Home /News /lifestyle /

Child health: બાળક 9 કલાકથી વધુ ઊંઘ લે તે જરૂરી, નહીંતર થઈ શકે આવી સમસ્યા, જાણો શું કહે છે અભ્યાસ

Child health: બાળક 9 કલાકથી વધુ ઊંઘ લે તે જરૂરી, નહીંતર થઈ શકે આવી સમસ્યા, જાણો શું કહે છે અભ્યાસ

બાળક 9 કલાકથી વધુ ઊંઘ લે તે જરૂરી, નહીંતર થઈ શકે આવી સમસ્યા

અલગ અલગ કારણોસર ઘણા બાળકો પૂરતી ઊંઘ (Sleeping time for kids) લઈ શકતા નથી. ત્યારે નવા અભ્યાસ અનુસાર, દિવસમાં 9 કલાકથી ઓછી ઊંઘ લેનાર બાળકોને શારીરિક અને માનસિક સમસ્યાનો સામનો (Children need at least 9 hours of sleep) કરવો પડે છે.

  બાળકોના શારીરિક વિકાસ (Physical development for child) માટે પૂરતી ઊંઘ જરૂરી છે. પણ અલગ અલગ કારણોસર ઘણા બાળકો પૂરતી ઊંઘ (Sleeping time for kids) લઈ શકતા નથી. ત્યારે નવા અભ્યાસ અનુસાર, દિવસમાં 9 કલાકથી ઓછી ઊંઘ લેનાર બાળકોને શારીરિક અને માનસિક સમસ્યાનો સામનો (Children need at least 9 hours of sleep) કરવો પડે છે.

  બાળકોની ઊંઘ બાબતે લેન્સેટ ચાઇલ્ડ એન્ડ એડોલસેન્ટ હેલ્થ જર્નલમાં અભ્યાસ પ્રકાશિત થયો છે. આ અભ્યાસ યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ સ્કૂલ ઓફ મેડિસિન (UMSOM) સંશોધકોની આગેવાની હેઠળના કરવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક શાળાની વયના બાળકોને આવરી લેવામાં આવ્યા હતા. અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, દરરોજ 12 કલાક જેટલી ઊંઘ લેતા હોય તેના કરતાં 9 કલાકથી ઓછી ઊંઘ લેનાર બાળકોના મગજના અમુક ભાગમાં અસર થઈ હતી. મગજનો આ ભાગ યાદશક્તિ અને બુદ્ધિ સહિતની બાબતો પાછળ જવાબદાર હોય છે.

  આ પણ વાંચો: જાણી લો કિડની ઇન્ફેક્શનના લક્ષણો, તેનાથી બચવા અપનાવો આ ઘરેલું ઉપાય

  બાળકને કઈ આડઅસર થઈ શકે?


  9 કલાકથી ઓછી ઊંઘ લેતા હોય તેવા બાળકોમાં હતાશા, ચિંતા અને આવેગજન્ય વર્તણૂંકો જેવી અસર જોવા મળી શકે. અપૂરતી ઊંઘને યાદશક્તિ, સમસ્યાના સમાધાન અને નિર્ણય લેવાની જ્ઞાનાત્મક મુશ્કેલીઓ સાથે પણ સાંકળવામાં આવી હતી.

  બાળકો માટે કેટલી ઊંઘ જરૂરી?


  ધ અમેરિકન એકેડેમી ઓફ સ્લીપ મેડિસિન મુજબ 6થી 12 વર્ષની વયના બાળકોના સારા આરોગ્ય માટે નિયમિત રાત્રે 9થી 12 કલાકની ઊંઘ જરૂરી છે. અત્યાર સુધી કોઈ પણ અભ્યાસમાં પ્રી-ટીન્સમાં ન્યુરોકોગ્નિટિવ વિકાસ પર અપૂરતી ઊંઘની લાંબાગાળાની અસરની તપાસ કરવામાં આવી નથી.

  આ અભ્યાસ માટે સંશોધકોએ 9થી 10 વર્ષની વયના 8,300થી વધુ બાળકોના ડેટાની તપાસ કરી હતી. આ બાળકોમાં Adolescent Brain Cognitive Development જોવા મળ્યું હતું. સંશોધકોએ MRI ઇમેજ, તબીબી રેકોર્ડ્સ અને સર્વેની તપાસ કરી હતી. જેના પરથી વિવિધ તારણો કાઢવામાં આવ્યા હતાં.

  પૂરતી ઊંઘ ન લેતા લોકો માટે લાંબાગાળાના નુકસાન તરફ ધ્યાન દોરે છે તારણો


  અભ્યાસના તારણો બાબતે UMSOMમાં ડાયગ્નોસ્ટિક રેડિયોલોજી અને ન્યુક્લિયર મેડિસિનના પ્રોફેસર, પીએચડી, સંબંધિત લેખક ઝે વાંગે જણાવ્યું હતું કે, અમને જાણવા મળ્યું છે કે, જે બાળકો અભ્યાસની શરૂઆતમાં રાત્રે નવ કલાકથી ઓછી ઊંઘ લેતા હતા તેમનામાં યોગ્ય ઊંઘ લેનારની સરખામણીએ ધ્યાન અને યાદશક્તિ માટે જવાબદાર મગજના કેટલાક વિસ્તારોમાં ગ્રે એરિયાનું પ્રમાણ હતું. બંને વચ્ચેના આ તફાવતો બે વર્ષ પછી પણ ચાલુ રહ્યા હતા. જે ચિંતાજનક તારણ છે. આ તારણ પૂરતી ઊંઘ ન લેતા લોકો માટે લાંબા ગાળાના નુકસાન તરફ ધ્યાન દોરે છે.

  બાળકોમાં ન્યુરોકોગ્નિટિવ ડેવલપમેન્ટ પર ઊંઘના અભાવની લાંબા ગાળાની અસર દર્શાવવા માટે આ પ્રકારનું તારણ પ્રથમ વખત સામે આવ્યું છે. ડો.વાંગ અને તેમના સાથીદારોના જણાવ્યા અનુસાર, આ તારણ બાળકો માટે કેટલી ઊંઘ જરૂરી છે તેના પર પ્રકાશ પાડે છે.

  અભ્યાસમાં સામાજિક-આર્થિક, લિંગ, તરુણાવસ્થા જેવા પાસાઓને ધ્યાનમાં લેવાયા


  ફોલો-અપ એસેસમેન્ટ સંશોધન ટીમે શોધી કાઢ્યું હતું કે, જે બાળકો પૂરતી ઊંઘ લે છે તેઓ ધીમે ધીમે બે વર્ષ સુધી ઓછી ઊંઘવાનો ટ્રેન્ડ ધરાવે છે. જેના પાછળ તેઓ કિશોરાવસ્થામાં પ્રવેશવા લાગતા હોવાનું કારણ જવાબદાર છે.

  જ્યારે અપૂરતી ઊંઘ લેનાર બાળકોની ઊંઘની પેટર્નમાં ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. સંશોધકોએ આ અભ્યાસમાં બાળકોની ઊંઘને અસર કરનાર સામાજિક-આર્થિક, લિંગ, તરુણાવસ્થા જેવા પાસાઓને પણ અભ્યાસમાં સામેલ કર્યા હતા.

  અભ્યાસ અંગે ડો. વાંગે જણાવ્યું કે, અમને કિશોરાવસ્થા પહેલાના મગજ પર ખૂબ ઓછી ઊંઘ પર લાંબાગાળાની અસરને વધુ સારી રીતે સમજવામાં મદદ મળી શકે તે માટે અમે બંને જૂથોને શક્ય તેટલી નજીકથી મેચ કરવાનો પ્રયાસ કર્યો હતો. અમારી શોધની પુષ્ટિ કરવા અને ઉંઘની ટેવમાં સુધારો કરી શકે છે કે કેમ તથા ન્યુરોલોજીકલ ખામી રિકવર થઈ શકે છે કે કેમ? તે જોવા માટે વધારાના અભ્યાસની જરૂર છે.

  બાળકોની પૂરતી ઊંઘ માટે શું કરી શકાય?


  અમેરિકન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સ દ્વારા બાળકો સારી ઉંઘ લઈ શકે તે માટે કેટલીક ટિપ્સ આપવામાં આવી છે. આ ટિપ્સમાં પૂરતી ઊંઘને પરિવારમાં પ્રાથમિકતા આપવી, નિયમિત ઊંઘની દિનચર્યાને વળગી રહેવું, દિવસ દરમિયાન શારીરિક પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવી, સ્ક્રીનના ટાઈમને મર્યાદિત કરવો અને સૂવાના એક કલાક પહેલાં સ્ક્રીનને સંપૂર્ણપણે દૂર કરવી વગેરેનો સમાવેશ થાય છે.

  પીએચડી, એમડી, મેડિકલ અફેર્સ માટેના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ઇ. આલ્બર્ટ રીસના મત મુજબ આ નિર્ણાયક અભ્યાસ છે. જે વિકાસશીલ બાળકના મગજ પર લાંબાગાળાના અભ્યાસો કરવાના મહત્વ તરફ ધ્યાન દોરે છે. હોમવર્ક અને ઇત્તર પ્રવૃત્તિઓના કારણે વ્યસ્ત બાળપણના દિવસોમાં ઉંઘ પર ઘણીવાર ધ્યાન આપવામાં આવતું નથી. જોકે તે બાળકના વિકાસ માટે હાનિકારક હોઈ શકે છે.

  આ પણ વાંચો: સવારે ઊઠીને ખાલી પેટ જરૂર પીવો જીરાનું પાણી, ફાયદાઓ જાણીને થઈ જશો હેરાન

  અહીં ઉલ્લેખનીય છે કે, આ અભ્યાસને NIH દ્વારા ફંડ પૂરું પાડવામાં આવ્યું હતું. ડૉ. વાંગની લેબોરેટરીમાં પોસ્ટ-ડોક્ટરલ ફેલો ફેન નિલ્સ યાંગ સહ-લેખક છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર્સ એન્ડ સ્ટ્રોકના સંશોધક પીએચડી વેઇઝેન ઝી પણ અભ્યાસના સહ-લેખક રહ્યા છે. UMSOM ફેકલ્ટી મેમ્બર્સ થોમસ અર્ન્સ્ટ અને લિન્ડા ચાંગ પણ ટીમમાં સામેલ હતા.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Child care, Lifestyle

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन