જ્યારે તમારા ડોક્ટર તમને બ્લડ પ્રેશર (Blood Pressure) મેઝરમેન્ટ નિયમિત કરવાનું કહે ત્યારે તેનો અર્થ છે કે તે તમારી દિનચર્યા માટે સૌથી મહત્વનો ભાગ છે. બ્લડ પ્રેશર આપણા રક્ત દ્વારા ધમનીઓ પર કરવામાં આવતું બળ છે. જેમ જેમ તમારું હ્યદય પંપિંગ કરે છે, તેમ તે તમારા સમગ્ર શરીરમાં લોહી વહન કરતી ધમનીઓ દ્વારા લોહીને બહાર કાઢે છે. આ ધમનીઓનો આકાર ત્યાં સુધી સંકોચિત રહે છે, જ્યાં સુધી નાની રક્ત વાહિનીઓ ન બની જાય, જેને કોશિકાઓ કહેવામાં આવે છે. રૂધિરકેશિકા સ્તરે ઓક્સિજન (Oxygen)અને પોષક તત્વો તમારા લોહીમાંથી મુક્ત થાય છે અને અંગો સુધી પહોંચાડવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો બ્લડ પ્રેશરને પણ અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવે છે. તો ચાલો નજર કરીએ બ્લડ પ્રેશરના વિવિધ (Blood Pressure Symptoms)પ્રકાર અને લક્ષણો વિશે.
બ્લડ પ્રેશરના વિવિધ પ્રકારો
આપને જણાવી દઇએ કે બ્લડ પ્રેશરને અલગ-અલગ 5 કેટેગરીમાં વહેંચવામાં આવે છે.
પ્રી-હાઇપરટેન્શન
જ્યારે તમે તમારા રૂટિન ચેકઅપ માટે ડૉક્ટરની મુલાકાત લો છો, ત્યારે તમારું બ્લડ પ્રેશર પહેલા ચેક કરવામાં આવે છે. તમારા હાથની ફરતે વીંટાળેલા બેન્ડ સાથે મશીન દ્વારા બ્લડ પ્રેશર માપવામાં આવે છે. આ માપ જણાવશે કે બ્લડ પ્રેશર નોર્મલ છે, નીચું છે, ઊંચું છે કે તેની વચ્ચે છે. જ્યારે તે હાઈ બ્લડ પ્રેશરના સ્તરે ન પહોંચે, પરંતુ તે સામાન્ય કરતા વધારે હોય છે, ત્યારે તેને "પ્રી-હાઈપરટેન્શન" ગણવામાં આવે છે.
હાઇપરટેન્શન
હાઈ બ્લડ પ્રેશર (હાઇપરટેન્શન) એ એક સામાન્ય સ્થિતિ છે, જેમાં તમારી ધમનીની દિવાલો પર લોહીનું દબાણ એટલું ઊંચું હોય છે કે તે આખરે હૃદય રોગ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. બ્લડ પ્રેશર તમારા હ્યદય દ્વારા પંપ કરવામાં આવતા લોહીની માત્રા અને ધમનીઓમાં રક્ત પ્રવાહના પ્રતિરોધની માત્રા બંનેના આધારે નક્કી થાય છે. તમારું હૃદય જેટલું વધારે લોહી પંપ કરે છે અને તમારી ધમનીઓ જેટલી સાંકડી થાય છે, તમારું બ્લડ પ્રેશર એટલું જ વધારે હોય છે.
આ સ્થિતિમાં, બ્લડ પ્રેશર રીડિંગ્સ સતત 130થી 139 સિસ્ટોલિક અથવા 80થી 89 mm Hg ડાયસ્ટોલિક સુધીની હોય છે. હૃદયરોગ અને સ્ટ્રોકના જોખમને ઘટાડવા માટે ડૉક્ટરો બ્લડ પ્રેશરની દવાઓ અને જીવનશૈલીમાં કેટલાક ફેરફારો સૂચવે છે.
* હાઇપરટેન્શન સ્ટેજ – 2
આ સ્થિતિમાં બ્લડ પ્રેશર રીડિંગ સતત 140/90 mm Hg અથવા તેથી વધુ હોય છે. ડોકટરો દવાઓ અને જીવનશૈલીમાં ફેરફાર બંનેની સલાહ આપે છે.
હાઇ બ્લડ પ્રેશરના લક્ષણો
હાઈ બ્લડ પ્રેશરના કોઈ ચોક્કસ લક્ષણો નથી હોતા અને તેથી હાયપરટેન્શનને "સાયલન્ટ કિલર" તરીકે લેબલ આપવામાં આવ્યું છે. લાંબા સમયથી હાઈ બ્લડ પ્રેશર હાર્ટ એટેક, કિડની રોગ અથવા સ્ટ્રોક સહિતની બહુવિધ સમસ્યાઓ ઊભી કરી શકે છે. બ્લડ પ્રેશર રીડિંગ પારાના મિલીમીટર (mm Hg) માં આપવામાં આવે છે. તેમાં બે નંબર હોય છે – સિસ્ટોલિક પ્રેશર (પ્રથમ નંબર) અને ડાયાસ્ટોલિક પ્રેશર(બીજો નંબર).
તમારા રોજીંદા જીવનમાં થોડા ફેરફાર કરીને અને દિવસમાં થોડી કસરતને તમારી દિનચર્યાનો ભાગ બનાવીને તમે હાઈ બ્લડપ્રેશરથી બચી શકો છો. આ સિવાય ધુમ્રપાન ન કરો, વજન બેલેન્સ કરો, શરાબનું સેવન ટાળો, લો-સોડિયમ અને લો-ફેટ ડાયટ લો, તણાવથી દૂર રહો, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ યુક્ત ખોરાક જેમ કે કેળા અને દૂધને તમારા ડાયટમાં સામેલ કરો. 35 વર્ષની ઉંમર બાદ નિયમિત બ્લડ પ્રેશર તપાસો.
હાઇપોટેન્શન
લો બ્લડ પ્રેશર (હાયપોટેન્શન) ત્યારે થાય છે, જ્યારે બ્લડ પ્રેશર સામાન્યથી નીચે આવે છે. 90/60 mm Hg અથવા તેનાથી નીચે હોય ત્યારે ડોકટરો લો બ્લડ પ્રેશર હોવાનું કહે છે. સામાન્ય રીતે, ડૉક્ટરો માત્ર ત્યારે જ હાઈપોટેન્શનની સારવાર કરે છે જો તે ગંભીર લક્ષણોનું કારણ બની શકે છે. લો બ્લડ પ્રેશર અસ્થાયી એટલે કે ટૂંકા સમય માટે હોઈ શકે છે, અથવા તે ક્રોનિક (લાંબા સમય સુધી) પણ હોઈ શકે છે.
લો બ્લડ પ્રશર માટેના ઉપાયો
-પુષ્કળ માત્રામાં પ્રવાહીનું સેવન કરો.
-શરાબનું સેવન ઓછું અથવા નહિવત કરો.
-હાઇડ્રેટેડ રહો, ખાસ કરીને ગરમ હવામાન દરમિયાન અથવા વાયરલ ફ્લૂ દરમિયાન
-નોન-આલ્કોહોલિક પીણાં વધુ પીવો
-રક્ત પ્રવાહને વધારવા માટે નિયમિતપણે વ્યાયામ કરો
-ઝડપથી બેસવાનું કે ઊભા રહેવાનું ટાળો
-ભારે વસ્તુઓ ઉપાડવાનું ટાળો
-લાંબા સમય સુધી એક જ જગ્યાએ સ્થિર રહેવાનું ટાળો
-લાંબા સમય સુધી ગરમ પાણીના સંપર્કમાં ન રહો.
-ભોજન બાદ ચક્કર ન આવે તે માટે સમયાંતર કંઇક ખાવું.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર