Home /News /lifestyle /

Relationship: જાણો માઈક્રોચીટિંગ એટલે સંબંધોમાં છેતરપિંડીનો આરંભ, તેને કેવી રીતે ઓળખી શકાય?

Relationship: જાણો માઈક્રોચીટિંગ એટલે સંબંધોમાં છેતરપિંડીનો આરંભ, તેને કેવી રીતે ઓળખી શકાય?

જાણો માઈક્રોચીટિંગ એટલે સંબંધોમાં છેતરપિંડીનો આરંભ,

What is micro cheating in relationship: શું તમે ક્યારેય માઈક્રો ચીટિંગ વિશે સાંભળ્યું છે? આ છેતરપિંડીનો એક પ્રકાર છે. જે સામાન્ય હોવા છતાં ભાગ્યે જ ચર્ચામાં આવે છે. ઘણી વખત વ્યક્તિને એ પણ ખબર હોતી નથી કે તે તેના પાર્ટનર સાથે જાણ્યે-અજાણ્યે માઈક્રોચીટિંગ કરી રહ્યો છે.

વધુ જુઓ ...
    What is micro cheating: તમે પ્રેમમાં મળેલી છેતરપિંડી (Cheating in relationship) ના સમાચારો અને વાર્તાઓ તો ઘણા વાંચ્યા અને સાંભળ્યા હશે, પરંતુ શું તમે ક્યારેય માઈક્રો ચીટિંગ વિશે સાંભળ્યું છે? આ છેતરપિંડીનો એક પ્રકાર છે. જે સામાન્ય હોવા છતાં ભાગ્યે જ ચર્ચામાં આવે છે. ઘણી વખત વ્યક્તિને એ પણ ખબર હોતી નથી કે તે તેના પાર્ટનર સાથે જાણ્યે-અજાણ્યે માઈક્રોચીટિંગ કરી રહ્યો છે. વાસ્તવમાં માઈક્રો-ચીટિંગ કરનાર વ્યક્તિ તેના પાર્ટનર સાથેના સંબંધો પ્રત્યે ઓછી પ્રામાણિક હોય છે. જો કોઈ પ્રતિબદ્ધ વ્યક્તિનો ઝુકાવ તેના પાર્ટનર સિવાય અન્ય કોઈ વ્યક્તિ તરફ જવા લાગે અથવા તે કોઈ બીજા પ્રત્યે ઈમોશનલ એટેચમેન્ટ અનુભવે તો તે વાસ્તવમાં માઈક્રો ચીટિંગનું એક સ્વરૂપ છે. જો તમે અત્યાર સુધીમાં આ પ્રકારની છેતરપિંડી વિશે જાણતા નથી, તો અમે તમને તેના વિશે જણાવી રહ્યાં છીએ.

    માઇક્રોચીટિંગને કેવી રીતે ઓળખવું?


    જીવનસાથી કે પ્રેમી વચ્ચે ઝઘડા વધે


    જો તમારા અને તમારા જીવનસાથી વચ્ચેના વિવાદો સતત વધી રહ્યા છે, તો તેનું કારણ માઇક્રો-ચીટિંગ પણ હોઈ શકે છે. વાસ્તવમાં કોઈ બીજાની નજીક વધવાથી તમને તે બીજી વ્યક્તિની સંગત ગમવા લાગે છે અને તમે કમિટેડ પાર્ટનરથી દૂર થવાનું શરૂ કરો છો. તેનાથી બંને વચ્ચે અણગમો પેદા થાય છે, જે નાની નાની બાબતોના ઝઘડાઓથી શરૂ થાય છે.

    આ પણ વાંચો: Rava Halva Recipe: રાતનાં ભોજન બાદ કંઈક મીઠું ખાવાનું મન થાય તો બનાવો સોજીનો હલવો

    વ્યક્તિ આખો દિવસ ફોન પર હોય છે


    માઇક્રો-ચીટિંગ શોધવાનો એક સરળ રસ્તો એ છે કે વ્યક્તિની પ્રવૃત્તિ પર ધ્યાન આપવું જોઈએ. જો કોઈ વ્યક્તિ આખો દિવસ ચેટ અથવા કોલ પર પસાર કરે છે, તો તે શક્ય છે કે તે તેના પાર્ટનર સાથે માઇક્રો-ચીટિંગ કરી રહ્યો હોય.

    પ્રસંગોમાં એકલા જવાની આદત


    જે લોકો પોતાના પાર્ટનરમાં રસ ગુમાવે છે અથવા કોઈ બીજા સાથે નજીક આવવા લાગે છે, તો તેઓ તેમના પાર્ટનર સાથે કોઈપણ ઈવેન્ટમાં જવાનું પસંદ કરતા નથી. આને માઇક્રો-ચીટિંગની નિશાની પણ ગણી શકાય.

    ભૂતપૂર્વ પ્રેમીની સંગતમાં રહેવું


    માઇક્રો-ચીટિંગ લોકો તેમના ભૂતપૂર્વ પ્રેમી કે પ્રેમિકાને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે અને ઘણી વખત તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે. વ્યક્તિની આ આદત દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક તે હજી પણ તેના ભૂતપૂર્વ સંબંધ સાથે ભાવનાત્મક જોડાણ અનુભવે છે.

    આ પણ વાંચો: Dengue: ચોમાસામાં વધી શકે છે ડેન્ગ્યુનો ખતરો, જો દેખાય આટલા લક્ષણ તો તુરંત ડોક્ટરની મુલાકાત લો

    ફોનમાં ડેટિંગ એપ્સ હોવી


    જો તમે કોઈ વફાદાર કે પ્રતિબદ્ધ વ્યક્તિના ફોન પર ડેટિંગ એપ્સ જુઓ છો, તો આ માઇક્રો ચીટિંગની નિશાની પણ હોઈ શકે છે. સામાન્ય રીતે કમિટમેન્ટ પછી લોકોના ફોનમાં આવી એપ્સ હોતી નથી,  આમ માઇક્રો ચીટિંગ કે નાનકડી છેતરપિંડીને ઓળખવી ઘણી સહેલી છે.
    Published by:Rahul Vegda
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन