પિત્ઝા-બર્ગર ખાનારા સાવધાન! રોગોથી બચાવતી તમારી ઇમ્યુન સિસ્ટમ જ શરીરને પહોંચાડે છે નુકસાન
પિત્ઝા-બર્ગર ખાનારા સાવધાન! રોગોથી બચાવતી તમારી ઇમ્યુન સિસ્ટમ જ શરીરને પહોંચાડે છે નુકસાન
ઓટોઇમ્યુન ડિસીઝના કેસ વધવાનું કારણ પિત્ઝા અને બર્ગર જેવા ફાસ્ટ ફૂડ પણ છે. (Image credit-shutterstock)
Fast Food Increasing Autoimmune Disease: પિત્ઝા અને બર્ગર જેવી ખાણીપીણીને લીધે રોગોથી બચાવતી ઇમ્યુન સિસ્ટમ જ માણસને નુકસાન પહોંચાડે છે. આ દાવો લંડનની ફ્રાન્સિસ ક્રિક ઇન્સ્ટીટયુટ (Francis Crick Institute) દ્વારા પોતાની લેટેસ્ટ સ્ટડીમાં કરવામાં આવ્યો છે.
Fast Food Increasing Autoimmune Disease: દુનિયાભરમાં ઝડપથી વધી રહેલો ફાસ્ટ-ફૂડ (Fast Food) ખાવાનો ટ્રેન્ડ મેદસ્વિતા (Obesity) ઉપરાંત પણ અન્ય જોખમો પેદા કરી રહ્યો છે. પિત્ઝા (Pizza) અને બર્ગર (Burger) જેવી ખાણીપીણીને લીધે રોગોથી બચાવતી ઇમ્યુન સિસ્ટમ જ માણસને નુકસાન પહોંચાડે છે. આ દાવો લંડનની ફ્રાન્સિસ ક્રિક ઇન્સ્ટીટયુટ (Francis Crick Institute) દ્વારા પોતાની લેટેસ્ટ સ્ટડીમાં કરવામાં આવ્યો છે.
ડેઈલી મેલ (Dailymail)ના અહેવાલમાં રિસર્ચર્સએ કહ્યું કે પશ્ચિમી દેશો સાથે હવે એશિયાના કેટલાય દેશોમાં ઓટોઇમ્યુન ડિસીઝ (Autoimmune Disease)ના કેસ વધી રહ્યા છે. આ બીમારી એવી છે જેમાં શરીરને રોગોથી બચાવતી ઇમ્યુન સિસ્ટમ જ અંગોને નુકસાન પહોંચાડવા લાગે છે.
એશિયામાં વધી રહ્યા છે ઓટો ઇમ્યુન ડિસીઝના કેસ
રિસર્ચર જેમ્સ લીનું કહેવું છે કે, ઓટોઇમ્યુન ડિસીઝના કેસ વધવાનું કારણ પિત્ઝા અને બર્ગર જેવા ફાસ્ટ ફૂડ પણ છે. આ પ્રકારના ફૂડનો ટ્રેન્ડ વધવાને લીધે એ દેશોમાં આ બીમારીના કેસ મળી આવે છે જ્યાં ક્યારેય આ વિશે સાંભળવામાં નથી આવ્યું. જેમ કે, એશિયાઈ દેશોમાં ઇન્ફ્લેમેટ્રી બાઉલ સિન્ડ્રોમના કેસ વધી રહ્યા છે. આ પેટ સંબંધિત બીમારી છે. આ માટે મોટાભાગે વ્યક્તિની ખાણીપીણી જ જવાબદાર હોય છે.
અન્ય એક રિસર્ચર કેરોલા વેનેસાએ કહ્યું કે, પિત્ઝા અને બર્ગર જેવા ફાસ્ટ ફૂડથી ઇમ્યુન સિસ્ટમના કામ કરવાની રીત બદલે છે. આ સિસ્ટમ કન્ફયુઝ થઈ રહી છે. સરળ ભાષામાં સમજીએ તો આ ઇમ્યુન સિસ્ટમ સ્વસ્થ અને બીમાર કોષિકાઓમાં તફાવત નથી ઓળખી શકતી, એટલે ઓટોઇમ્યુન રોગના કેસ વધી રહ્યા છે. ફાસ્ટફૂડ અને ઓટોઇમ્યુન સિસ્ટમ વચ્ચે બીમારીનું કનેક્શન જીન પર થયેલા રિસર્ચના આધારે સમજવામાં આવ્યું છે.
રિસર્ચર્સ મુજબ, ઓટોઇમ્યુન ડિસીઝ હેઠળ ઇન્ફ્લેમેટ્રી બોવેલ ડિસીઝ, ટાઈપ- ડાયાબીટીસ, રૂમેટોઈડ આર્થરાઈટીસ અને મલ્ટીપલ સ્કેરોસિસ જેવી બીમારીઓ આવે છે. આવી સ્થિતિમાં ઇમ્યુન સિસ્ટમ શરીરના અંગો અને ટીશ્યુને નુકસાન પહોંચાડવા લાગે છે. આ બીમારીઓનું ચોક્કસ કારણ કયું છે, વૈજ્ઞાનિક આજ સુધી ટે જાણી નથી શક્યા, પરંતુ કેટલાક ફેક્ટર્સ છે જે આવી બીમારીઓ થવાનું જોખમ વધારે છે. ફાસ્ટફૂડ પણ એમાંથી એક છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર