Home /News /lifestyle /

Conceive period days : આ દિવસોમાં સબંધ બાંધવાથી થઈ શકો છો તમે પ્રેગ્નેન્ટ, જાણો શું કહે છે ડોક્ટર?

Conceive period days : આ દિવસોમાં સબંધ બાંધવાથી થઈ શકો છો તમે પ્રેગ્નેન્ટ, જાણો શું કહે છે ડોક્ટર?

પ્રેગ્નેન્ટ થવા ક્યા દિવસોમાં સબંધ બાંધશો? જાણો શું કહે છે નિષ્ણાંતો?

When to have sex for pregnancy: સામાન્ય રીતે સ્ત્રીઓનું ઓવ્યુલેશન ચક્ર 28, 29 કે 30 દિવસનું હોય છે. આનો અર્થ એ છે કે જો તમે તમારા માસિકચક્રના સમયગાળા દરમિયાન સેક્સ કરો તો ઘણા દિવસો સુધી ઓવ્યુલેટ થવાની સંભાવના નથી.

    પીરિયડ્સના દિવસોમાં ગર્ભધારણ (conceive) કરવાની શક્યતા ન બરાબર હોવાનું માનવામાં આવે છે. પરંતુ આ વાત સંપૂર્ણ સાચી નથી. તમે પીરિયડ્સ (Periods) ના દિવસોમાં પણ પ્રેગ્નન્ટ (Pregnant) થઈ શકો છો. અહીં તમારે સમજી લેવું જોઈએ કે ઓવ્યુલેશન (ovulation) સિવાય, બાકીના દિવસોમાં ગર્ભાવસ્થાની સંભાવના ચોક્કસપણે ઓછી છે પરંતુ શૂન્ય હોતી નથી.



    આવો જાણીએ પીરિયડ દરમિયાન સેક્સ કર્યા બાદ ગર્ભવતી થવાની વાતમાં શું છે સત્ય?


    ઓવ્યુલેશન ચક્ર દરમિયાન સ્ત્રીઓની ગર્ભવતી થવાની શક્યતા વધતી ઓછી હોઈ શકે છે. સામાન્ય રીતે, સ્ત્રીઓનું માસિક ચક્ર (menstrual cycle) 29 અથવા 28 દિવસનું હોય છે, જ્યારે કેટલીક સ્ત્રીઓનું માસિક ચક્ર 20 અથવા 40 દિવસ કે તેથી વધુ પણ હોઈ શકે છે.


    આ પણ વાંચો: પ્રેગ્નન્સીના પાંચમા સપ્તાહમાં મૂડ સ્વિંગની થાય છે સમસ્યા, શરીરમાં આવે છે આ ફેરફારો




    માસિક સ્રાવની શરૂઆતના એક કે બે દિવસ સુધી સ્ત્રીની ગર્ભવતી થવાની શક્યતાઓ નહિવત્ હોય છે. જેમ જેમ પીરિયડના દિવસો પસાર થાય છે તેમ તેમ માસિક ધર્મ દરમિયાન સેક્સ કરવાથી પ્રેગ્નન્સીની શક્યતા વધી જાય છે. માસિક સ્રાવની શરૂઆત પછી 13 દિવસ સુધી સ્ત્રીને ગર્ભવતી થવાની સંભાવના 9 ટકા હોય છે. આ શક્યતા ઓછી છે પરંતુ એવું બની શકે છે કે સ્ત્રી તેના માસિક દરમિયાન સેક્સ કરવાથી ગર્ભવતી થઈ જાય.



    શું માસિક સ્રાવ પહેલા અને પછી તરત જ ગર્ભવતી થઈ શકાય?


    ડૉક્ટરોનું માનવું છે કે, પીરિયડ્સ આવવાના હોય તે દિવસોમાં પ્રેગ્નન્સીની શક્યતા બહુ ઓછી છે. જો તમારો માસિક સ્રાવ નિયમિત છે અને તમારું માસિક ચક્ર 28 દિવસનું છે, તો તમે પ્રેગ્નેન્ટ થઇ શકો છો. આવી સ્થિતિમાં ગર્ભધારણ કરવા ન માંગતી હોય તેવી મહિલાઓ તેમના પીરિયડ્સ પહેલા અને પછી સેક્સ કરવાથી પ્રેગ્નેન્સી ન થાય તે માટે તરત જ ગર્ભનિરોધકનો ઉપયોગ કરે છે.



    સેક્સના ત્રણથી પાંચ દિવસ પછી પણ શુક્રાણુ સ્ત્રીના શરીરમાં રહી શકે


    શુક્રાણુ ઓવ્યુલેશન પછી માત્ર 24 કલાકની અંદર સ્ત્રીબીજને ફળદ્રુપ કરી શકે છે. જો તમે તમારા ઓવ્યુલેશનનો સમય જાણતા હોવ તો આ સમય પછી તમારા આગામી પીરિયડ સુધી ગર્ભધારણ થવાની શક્યતા ઘણી ઓછી છે. સેક્સના ત્રણથી પાંચ દિવસ પછી પણ શુક્રાણુ સ્ત્રીના શરીરમાં રહી શકે છે અને બીજને ફળદ્રુપ કરી શકે છે. તેથી માસિક સ્રાવ પછી તરત જ ગર્ભાવસ્થાની સંભાવના હોઈ શકે છે.


    આ પણ વાંચો: Infertility test: લગ્ન અને ફેમિલી પ્લાનિંગમાં નથી ઈચ્છતા કોઈ પ્રોબ્લમ તો પુરૂષોએ કરાવવા જોઇએ આ ટેસ્ટ...



    આ સમયમાં ગર્ભવતી થવું કેવી રીતે શક્ય બને?


    ઓવ્યુલેશનના સમયની આસપાસ તમને યોનિમાંથી રક્તસ્ત્રાવ થઈ શકે છે. ઓવ્યુલેશનનો સમય ગર્ભ ધારણ કરવાનો શ્રેષ્ઠ સમય છે. જો તમે ભૂલથી ઓવ્યુલેશન દરમિયાન થયેલા રક્તસ્રાવને પીરિયડ્સ સમજી લો છો અને આ સમય દરમિયાન અસુરક્ષિત સેક્સ કરો, તો તમારા ગર્ભવતી થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે.


    સામાન્ય રીતે સ્ત્રીઓનું ઓવ્યુલેશન ચક્ર 28, 29 કે 30 દિવસનું હોય છે. આનો અર્થ એ છે કે જો તમે તમારા માસિકચક્રના સમયગાળા દરમિયાન સેક્સ કરો તો ઘણા દિવસો સુધી ઓવ્યુલેટ થવાની સંભાવના નથી.


    આ પણ વાંચો: Health: વધુ સમય સુધી ન રોકી રાખો યુરિન, થઈ શકે છે આ ગંભીર બિમારી


    આ રીતે તમે પીરિયડ્સ દરમિયાન ગર્ભસ્થ થઈ શકો છો. તમે માતા બનવા તૈયાર ન હોવ તો તમે કોન્ડોમ જેવા ગર્ભનિરોધકનો ઉપયોગ કરીને ગર્ભાવસ્થાને ટાળી શકો છો.

    Published by:Rahul Vegda
    First published:

    Tags: Lifestyle, Women Health, આરોગ્ય

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन