Home /News /lifestyle /પ્રેગનન્સીમાં ઉલટી-ઉબકાની સમસ્યાથી કંટાળી ગયા છો? આખું શરીર ખેંચાય છે? અજમાવો આ 4 ઘરેલું ઉપાયો
પ્રેગનન્સીમાં ઉલટી-ઉબકાની સમસ્યાથી કંટાળી ગયા છો? આખું શરીર ખેંચાય છે? અજમાવો આ 4 ઘરેલું ઉપાયો
આદુના આ ઉપાયથી પ્રેગનન્સીમાં રાહત મેળવો
Pregnancy tips: પ્રેગનન્સીનો સમયગાળો એવો છે જેમાં મહિલાઓએ પોતાનું ધ્યાન અનેક રીતે રાખવાનું હોય છે. આ સમયમાં મહિલાઓને ખાસ કરીને ઉલટી-ઉબકાની તકલીફ વધારે રહેતી હોય છે. આ ઘરેલું ઉપાયો તમારી આ સમસ્યામાંથી તમને રાહત અપાવે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પ્રેગનન્સીમાં શરૂઆતના દિવસોમાં મહિલાઓને અનેક ઘણી તકલીફો થતી હોય છે જેમાં ખાસ કરીને ઉલટી અને ઉબકાની સમસ્યા વઘારે રહેતી હોય છે. ઘણી મહિલાઓને આ સમસ્યા નવ મહિના સુધી રહેતી હોય છે. ઉલટી-ઉબકા આવવાથી પેટ અને પેઢામાં ખેંચાવો થાય છે. બાળક જ્યારે પેટમાં હોય ત્યારે આ સમસ્યા રહેવી એ સામાન્ય વાત છે. હોર્મોનલ અસુંતલનને કારણે આ સમસ્યા વઘારે રહેતી હોય છે. ખાસ કરીને human chorionic gonadotropin (HCG) હોર્મોનને કારણે ભ્રુણ તૈયાર થાય છે. આમ, જો તમે પ્રેગનન્ટ છો અને તમને ઉબકા-ઉલટીની સમસ્યા વધારે રહે છે તો આ ઘરેલું ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે.
તમે પ્રેગનન્ટ છો અને તમને ઉલટી-ઉબકાની સમસ્યા વધારે રહે છે તો તમે આદુની ઉપર કાળુ મીઠું લગાવીને દાંતની નીચે દબાવી રાખો. આમ કરવાથી ઉબકાની સમસ્યામાંથી રાહત મળે છે. આદુ ઉબકાની ભાવનાઓને ઓછી કરે છે અને સાથે મીઠું પેટ અને ફૂડ પાઇપના એસિડને ન્યૂટ્રલાઇઝ કરે છે જેના કારણે ઉલટી થતી નથી.
ફુદીનાની ચટણી ખાઓ
આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે ફુદીનાની ચટણી એક સારો ઓપ્શન છે. ફુદીનાની ચટણી અથવા ફુદીનાના પાન ચાવવાથી આ સમસ્યામાંથી રાહત મળે છે. જો કે ફુદીનાના પાન ઠંડક આપવાનું કામ કરે છે. ફુદીનાના પાનમાં ઠંડકનો ગુણ હોય છે જે તમને રિલેક્સ રાખવામાં મદદ કરે છે. આ સાથે જ ફુદીનાના પાન પાચન ક્રિયાને સારું કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.
લીંબુનો જ્યૂસ પ્રેગનન્ટ વુમન્સ માટે સૌથી બેસ્ટ છે. ઉલટી-ઉબકાની સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે લીંબુનો જ્યૂસ પી શકો છો. આ સાથે જ તમે લીંબુનો એક કટકો મોંમા મુકી શકો છો. લીંબુમાં વિટામીન સી સારા પ્રમાણમાં હોય છે જે પ્રેગનન્સીમાં અનેક રીતે ફાયદાકારક છે. તમે પ્રેગનન્સીમાં રોજ એક સમયે લીંબુનો જ્યૂસ પીઓ છો તો પાણી ઘટવાના ચાન્સિસ પણ ઓછા રહે છે.
ઇલાયચી મોંમા રાખો
ઇલાયચીમાં ડાયજેસ્ટિવ એન્ઝાઇમનનો ગુણ હોય છે જે મોંમા રાખીને ચાવવાથી પેટને લગતી સમસ્યામાંથી રાહત અપાવે છે. આ સાથે જ તમને ઉલટી-ઉબકાનો પ્રોબ્લેમ થતો નથી.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર