Home /News /lifestyle /સાવધાન! કોલેસ્ટ્રોલના દર્દીઓને કોફી પીવી પડી શકે છે મોંઘી, આ રીતે બચો

સાવધાન! કોલેસ્ટ્રોલના દર્દીઓને કોફી પીવી પડી શકે છે મોંઘી, આ રીતે બચો

How Coffee Increase Cholesterol Level

Coffee and Cholesterol:  ચોક્કસ માત્રામાં કોફી પીવાથી સ્વાસ્થ્ય સુધરે છે, પરંતુ તેની વધુ પડતી માત્રા અનેક રોગોનું કારણ બની શકે છે. કોલેસ્ટ્રોલની સમસ્યાથી પીડિત લોકોએ તેનું સેવન ટાળવું જોઈએ.

  How Coffee Increase Cholesterol Level:  મોટી સંખ્યામાં લોકો કોફીથી દિવસની શરૂઆત કરવાનું પસંદ કરે છે. તે સવારના સૌથી પ્રિય પીણાંમાંનું એક છે. કેટલાક લોકો કોફીના એટલા શોખીન હોય છે કે તેઓ કામના સ્થળે પણ ઘણા કપ કોફી પીવે છે. કોફીના આપણા સ્વાસ્થ્ય માટે કેટલાક ફાયદા છે, પરંતુ તેનું સેવન મર્યાદામાં કરવું જોઈએ. કોફી વધારે પીવાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે કોફી પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલ (Bad Cholesterol) ની માત્રા વધી શકે છે. જે લોકો કોલેસ્ટ્રોલની સમસ્યાથી પરેશાન છે, તેમણે કોફી પીવાનું ટાળવું જોઈએ. આજે અમે તમને જણાવીશું કે કોફી કોલેસ્ટ્રોલ પર કેવી અસર કરે છે. આ સિવાય કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાના કયા ઉપાયો છે.

  કોફી અને કોલેસ્ટ્રોલનું કનેક્શન


  મેડિકલ ન્યૂઝ ટુડેના અહેવાલ મુજબ, અત્યાર સુધીના ઘણા અભ્યાસોમાં આ વાત સામે આવી છે કે કોફી પીવાથી વ્યક્તિના શરીરમાં સીરમ કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે. તે તમે કેવા પ્રકારની કોફી પી રહ્યા છો અને કેટલી માત્રામાં પી રહ્યા છો તેના પર પણ આધાર રાખે છે. ખાસ વાત એ છે કે કોફી મહિલાઓ અને પુરુષોના કોલેસ્ટ્રોલ લેવલને અલગ-અલગ રીતે અસર કરે છે.

  આ પણ વાંચો: શું માત્ર સમલૈંગિક અથવા બાયોસેક્સ્યુઅલ વ્યક્તિને જ મંકીપોક્સ થાય છે? સ્ટડીમાં આવ્યું આ ચોંકાવનારું કારણ

  વર્ષ 2016માં થયેલા એક રિસર્ચ મુજબ કોફીનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય છે. કોફીમાં રહેલા કેફીનને કારણે કોલેસ્ટ્રોલ પર અસર થતી નથી, પરંતુ કોફી બીન્સમાં જોવા મળતું તેલ કોલેસ્ટ્રોલ વધારવા માટે જવાબદાર છે.

  આ કોફી સૌથી હાનિકારક છે


  ધ ઇન્સ્ટિટ્યૂટ ફોર સાયન્ટિફિક ઇન્ફોર્મેશન ઓન કોફી (ISIC) અનુસાર, કોફીમાં હાજર ડાઇટરપેન્સને કારણે કોલેસ્ટ્રોલ વધે છે. 2011ના અભ્યાસ મુજબ, સ્કેન્ડિનેવિયન બાફેલી કોફી, તુર્કીશ કોફી, ફ્રેન્ચ પ્રેસ કોફીનું ઓછા પ્રમાણમાં સેવન કરવું જોઈએ.

  આ પણ વાંચો: બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવા પીવો આ ડિક્ટોક્સ ડ્રિંક્સ, થશે અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ

  તેઓ કોલેસ્ટ્રોલ લેવલ પર સૌથી વધુ અસર કરે છે. જ્યારે એસ્પ્રેસો, ફિલ્ટર કોફી અને ઇન્સ્ટન્ટ કોફીમાં ડીટરપીન્સ બહુ ઓછી માત્રામાં જોવા મળે છે, જેનાથી કોલેસ્ટ્રોલમાં કોઈ ફરક પડતો નથી. તેથી, કોફી સમજી વિચારીને પીવી જોઈએ.

  આટલી ટિપ્સ કરો ફોલો  • દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ વ્યાયામ કરો

  • શારીરિક રીતે એક્ટિવ રહેવાનો પ્રયાસ કરો

  • લાંબા સમય સુધી બેસવાનું ટાળો

  • સ્વસ્થ આહાર લેવો ખૂબ જ જરૂરી છે

  • તંદુરસ્ત ચરબીયુક્ત ખોરાક લો

  • કોફીના વધુ પડતા સેવનથી બચો

  Published by:Rahul Vegda
  First published:

  Tags: Lifestyle

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन