આપણામાંથી કોઈને પણ પીરિયડ્સ પસંદ નથી હોતું. તેમાં થતો અસહ્ય દુખાવો અને મૂડ સ્વિંગથી કંટાળી જવાય છે. અચાનક કંઈ પણ ખાવાનું મન થવું, શરીર ફૂલેલું રહેવું એ પણ નથી ગમતું. આપણને જ્યારે પીરિયડ્સ આવે છે ત્યારે આપણા વડીલો ઠંડી તાસીર વાળી ચીજ ખાવાની ના પાડે છે.
આવો જાણીએ, તે પાછળ શું કારણ હોય છે? તેઓ આમ કરવા માટે કેમ કહે છે? ઠંડા પદાર્થોથી પીરિયડ્સ દરમિયાન આપણી પાચનક્રિયા પર શું અસર થાય છે?
જૂની શોધ અનુસાર પીરિયડ્સમાં જો ઠંડુ પાણી પીવામાં આવે તો આપણા શરીરનું સંતુલન ખરાબ થતાં સ્કિન અને હેલ્થને નુક્સાન પહોંચાડે છે.
ઠંડુ પાણી પીવાથી આંતરડાનું તાપમાન ઓછું થઈ જાય છે. જેથી આપણા આંતરડા તે પોષક તત્વો નથી શોષી નથી શકતા. તેનું કારણે ખીલના તકલીફ થઈ શકે છે. તે સિવાય ઠંડા ખાધ્ય પદાર્થો આઈસક્રીમ અને ઠંડી મીઠાઈ ખાવાથી પેટમાં દુખાવો થઈ શકે છે. તેના કારણે વજાઈના વૉલ પણ કડક થઈ શકે છે. જ્યારે આ માંસપેશીઓ સરખી રીતે ખેંચાઈ ન શકે તો ઘણી તકલીફોનો સામનો કરવો પડી શકે છે.
બ્લડ ફ્લો આરામથી થાય તે માટે તમે હૂંફાળા પાણીનું સેવન કરતા રહો. સાથે ગળ્યા પદાર્થો ખાવાથી બચો.
આમ તો પીરિયડ્સમાં થતો દુખાવો અલગ પ્રકારનો હોય છે. ત્યાં સુધી કે પીરિયડ્સમાં થતો દુખાવો અન્યને નથી થતો. દરેક વ્યક્તિના શરીરમાં વાત્ત, પિત્ત, કફ અલગ હોય છે. તેથી એ કહેવું મુશ્કેલ હોય છે કે ખાવામાં કઈ વાત સૂટ કરશે. પીરિયડ્સમાં પોતાના શરીર અનુસાર જ દરેક પ્રવૃત્તિઓ કરવી જોઈએ.
પીરિયડ્સ સમયે પોતાના ડાયટમાં પાંદડાવાળા શાકભાજી, ગ્રીન ટી અને નટ્સનું સેવન વધારો.
Published by:Bansari Shah
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર