Home /News /lifestyle /સેકસ કેટલો સમય ચાલવું જોઈએ? 2 મિનિટ, 7 કે 13 મિનિટ? જાણો એક્સપર્ટનો મત

સેકસ કેટલો સમય ચાલવું જોઈએ? 2 મિનિટ, 7 કે 13 મિનિટ? જાણો એક્સપર્ટનો મત

સ્ત્રી હોય કે પુરુષ બંનેના જીવનમાં સેક્સ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ એક એવો વિષય છે જેના પર લોકો ખુલીને વાત કરતા ખચકાય છે, જેના કારણે તેમની વચ્ચે અનેક પ્રકારની ખોટી માન્યતાઓ સર્જાય છે.  જાહેરમાં સેક્સ શબ્દ સાંભળતા જ લોકોનો વ્યવહાર બદલાઈ જતો હોય છે. જો કે સેક્સને લઈને પ્રશ્નો અને મુંઝવણો તો દરેકના મનમાં હોય છે, પરંતુ તેના પર ખુલીને વાત કરતા લોકો ખચકાતા હોય છે.

જાતિય આનંદને લઈને લોકોમાં ઘણી ભ્રમણાઑ હોય છે. કે આ કેટલો સમય સુધી ચાલવું જોઈએ અને કઈ રીતે થવું જોઈએ વગેરે ઘણા પ્રકારના પ્રશ્નો હોય છે. હેલ્થ એક્સપર્ટ્સ આ પ્રશ્નોના શું જવાબ આપે છે જાણો.

2005 સોસાયટી ફોર સેક્સ થેરાપી એન્ડ રિસર્ચ મેમ્બર દ્વારા કરવામાં આવેલા એક સર્વે અનુસાર વેજાઈનલ સેક્સ સામાન્ય રીતે ત્રણથી સાત મિનિટ સુધીના સમયગાળા સુધી ચાલે છે. આ સર્વે પ્રમાણે એકથી બે મિનિટ ચાલતું સેકસ ખૂબ ટૂંકું અને 10 થી 30 મિનિટ સુધી ચાલેલા સેક્સને "ખૂબ લાંબુ" ગણવામાં આવે છે. આ સ્થિતિમાં પ્રશ્ન થાય છે કે સામાન્ય સેક્સનો સમયગાળો કેટલો હોવો જોઈએ? ત્યારે આ પ્રશ્નનો જવાબ આપતા સેક્સ થેરાપિસ્ટ કહે છે કે, 7 થી 13 મિનિટની વચ્ચેનો સમયગાળાના સેક્સને સામાન્ય કહી શકાય છે.

નોંધનીય છે કે આ આંકડાઓ ફક્ત પેનાઇલ-વેજાઈનલ સેક્સને લાગુ પડે છે. આમાં ફેરપ્લે જેવી બાબતોનો સમાવેશ થતો નથી.

સેક્સ શું છે તે જાણવુ જરૂરી

આ પ્રકારના અભ્યાસ અને સર્વે ઇન્ટ્રાવાજિનલ ઇજેક્યુલેટરી લેટન્સી ટાઇમ (IELT) પર આધારિત હોય છે. આમાં ઈન્ટરકોર્સ બાદ સ્ખલન થવામાં લાગતા સમયનો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. જો કે, દરેક માટે સેક્સની વ્યાખ્યા અલગ અલગ છે. કેટલાક લોકો માટે સેક્સનો અંત પરાકાષ્ઠાએ પહોંચ્યા બાદ થાય છે. આ પરાકાષ્ઠા સ્પર્શ, મુખ મૈથુન, યોનિમાર્ગ મૈથુન, ગુદા મૈથુન દ્વારા પ્રાપ્ત કરી શકાય છે.

જો કે, આ આંકડાઓને શિશ્ન-ગુદા સંભોગમાં એક્સ્ટ્રાપોલેટ કરવું શક્ય છે. અહીં એ સમજવું મહત્વનુ છે કે આ પ્રકારની ગણતરી દરમિયાન વેજાઈન અને એનલ સેક્સ સમાન નથી. આ જોતા સરેરાશ સમય નક્કી કરવા માટે વધુ રિસર્ચ અને સ્ટડીની જરૂર છે.

તમારે શું જોઈએ છે? તે જાણવું અગત્યનું

મહત્વનું એ છે કે, સેક્સ અન્ય કોઈપણ વસ્તુ કરતાં વધુ આનંદદાયક હોવું જોઈએ અને આ વ્યક્તિગત પસંદગી પર આધારિત હોય છે. કેટલાકને લાંબુ અને સેન્સ્યઅલ તો કેટલાકને ઝડપી અને આક્રમક સેક્સની ઈચ્છા હાય છે. જે દરેક વ્યક્તિ પર અલગ અલગ આધાર રાખે છે.

શારિરીક ક્ષમતાને અવગણી શકાતી નથી

તમામ પાસાઓને ધ્યાનમાં રાખતા તમે તમારા શારિરીક ક્ષમતાને અવગણી શકતા નથી અને તેમાં કેટલીક બાબતો મહત્વનો ભાગ ભજવે છે. જેમાં ઉંમર, અંગો, માનસિક સ્થિતી વગેરેનો સમાવેશ થાય છે.

તમે અનુભવ કરશો કે જો તમારી ઉંમર વધારે હોય તો તમને ઉત્તેજીત થવામાં વધુ સમય લાગે છે. આ સાથે એકવાર ઉત્તેજીત થયા બાદ તે ઉત્તેજનાને જાળવી રાખવી અને તેને લંબાવવી મુશ્કેલ લાગી શકે છે. આ સિવાય મહિલાઓમાં શુષ્કતા, કામુકતામાં ઘટાડો, નિરસતા વગેરે મુશ્કેલીઓ પણ સામે આવતી હોય છે.

આ સાથે જ સ્ત્રી એન પુરુષ બન્નેના ગુપ્તાંગોની બનાવટ અને તેમનો આકારમાં પણ આમાં મુખ્ય ભાગ ભજવે છે. 2003ના એક અભ્યાસમાં સામે આવ્યું છે કે પુરુષના શિશ્નનો આકાર સેક્સમાં મહત્વનો ભાગ ભજવે છે.

આ સિવાય સ્ખલનમાં લાગતો સમય પણ સેક્સમાં પરાકાષ્ઠાનો અનુભવ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જલ્દી થતા સ્ખલનમાં પાર્ટનર અસંતોષ અનુભવી શકે છે. તો સ્ખલન થવામાં લાંબો સમય લાગવાથી પરાકાષ્ઠા સુધી પહોંચવામાં વધુ સમય લાગે છે.

આ પણ વાંચો: સેક્સલાઈફ સુધારવા અને સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરુષોએ નિયમિત કરવું જોઈએ આ કામ

જો તમે શોર્ટ એન્કાઉન્ટરનો અનુભવ કરવા માંગો છો તો કેટલીક મહત્વની ટિપ્સ અપનાવી શકો છો. જેમાં તમે તમારા પાર્ટનરને તમારી ઈચ્છા વિશે જણાવી શકો છો, આવું કરવું સેક્સુલ પ્લેઝરનો સૌથી સરળ રસ્તો છે. આ સિવાય તમે તમાર શરીરના વિવિધ અંગોને સ્પર્શ કરી ઉત્તેજના અનુભવી શકો છો. આ સિવાય તમે અલગ અલગ પોઝિશન પણ ટ્રાય કરી શકો છો



જો તમે લોંગ એન્કાઉન્ટર અનુભવવા ઈચ્છતા હોવ તો તમારે સીમન સ્ટાર્ટ સ્ટોપ ટેક્નીકનો ઉપયોગ કરવો જોઈએ. આને "એજિંગ" તરીકે પણ ઓળખાય છે, જ્યારે તમને લાગે કે હવે તમે સ્ખલનની નજીક છો ત્યારે અસ્થાયી રૂપે તમારી જાતને રોકીને, થોડા સમય પછી ફરીથી તમે જાતીય પ્રવૃત્તિ શરૂ કરી શકો છો. આ સિવાય તમે સ્ખલન નિયંત્રણ માટે જ્હોનસન અને માસ્ટર્સ ટેક્નીકનો પણ ઉપયોગ કરી શકો છો. આની મદદથી તમે સેક્સ ડ્યુરેશન વધારી શકો છો.
First published:

Tags: Health care, Physical Realtion, Sexual Health