જાણો મનીપ્લાન્ટનું પાણી કેટલા દિવસે બદલશો? આ કામ કરવાથી મળશે ફાયદો

News18 Gujarati
Updated: June 2, 2019, 5:15 PM IST
જાણો મનીપ્લાન્ટનું પાણી કેટલા દિવસે બદલશો? આ કામ કરવાથી મળશે ફાયદો

  • Share this:
વાસ્તુશાસ્ત્ર મુજબ મનીપ્લાન્ટ લગાવવો લાભદાયી હોય છે. પરંતુ ધ્યાનમાં રાખો કે મનીપ્લાન્ટને ઘરની બહાર ક્યારે પણ ન લગાવવું જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ તેને ઘરની અંદર કોઈ બોટલ કે કુંડામાં લગાવી શકો છો. તે સાથે ખાસ ધ્યાન રાખો કે તેના પર તડકો ન પડવો જોઈએ.

વાસ્તુ મુજબ મનીપ્લાન્ટને છોડને લગાવવા માટે દક્ષિણ દિશા ઉચિત ગણાય છે. આ દિશામાં છોડ લગાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે. તેમજ ઈશાન ખૂણામાં લગાવવાથી નકારાત્મક પ્રભાવ પડી શકે છે.

મનીપ્લાન્ટ તાજું અને લીલુંછમ રહેવું જરૂરી છે. યાદ રાખો કે તેના પાન કરમાઈ કે સૂકાઈ જાય અથવા પીળા કે સફેદ થઈ જવું એ અશુભ હોવાથી ખરાબ પાનને તરત દૂર કરવા જોઈએ.

Related image

મનીપ્લાન્ટને પાણીમાં રાખવું જોઈએ અને 5-7 દિવસે આ પાણી બદલતા રહેવું જોઈએ.

વજન અને કોલેસ્ટ્રોલને કાબુમાં રાખશે આ વાતકેવી રીતે બનાવી શકાય 'અમૃતસરી પીંડી છોલે'

મનીપ્લાન્ટ એક વેલ હોવાથી તેને ઉપરથી તરફ દોરી લટકાવી બાંધવું જોઈએ. કારણ કે જમીન પર ફેલાયેલો મનીપ્લાન્ટ વાસ્તુ દોષને વધારે છે.
First published: June 2, 2019
વધુ વાંચો
अगली ख़बर