Home /News /lifestyle /

દેશી પહેલવાનનું કેવું હોય છે ડાયટ અને કસરત, જાણો રોજ કેટલી કરે છે દંડ બેઠક?

દેશી પહેલવાનનું કેવું હોય છે ડાયટ અને કસરત, જાણો રોજ કેટલી કરે છે દંડ બેઠક?

કુસ્તી કરતા દેશી પહેલવાનો (Image Credit Team ShutterPhliya -A'bad)

Diet and Exercise of Desi Pahelwan: બજરંગ પૂનિયા હોય કે રવિ પૂનિયા તમામ એથ્લીટ ગામડામાંથી આવે છે અને બાળપણથી અખાડામાંથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ બંને પ્રોફેશનલ રેસલિંગની દુનિયામાંથી આવ્યા અને દેશ માટે અનેક મેડલ જીત્યા છે. બજરંગ પૂનિયા અને દીપક વિશે કહેવામાં આવે છે કે, તેમણે એક જ ગુરુ પાસે પહેલવાની શીખી છે. અખાડાના ભારતીય પહેલવાનોનું રૂટીન, ખાણી પીણી કેવી હોય છે? તે વિશે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

વધુ જુઓ ...
  Desi Pahelwan Diet: કોમનવેલ્થ ગેમ્સ 2022 (common wealth game 2022) ના 8મા દિવસે ઈન્ડિયન રેસલર બજરંગ પૂનિયા, દીપક પૂનિયા અને સાક્ષી મલિકે ફ્રી સ્ટાઈલ રેસલિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ત્રણેય રેસલરે સારુ પ્રદર્શન કરીને ભારતને મેડલ અપાવ્યો છે. મેડલ જીતવા માટે તમામ પ્લેયર્સ ઘણા સમયથી પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહ્યા હતા. બજરંગ પૂનિયા (Bajrang Punia) હોય કે રવિ પૂનિયા (Ravi Punia) તમામ એથ્લીટ ગામડામાંથી આવે છે અને બાળપણથી અખાડામાંથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ બંને પ્રોફેશનલ રેસલિંગની દુનિયામાંથી આવ્યા અને દેશ માટે અનેક મેડલ જીત્યા છે. બજરંગ પૂનિયા અને દીપક વિશે કહેવામાં આવે છે કે, તેમણે એક જ ગુરુ પાસે પહેલવાની શીખી છે. અખાડાના ભારતીય પહેલવાનોનું રૂટીન, ખાણી પીણી કેવી હોય છે? તે વિશે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

  બજરંગ પૂનિયા અને દીપક પૂનિયાએ સાથે પહેલવાની કરી


  મીડિયા રિપોર્ટ્સ અનુસાર બજરંગ પૂનિયા અને દીપક પૂનિયાએ હરિયાણાના ઝઝ્ઝર પાસે બહાદુરગઢના છારા ગામના લાલા દીવાન ચંદ અખાડામાંથી પહેલવાનીની શરૂઆત કરી હતી. તે બંન્ને આ અખાડાના બાળ પહેલવાન હતા. બજરંગ પૂનિયાના પિતા બલવાન સિંહ પૂનિયાએ ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, ‘બજરંગ વર્ષ 2005માંથી લાલા દીવાનચંદ અખાડામાં જતો હતો. અખાડો ગામથી 35 કિલોમીટર દૂર હતો. તે દરરોજ સવારે ત્રણ વાગ્યે ઉઠી જતો હતો અને આજ સુધી તેનું આ જ રૂટીન છે.’

  આ પણ વાંચો: સ્ટડી: મહિલાઓની સરખામણીએ પુરુષોને કેન્સર થવાનું વધુ જોખમ

  છારામાં પહેલવાનીના દાવ પેચ શીખ્યા બાદ બંને તાલીમ માટે દિલ્હી આવ્યા અને આજની તારીખ સુધીમાં દેશ માટે અનેક મેડલ જીત્યા છે. કહેવામં આવે છે કે, વર્ષ 2004માં બજરંગ પૂનિયા અને વર્ષ 2005માં રવિ પૂનિયાએ આ અખાડામાં જવાનું શરૂ કર્યું હતું. દીપકે જે સમયે અખાડામાં જવાનું શરૂ કર્યું, ત્યારે તેમની ઉંમર ખૂબ જ ઓછી હતી.

  હરિયાણા બલ્લભગઢના પૂર્વ પહેલવાન અમિત ચંદીલાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન પહેલવાનોની ડાયટ, કસરત વિશે જણાવ્યું હતું. અખાડામાં પ્રેક્ટીસ દરમિયાન પહેલવાનોની ખાણી પીણી અને કેવી કસરત કરવામાં આવે છે? આવો વિગતવાર જાણીએ.

  Desi Pahelwan Diet and exercise
  ‘પહેલવાન જે પ્રકારે ભોજનનું સેવન કરે છે, તે સામાન્ય માણસ માટે અઘરું હોય છે. (Image Credit Team ShutterPhliya -A'bad)

  એનર્જી માટે ખાસ ડ્રિંકનું સેવન


  અમિત ચંદીલાએ પહેલવાનો ડાયટ વિશે જણાવતા કહ્યું હતું કે, ‘પહેલવાન જે પ્રકારે ભોજનનું સેવન કરે છે, તે સામાન્ય માણસ માટે અઘરું હોય છે. અમારી અને ખાણી પીણી ખૂબ જ અલગ હોય છે. જે લોકો આખો દિવસ ડેસ્ક પર બેસે છે, તેઓ પહેલવાનોની દિનચર્યા ફોલો નહીં કરી શકે છે. અમારું બાળપણથી જ આ પ્રકારનું રૂટીન હોય છે.’

  અમિતે વધુમાં જણાવ્યું કે, ‘પહેલવાનનું ભોજન સાધારણ હોય છે, પરંતુ શરીરને તાકાત પ્રદાન કરે છે. અમે એક ખાસ પ્રકારના ડ્રિંકનું સેવન કરીએ છીએ. જેનાથી તાકાત મળે છે. ડ્રિંક બનાવવા માટે બદામ, પિસ્તા, અખરોટ અને કાજૂના નાના નાના ટુકડા કરવામાં આવે છે અને તેમાં સંચળ, મીઠું, પાણી, કિશમિશ અને ઘી નાખીને પેસ્ટ બનાવવામાં આવે છે.

  ત્યારબાદ દૂધમાં પાણી નાખીને તેને પતલું કરીએ છીએ. ત્યારબાદ તેમાં સૂકા મેવાની પેસ્ટ નાખવામાં આવે છે અને ફરીથી ઘી નાખવામાં આવે છે. આ ડ્રિંક ખૂબ જ હેવી થઈ જાય છે. આ ડ્રિંક પીધા બાદ કોઈપણ પહેલવાનનું પેટ ભરાઈ જાય છે.’

  ડ્રાય ફ્રુટ અને દૂધનું વધુ સેવન


  અમિત ચંદીલા જણાવે છે કે, ‘સૂકા મેવામાં ખૂબ જ એનર્જી હોય છે અને તે ફાઈબરથી ભરપૂર હોય છે. ડ્રાય ફ્રુટનું સેવન કરવાથી શરીરમાં પોષક તત્વોની કમી દૂર થાય છે અને તાકાત પ્રદાન કરે છે. જેનાથી શરીર મજબૂત બને છે અને પ્રેક્ટીસ કરવામાં પણ મદદરૂપ થાય છે. વિટામીન અને ખનિજથી ભરપૂર ડ્રાય ફ્રુટ બ્લડ સુગર વધારતા નથી, આ કારણોસર તેનું સેવન કરી શકાય છે.’

  અમિત ડાયટ વિશે જણાવે છે કે, ‘પહેલવાન સૌથી વધુ ઘીનું સેવન કરે છે. એક પહેલવાન દિવસમાં ઓછામાં ઓછા 200-300 ગ્રામ ઘીનું સેવન કરે છે, તેનાથી શરીરને તાકાત મળે છે. ઉપરાંત દિવસમાં બે થી ત્રણ લીટર દૂધ પીવે છે અને સવાર સાંજ ફળનું સેવન કરે છે.

  પહેલવાન તમામ પ્રકારના શાકભાજી ખાય છે, મુખ્ય રૂપે સોયાબીન, પાલક, બ્રોકલી, લેટ્યૂસનું સેવન કરે છે. અમે ગમે તેટલા શાકભાજી ખાઈ શકીએ છીએ, પરંતુ અમે રોટલીનું નિશ્ચિત માત્રામાં જ સેવન કરીએ છીએ. રોટલીનું સેવન કરવાથી શરીરમાં એક્સ્ટ્રી કાર્બોહાઈડ્રેટની માત્રા વધી જાય છે. પહેલવાન સપ્તાહમાં ત્રણ વાર જ ભાતનું સેવન કરી શકે છે. મીઠુ અને ખાંડની માત્રા કંટ્રોલમાં રાખવામાં આવે છે. વધુ માત્રામાં મીઠુ અને ખાંડનું સેવન કરવાથી લિવર ફંક્શન બગડી શકે છે.’

  (Image Credit Team ShutterPhliya -A'bad)

  પ્રોટીન માટે પનીરનું સેવન


  અમિત નોનવેજ વિશે જણાવે છે કે, ‘દેશી ભોજનથી શરીરને જરૂરિયાત અનુસાર પ્રોટીન મળી રહે છે, આ કારણોસર નોનવેજ ખાવા પર એટલું ફોકસ કરવામાં આવતું નથી. મોટાભાગના પહેલવાન દિવસમાં 200 ગ્રામ પનીરનું સેવન કરે છે. જો કોઈ પહેલવાન ડાયટમાં વેરિએશન લાવવા માટે ફેરફાર કરે છે, તો સપ્તાબમાં બે થી ત્રણ વાર નોનવેજનું સેવન કરે છે.’

  આ પણ વાંચો: Health: રોજ સવારે પીવો દૂધી અને ટમેટાનું જ્યુસ, અદ્ભુત ફાયદા જાણીને ચોંકી જશો

  અમિત ચંદીલાએ જણાવ્યું કે, ‘પહેલવાન સપ્તાહમાં ત્રણ વાર ખીર, ગોળ અને હલવાનું સેવન કરે છે. જો ઘણીવાર રબડીનું સેવન કરવામાં આવે તો તેમાં ડ્રાયફ્રુટ વધુ હોય છે અને તેમાં ખાંડની જગ્યાએ ગોળ નાંખવામાં આવે છે. પહેલવાન જેટલી મહેનત કરે છે, તેમને તેટલા આરામની પણ જરૂર હોય છે. પહેલવાન રાત્રે લગભગ આઠ કલાકની ઊંઘ લે છે અને દિવસમાં બે થી અઢી કલાકની ઊંઘ લે છે.’

  પહેલવાનોની કસરત


  અમિત ચંદીલાએ જણાવ્યું તે અનુસાર ‘પહેલવાન અખાડાથી દિવસની શરૂઆત કરે છે. અખાડામાં જતા પહેલા પહેલવાન અખાડાની માટી ખોદે છે, જેનાથી કઠણ માટી મુલાયમ થઈ જાય છે. ત્યાર બાદ નાના નાના સાધનોથી કસરતની શરૂઆત કરે છે, જેનાથી શરીર ગરમ થઈ જાય છે. જેનાથી ઈજા થવાનું જોખમ ઓછું થઈ જાય છે.’

  Desi Pahelwan Diet and exercise
  કુસ્તી કરતા દેશી પહેલવાનો (Image Credit Team ShutterPhliya -A'bad)


  ‘સૌથી પહેલા પહેલવાન એકબીજાની માલિશ કરે છે અને ત્યારબાદ કસરતની શરૂઆત કરે છે. દંડ બેઠકથી કસરતની શરૂઆત કરે છે અને ત્યારબાદ દોરડાથી ચઢે છે. આ પ્રકારે કરવાથી માંસપેશીઓમાં લોહીનું સારું પરિભ્રમણ થાય છે અને ઈજા થવાનું જોખમ ઓછું થઈ જાય છે.

  આ પણ વાંચો: જો તમે પણ કરો છો બ્રેકફાસ્ટમાં આ 4 ભૂલો તો વધી શકે છે બ્લડ શુગરની સમસ્યા

  જો આ પ્રકારે કરવામાં આવે તો કઠિન કસરત દરમિયાન પીઠમાં ઈજા થઈ શકે છે. કેટલીક મોડર્ન સુવિધાઓ આવવાથી કસરતમાં વેરિએશન લાવવામાં આવ્યા છે. અખાડામાં ટાયર ફ્લિપ અથવા બેટલ રોપ જેવી કસરત પણ કરાવવામાં આવે છે. પુશ અપ્સ, સ્ક્વોટ, બર્પી જેવી કસરત પણ કરવામાં આવે છે. તમામ પહેલવાન 1,000 પુશઅપ્સ અને 500 બર્પી પણ કરે છે.’
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन