Home /News /lifestyle /

શરીર પર પાવડરનો વધુ પડતો ઉપયોગ કરવાથી થાય છે કેન્સર થવાનું જોખમ, જાણો કારણ

શરીર પર પાવડરનો વધુ પડતો ઉપયોગ કરવાથી થાય છે કેન્સર થવાનું જોખમ, જાણો કારણ

Talcum powder નેચરલ વસ્તુઓના સ્થાને કેમિકલયુક્ત વસ્તુઓનો ઉપયોગ વધ્યો ત્યારથી કેન્સરના કેસમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાવડર ખરીદતા પહેલા તેના કોમ્પોનેન્ટ એકવાર જરૂરથી ચેક કરવા જોઈએ. જો પાવડરમાં Asbestos હોય તો તે પાવડર જોખમી હોઈ શકે છે

Talcum powder નેચરલ વસ્તુઓના સ્થાને કેમિકલયુક્ત વસ્તુઓનો ઉપયોગ વધ્યો ત્યારથી કેન્સરના કેસમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાવડર ખરીદતા પહેલા તેના કોમ્પોનેન્ટ એકવાર જરૂરથી ચેક કરવા જોઈએ. જો પાવડરમાં Asbestos હોય તો તે પાવડર જોખમી હોઈ શકે છે

વધુ જુઓ ...
    ફ્રેશ રહેવા માટે રાત્રે સૂતા પહેલા પણ લોકો શરીર પર પાવડર લગાવે છે. પણ શું તમને ખબર છે કે, શરીર પર વધુ પડતો પાવડર લગાવવાથી કેન્સરનું જોખમ રહે છે! નિષ્ણાંતો અનુસાર પાવડરમાં ખૂબ જ જોખમી Asbestos Substance રહેલા છે, જેનાથી કેન્સર થવાનું જોખમ રહે છે. જેથી પાવડર લગાવતી વખતે તકેદારી રાખવી જરૂરી છે. અહી પાવડરની ખરીદી અને ઉપયોગ કઈ રીતે કરી શકાય તે અંગે જાણકારી આપવામાં આવી છે.

    પાઉડર જોખમી શા માટે છે?

    નેચરલ વસ્તુઓના સ્થાને કેમિકલયુક્ત વસ્તુઓનો ઉપયોગ વધ્યો ત્યારથી કેન્સરના કેસમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાવડર ખરીદતા પહેલા તેના કોમ્પોનેન્ટ એકવાર જરૂરથી ચેક કરવા જોઈએ. જો પાવડરમાં Asbestos હોય તો તે પાવડર જોખમી હોઈ શકે છે, જો આ પાવડર ફેંફસામાં જાય તો કેન્સર થવાનું જોખમ રહે છે. પાવડરમાં આર્ટીફિશિયલ ફ્રેગરન્સ ઉમેરવામાં આવે છે, જેનાથી ત્વચા અને ફેંફસાને નુકસાન થાય છે. આ કારણોસર હર્બલ પાવડરનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ.

    આ પણ વાંચો: Yoga Session: મહિલાઓ માટે અત્યંત લાભકારી છે Butterfly Yoga, આ રીતે કરો આસન

    હર્બલ પ્રોડક્ટ ખરીદો

    તમે માર્કેટમાં જઈને હર્બલ પાવડરની ખરીદી કરી શકો છો. હર્બલ પાવડરનો ઉપયોગ કરવાથી ત્વચાને નુકસાન થતું નથી અને પ્રાકૃતિક સુગંધ આવે છે. હર્બલ પાવડરથી બિમારી થવાનું જોખમ રહેતું નથી. હર્બલ પ્રોડક્ટનેસુરક્ષિત માનવામાં આવે છે.

    પાવડર કેવી રીતે લગાવવો?

    બાળકને પાવડર લગાવતી વખતે ખૂબ જ સાવચેત રહેવું જોઈએ. પ્રાઈવેટ પાર્ટ પર પાવડર બિલ્કુલ પણ ના લગાવવો જોઈએ. પાવડર છાંટવાની જગ્યાએ હાથમાં લઈને ગરદન, ફેસ અથવા શરીરના અન્ય અંગ પર લગાવો. જેનાથી પાવડરના માઈક્રો પાર્ટીકલ નાક અથવા મોઢાથી અંદર જતા નથી અને કેન્સર થવાનું જોખમ રહેતું નથી.

    આ પણ વાંચો: Relationship: બોરિંગ સંબંધને કેવી રીતે ફરી પ્રેમથી ભરવા? જાણો આ 4 બેસ્ટ ટ્રીક

    મહિલાઓમાં ગર્ભાશયના કેન્સરનું જોખમ


    કેન્સર પ્રિવેન્શન કોએલિશન અનુસાર પાવડરના ઉપયોગથી ગર્ભાશયનું કેન્સર થવાનું જોખમ વધી જાય છે. મહિલાના પ્રજનન તંત્રથી પાવડર ગર્ભાશય સુધી પહોંચી જાય છે. ગુપ્તાંગ પર પાવડરનો ઉપયોગ કરતી મહિલાઓમાં ગર્ભાશયના કેન્સરનું જોખમ વધુ રહેલું છે. ગુપ્તાંગ પર પાવડર લગાવવાથી તેમાં રહેલા હાઈડ્રોઅસર મેગ્નેશિયમ કાર્સિનોજેનિક નામનું તત્વ ત્વચાના સેલમાં એન્ટર થઈ જાય છે, જેનાથી કેન્સર થવાનું જોખમ રહે છે.
    First published:

    Tags: Lifestyle, આરોગ્ય

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन