Home /News /lifestyle /Jeera Water Benefits: ફટાફટ વજન ઘટાડવાથી લઇને ડાયાબિટીસ સુધોનો રામબાણ ઇલાજ છે જીરાનું પાણી
Jeera Water Benefits: ફટાફટ વજન ઘટાડવાથી લઇને ડાયાબિટીસ સુધોનો રામબાણ ઇલાજ છે જીરાનું પાણી
જીરાનું પાણી પીવાથી શરીરને એક સાથે ઘણાંબધા ફાયદાઓ.
જીરૂ(Cumin) દરેક ભારતીય રસોડામાં દૈનિક ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રીઓ પૈકી એક છે. ભોજનનો સ્વાદ વધારવાની સાથે જીરામાં અનેક ઔષધિય ગુણો(Health Benefits of Cumin) પણ રહેલા છે. જીરાને વજન ઘટાડવા(Weight loss) માટે સૌથી વધુ કારગર માનવામાં આવે છે.
Jeera Water Benefits: જીરૂ(Cumin) દરેક ભારતીય રસોડામાં દૈનિક ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રીઓ પૈકી એક છે. ભોજનનો સ્વાદ વધારવાની સાથે જીરામાં અનેક ઔષધિય ગુણો(Health Benefits of Cumin) પણ રહેલા છે. જીરાને વજન ઘટાડવા(Weight loss) માટે સૌથી વધુ કારગર માનવામાં આવે છે. આ સિવાય જીરૂ તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખશે અને તમારા શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢશે. તો આવો જાણીએ સ્વાસ્થ્યવર્ધક જીરાના અનેક શારિરીક ફાયદાઓ વિશે.
વજન ઘટાડવા શા માટે ફાયદાકારક છે જીરૂ?
જીરામાં એવા તત્વો હોય છે જે ફેટ ઘટાડવામાં મદદ કરે છે. આયુર્વેદ અનુસાર, જીરૂ નિયમિત આહારમાં સામેલ કરવું જોઇએ. તે પાચનક્રિયા સ્વસ્થ બનાવે છે અને તેથી જ વજન ઘટાડવામાં મદદ મળે છે.
જીરાને પાણીમાં પલાળવાથી શું થાય છે?
આહારમાં જીરાને સામેલ કરવા સિવાય ઘણા લોકો જીરાના પાણીનું સેવન કરવાનું પસંદ કરે છે. જીરાને પાણીમાં પલાળવાથી ઓસ્મોસિસ નામક એક નેચરલ પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયામાં જીરાના તમામ પોષક તત્વો પાણીમાં ભળી જાય છે, જેના કારણે પાણીનો રંગ પીળો થઇ જાય છે. જીરાના પાણીનું સેવન કરવાથી તમારું વજન કન્ટ્રોલમાં રહેશે.
જીરામાં માત્ર 7 કેલેરી હોય છે. તેથી તે વજન ઘટાડવામાં મદદરૂપ છે. તેને ડિટોક્સ ડ્રિંક પણ કહેવામાં આવે છે.
જીરા પાણીના અન્ય ફાયદાઓ
સ્વસ્થ પાચનક્રિયા માટે
જીરાનું પાણી તમારા પેટ માટે અને પાચન ક્રિયા માટે ખૂબ ફાયદાકારક છે. તે બ્લોટિંગ, અપચો અને એસિડિટી જેવી સમસ્યાઓથી છૂટકારો અપાવવામાં મદદ કરે છે. તે તમને પેટના દુખાવામાં પણ રાહત આપશે.
સુંદર ત્વચા
જીરાનું પાણ તમારા પેટ ઉપરાંત તમારી ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. જીરામાં કેલ્શિયમ, પોટેશિયમ, કોપર અને મેંગનીઝ હોય છે જે ગ્લોઇંગ સ્કિન માટે ખૂબ જરૂરી છ. જીરાનું પાણી તમારી ત્વચાને મુલાયમ બનાવશે.
ડાયાબિટીસ હાલ મોટા ભાગના લોકો માટે સમસ્યા રૂપ બની છે. જીરાનું પાણી ડાયાબિટીસના દર્દીઓ માટે એકદમ યોગ્ય પ્રવાહી પદાર્થ છે. બ્લડ શુગર લેવલને ઘટાડવા માટે રોજ સવારે ખાલી પેટ જીરાનું પાણી પીવાથી ફાયદો થાય છે. જીરૂ ઇન્સુલિન ઉત્પાદનને વધારવામાં અને બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદગાર સાબિત થશે.
બ્લડ પ્રેશરને કરશે નિયંત્રિત
જીરામાં પોટેશિયમ પ્રચૂર માત્રામાં હોય છે. જીરાનું પાણી હાઇ બ્લડ પ્રેશરના ઇલાજ માટે સૌથી વધુ ફાયદાકારક છે. જીરાનું પાણી પીવાથી શરીરમાં મીઠાનું પ્રમાણ સંતુલિત રહેવાથી બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ બને છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર