શરીર થાકી ગયું હોવાની જાણ કઈ રીતે થાય છે? સ્ટડીમાં સામે આવ્યા ચોંકાવનાર તારણો

સારી ઉંઘ મળવાથી શરીરનો થાક દૂર થાય છે. (પ્રતિકાત્મક તસવીર)

પૂરતી અને સારી ઊંઘ(Good sleep) તમારો દિવસ ભરનો થાક(Tiredness) ઉતારી તમને બીજા દિવસે નવી શરૂઆત કરવાની તાજગી પ્રદાન કરે છે. આ અંગે હાલ સંશોધકો(Researchers) પણ વધુ રીસર્ચ કરી રહ્યા છે કે આપણે ઊંઘવાની શા માટે (Why you need to Sleep) જરૂર પડે છે અને ઊંઘવાથી શું ફાયદા(Benefits of Sleep) થાય છે?

  • Share this:
પૂરતી અને સારી ઊંઘ(Good sleep) તમારો દિવસ ભરનો થાક(Tiredness) ઉતારી તમને બીજા દિવસે નવી શરૂઆત કરવાની તાજગી પ્રદાન કરે છે. આ અંગે હાલ સંશોધકો(Researchers) પણ વધુ રીસર્ચ કરી રહ્યા છે કે આપણે ઊંઘવાની શા માટે (Why you need to Sleep) જરૂર પડે છે અને ઊંઘવાથી શું ફાયદા(Benefits of Sleep) થાય છે? આ અભ્યાસના પરીણામો(Findings of the Study) મોલેક્યુલર સેલ(Molecular Cell)માં પબ્લિશ કરવામાં આવ્યા હતા. જેની આગેવાની બી-ઇલનની ગુડમેન ફેકલ્ટી ઓફ લાઇફ સાયન્સિસ અને ગોન્ડા મલ્ટિડિસિપ્લિનરી બ્રેઇન રીસર્ચ સેન્ટરના પ્રોફેસર લિયોર એપેલબૌમે(Prof. Lior Appelbaum) પોસ્ટડોક્ટ્રલ રીસર્ચર ડો. ડેવિડ ઝાડા(Dr. David Zada) સાથે મળીને કરી હતી.

હોમીયોસ્ટેટીક સ્લીપ પ્રેશરમાં વધારો-ઘટાડો

જ્યારે આપણે જાગતા હોઇએ છીએ ત્યારે શરીરમાં હોમીયોસ્ટેટીક સ્લીપ પ્રેશર (થાક) વધે છે. અને આ દબાણ ત્યાં સુધી રહે છે જ્યાં સુધી આપણે જાગતા રહીએ છીએ. જ્યારે સુતી સમયે આ પ્રેશર આપમેળે ઘટવા લાગે છે અને પૂરતી અને સરખી ઊંઘ બાદ નિમ્ન સ્તરે પહોંચે છે.

જાગૃત અવસ્થા દરમિયાન DNA ડેમેજ ચેતાકોષોમાં એકત્રિત થાય છે. આ ડેમેજ યુવી લાઇટ, ન્યુરોનલ એક્ટિવિટી, રેડીએશન, ઓક્સિડેટીવ સ્ટ્રેસ અને એન્ઝાઇમેટિક એરર સહિત અનેક કારણોસર થઇ શકે છે. જાગવા અને ઊંઘવાની પ્રક્રિયા દરમિયાન દરેક કોષની અંદરની રીપેસ સિસ્ટમ આ DNA બ્રેક્સને સુધારે છે.

ઊંઘ DNA ડેમેજને કરે છે રિપેર

જાગવાની પ્રક્રિયા દરમિયાન ચેતાકોષોમાં DNA ડેમેજ સતત એકત્રિત થતું રહે છે. મગજમાં વધુ પડતું DNA ડેમેજ ખતરનાક સાબિત થઇ શકે છે, જેને ઘટાડવું ખૂબ જરૂરી છે. અભ્યાસમાં જણાવ્યા અનુસાર, ઊંઘ આ ડેમેજને રિપેર કરીને તમને નવા દિવસની શરૂઆત કરવાની તાજગી આપે છે.

આ પણ વાંચો: થાક અને આળસની સમસ્યાથી દૂર કરવા માટે ફોલો કરો આ ટીપ્સ, એનર્જી લેવલ ફટાફટ વધશે

અનેક પ્રયોગોની સીરીઝમાં સંશોધકોએ જાણવાનો પ્રયાસ કર્યો કે, શું DNA ડેમેજ હોમિયોસ્ટેટિક પ્રેશર અને ઊંઘને અસર કરનાર પરીબળ હોઇ શકે કે કેમ? રેડિયેશન, ફાર્માકોલોજી અને ઓપ્ટોજેનેટિક્સનો ઉપયોગ કરીને તેઓએ ઝેબ્રાફિશમાં DNA ડેમેજને ઉમેર્યુ અને નિરીક્ષણ કર્યુ કે તે કઇ રીતે ઊંઘને અસર કરે છે. ઝેબ્રાફિશ એક એવો જીવ છે જે આ અભ્યાસ માટે સૌથી શ્રેષ્ઠ છે.

DNA ડેમેજ વધતા ઊંઘની જરૂરીયાત વધી

જેમ જેમ DNA ડેમેજ વધતું ગયું, તેમ તેમ ઊંઘની જરૂરિયાત પણ વધી. આ અભ્યાસ સુચવે છે કે, એક સમયે DNA ડેમેજ મહત્તમ થ્રેશોલ્ડ પર પહોંચ ગયું અને હોમીયોસ્ટેટિક પ્રેશર(ઊંઘ) એટલી હદે વધી ગયું કે તે માછલી સુઇ ગઇ. આ ઊંઘથી DNA ડેમેજ રીપેર કરવામાં મદદ મળી હતી.

ઓછામાં ઓછી 6 કલાકની ઊંઘ જરૂરી

આ અભ્યાસ બાદ સંશોધકો તે જાણવા ઉત્સુક હતા કે શું ઊંઘનું પ્રેશર અને DNA ડેમેજ ઘટાડવા માટે ઝેબ્રાફિશને ઓછામાં ઓછો કેટલો સમય સુવાની જરૂર છે તે નક્કી થઇ શકે છે કે કેમ. જેમાં તારણ મળ્યું કે DNA ડેમેજ રીપેર કરવા ઓછામાં ઓછી 6 કલાકની ઊંઘ જરૂરી છે.

આ પણ વાંચો: કોવિડ-19, ડેન્ગ્યુ, ઝીકા વાયરસ માટેના વિવિધ ડાયગ્નોસ્ટિક ટૂલ્સ વિશે મેળવો માહિતી

ઊંઘની જરૂર છે તે કેમ ખબર પડે?

અહીં તમને એક સવાલ ચોક્કસ થતો હશે કે મગજમાં એવી શું પદ્ધતિ હશે કે આપણે જાણી શકીએ કે DNA રીપેર માટે હવે ઊંઘની જરૂર છે. પ્રોટીન PART1, જે DNA ડેમેજ રીપેર સિસ્ટમનો ભાગ છે. તે આ અંગે સજાગ કરનાર પ્રથમ પરીબળ છે. PART1 કોશિકાઓમાં DNA ડેમેજની જગ્યાઓ શોધે છે અને તેને રીપેર કરવા માટે સંબંધિત સિસ્ટમને સંકેતો આપે છે. જાગૃત અવસ્થામાં PART1નું ક્લસ્ટરિંગ વધી જાય છે અને ઊંઘ દરમિયાન તેમાં ઘટાડો આવે છે.

ઉંદરો પર કરાયો અભ્યાસ

ઝેબ્રાફિશ પર કરાયેલા અભ્યાસના તારણોને વધુ ચોક્કસ બનાવવા તેલ અવીવ યુનિવર્સિટીના પ્રોફેસર યુવલ નીર સાથે મળીને EEGનો ઉપયોગ કરીને ઉંદર પર PART1ની ભૂમિકાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઝેબ્રાફિશની જેમ જ ઉંદરોમાં પણ PART1ની પ્રવૃત્તિના અવરોધના કારણે નોન-રેપિડ આઇ મૂવમેન્ટ સ્લીપના સમયગાળા અને ગુણવત્તામાં ઘટાડો કર્યો.પ્રોફેસર એરેલબૌમે જણાવ્યું કે, PART1 મગજને સંકેત આપવા માટે સક્ષમ છે, કે તેને ડીએનએ રીપેર માટે ઊંઘની જરૂરીયાત છે.

આ પણ વાંચો: ઝડપથી વજન ઘટાડવું હોય તો માનો આયુર્વેદિક એક્સપર્ટની સલાહ, લાઈફસ્ટાઈલમાં કરો આ 8 ફેરફાર

3D ટાઇમ-લેપ્સ ઇમેજીંગનો ઉપયોગ

પ્રોફેસર એલેપબૌમ અને તેની ટીમે અગાઉના અભ્યાસમાં ઊંઘ રંગસૂત્રની ગતિશીલતામાં શું અસર કરે છે તે નક્કી કરવા માટે 3D ટાઇમ-લેપ્સ ઇમેજીંગનો ઉપયોગ કર્યો હતો. આ પઝલમાં હાલનો એક ભાગ એટલે કે PART1 ઉમેરવાથી સાબિત થાય છે કે PART1 ઊંઘ અને રંગસૂત્રની ગતિશીલતામાં વધારો કરે છે. જે જાગવાના કલાકો દરમિયાન ડીએનએ રીપેરની સુવિધા આપે છે. જાગવાના કલાકો દરમિયાન ચેતાકોષોમાં ડીએનએ રીપેર પ્રક્રિયા પૂર્ણ રીતે કાર્યક્ષમ ન હોઇ શકે અને તેથી મગજને થોડી ઊંઘની જરૂર પડે છે.

આ નવીનત્તમ સંશોધન ઊંઘની સમગ્ર સાંકળ પર એકદમ વ્યવસ્થિત પ્રકાશ પાડે છે. આ પદ્ધતિ ઊંઘમાં વિક્ષેપો, ઉંમરમાં વધારો અને ન્યૂરોડિજનરેટિવ ડિસઓર્ડર જેમ કે પાર્કિન્સન અને અલ્ઝાઇમર વચ્ચેની લિંકની સમજૂતી આપે છે.
Published by:kuldipsinh barot
First published: