Home /News /lifestyle /Corona વાયરસના સમયમાં સેક્સ માણવું કેટલું જોખમી? સલામત સેક્સ કેવી રીતે માણવું?

Corona વાયરસના સમયમાં સેક્સ માણવું કેટલું જોખમી? સલામત સેક્સ કેવી રીતે માણવું?

Dr. PARAS SHAH (SEXOLOGIST)

સેક્સ ગમે તેવી તણાવભરી પરિસ્થિતિને હળવી બનાવવા માટેનો સૌથી કારગર ઉપાય છે. સરકારે પણ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા જણાવ્યું છે તો પછી સેક્સ કેવી રીતે માણવું?

સમગ્ર વિશ્વ હાલ અભૂતપૂર્વ સંકટનો સામનો કરી રહ્યું છે. ચીનના એક પ્રાંતથી શરૂ થયેલી મહામારી એ આખી દુનિયાના અસ્તિત્વ સામે ગંભીર સવાલો ઉભા કરી દીધાં છે. અમેરિકા, કેનેડા કે યુરોપના ઈટાલી, સ્પેન અને ઈંગ્લેન્ડ જેવા વિશ્વના સમૃદ્ધ, ટેક્નોલોજીકલી એડવાન્સ અને મૂડીવાદી દેશો, સામ્યવાદી શાસન ધરાવતા ચીનમાંથી ઉદભવી ભારત સહિત સમગ્ર જગતને ભરડો લઈ રહેલા કોરોના વાયરસની સામે લડવામાં લગભગ લાચાર જણાઈ રહ્યાં છે.

ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ્યારે સમગ્ર રાષ્ટ્રને લોકડાઉન માં મૂક્યા ત્યારે આપણાંમાથી ઘણાં બધાને ઘરમાં ભરાઈ રહીને શું કરીશું તેવા પ્રશ્નો થતાં હતાં પરંતુ એક દિવસો પણ પરિવાર સાથે હસતાં-રમતાં નીકળી ગયા, પરંતુ કોરોનામાંથી હજી જલદી કોઈ રાહત મળે તેમ લાગતું નથી ત્યારે ઘરમાં બેસી બીબાઢાળ પ્રકારની સીરિયલો કે મૂવી જોઈ કંટાળેલા યુગલો સેક્સનો આનંદ માણે તે સ્વાભાવિક છે. સેક્સ ગમે તેવી તણાવભરી પરિસ્થિતિને હળવી બનાવવા માટેનો સૌથી કારગર ઉપાય છે, પરંતુ શું આવા સમયે સેક્સ માણવું સુરક્ષિત છે કે કેમ તેવો સવાલ ના થાય તો જ નવાઈ. કોરોના વાયરસના ચેપને અટકાવવા માટે લોકોએ એકબીજાથી સુરક્ષિત અંતર જાળવવું જરૂરી હોવાથી તબીબી નિષ્ણાતોની સલાહ અનુસાર સરકારે પણ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા જણાવ્યું છે તો પછી સેક્સ કેવી રીતે માણવું?

અહીં સલામત સેક્સ માટેના કેટલાંક સૂચનો જણાવાયા છે જે તમારા લોકડાઉનના સમયને આનંદમય અને રોમાંચક રીતે પસાર કરવામાં ઉપયોગી થઈ પડશે.

કોરોના કેવી રીતે ફેલાય છે તેનાથી હવે ભાગ્યે જ કોઈ અજાણ હશે. સેક્સમાં બંને પાર્ટનર વચ્ચેનું અંતર શૂન્ય થઈ જાય છે. આથી જ જો બંનેમાંથી કોઈ એક પાર્ટનરને ચેપ હોવાની શક્યતા હોય તો સમાગમ માણવાથી દૂર રહેવું જોઈએ.

તમે જ તમારા સૌથી સલામત સેક્સ પાર્ટનર છોઃ હસ્તમૈથુનથી કોરોના વાયરસનો ચેપ લાગતો નથી ખાસ કરીને જ્યારે તમે તમારા હાથ (અથવા કોઈ સેક્સ ટોય્ઝ) સાબુ અને પાણીથી સારી રીતે સાફ કરીને તેનો ઉપયોગ કરો છો ત્યારે.

તમારી સૌથી નિકટની વ્યક્તિ એટલે કે તમારી લાઈફ પાર્ટનર કે લીવ-ઈન સેક્સ માટે સલામત ગણાય. નિકટની આ વ્યક્તિઓની ટેવો તથા દિનચર્યાથી તમે સારી રીતે વાકેફ હોવાથી તેમનો સહવાસ માણવામાં જોખમ ઓછું રહે છે.

જો તમારા સાથી તમારી જોડે ના હોય તેવા સંજોગોમાં શક્ય હોય તો ઓનલાઈન સેક્સ જેમકે વેબ, ચેટ કે ફોન સેક્સનો આનંદ લઈ શકો છે અને જાતીય ઇચ્છા પૂર્ણ કરી શકો છો.

સેક્સ દરમિયાન સાવધાની રાખો

- ચુંબનથી કોરોના ઝડપથી ફેલાય છેઃ તમારા નજીકના સંપર્કમાં ના હોય તેવી વ્યક્તિને ચુંબન કરવાનું ટાળો. હજી સુધી વીર્યમાં કે યોનિના પ્રવાહીમાં વાયરસના પ્રમાણ નથી મળ્યાં પરંતુ લાળ અને થૂંકથી આ વાયરસ ઝડપથી ફેલાઈ શકે છે.

- રિમિંગ (ગુદા પાસે મોં રાખવું) ટાળોઃ માનવ મળમાંથી કોરોના વાયરસના પ્રમાણ મળ્યાં હોવાથી ગુદામૈથુન કરવાથી દૂર રહેવું.

- કોન્ડોમનો ઉપયોગ કરવોઃ સલામત સેક્સ માટે કોન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ.

- સ્વચ્છતા જાળવોઃ સમાગમ માણ્યા પહેલા અને પછી તમામ અંગોને સાબુથી સારી રીતે સાફ કરવા જોઈએ.

યુદ્ધ દરમિયાન બ્લેકઆઉટ જાહેર કરાયો હોય તેવી પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે અને સૌથી ચિંતાજનક બાબત એ છે કે હજી સુધી કોઈ પણ સ્થળેથી આ વાયરસની દવા શોધાયાના સારા સમાચાર નથી મળી રહ્યાં. જેને કારણે લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. ‘ચેતતો નર સદા સુખી ’ તથા ‘જીવતો નર ભદ્રા પામે’ તે ન્યાયે હાલના સંજોગોમાં સરકાર તથા નિષ્ણાત તબીબો દ્વારા કોરોનાના ચેપથી બચવા જે સાવચેતીના ઉપાયો દર્શવવામાં આવે છે તેનું પાલન કરવામાં જ શાણપણ છે.
First published:

Tags: #કામની વાતઃ, Kaamniwaat, Sexologist, Sexologist in ahmedabad, Sexologist paras shah, Sexologist. કામની વાત, કામની વાત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો