વચ્ચે હોય તો તે પુરુષ સામાન્ય શ્રેણીમાં આવે છે.શુક્રાણુને પરિપક્વ થવા તેમજ પ્રજનન માટે સંપૂર્ણ રીતે તૈયાર થવા માટે લગભગ 46 થી 72 દિવસનો સમય લાગે છે. જેટલા પણ સ્પર્મ શરીરની બહાર નીકળે છે તેમાંથી તમામ શુક્રાણુઓ સંપૂર્ણપણે તંદુરસ્ત નથી હોતા. લગભગ 90% સ્પર્મ ખરાબ હોય છે. જ્યારે સ્પર્મ ઇંડાની તરફ જાય છે, તે દરમિયાન ઘણાં બધા સ્પર્મ પાછળ જ રહી જાય છે. ફક્ત તંદુરસ્ત શુક્રાણુઓ જ ઇંડા સુધી પહોંચી શકે છે.
First published: June 8, 2018, 3:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading