Home /News /lifestyle /

આત્મનિર્ભર: એક મહિલા સંગઠન આ રીતે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને લોકડાઉનમાં બનાવી પગભર

આત્મનિર્ભર: એક મહિલા સંગઠન આ રીતે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને લોકડાઉનમાં બનાવી પગભર

Image credit: Special Arrangement

આ સિવાય અમે જે મહિલાઓ સાથે કામ કરીએ છીએ તેમાં લગભગ 30 ટકા અવિવાહિત અથવા વિધવા અથવા અલગ થઇ ગયેલ મહિલાઓ છે. તેમાંથી મોટા ભાગની મહિલાઓ પાસે માત્ર પ્રાથમિક શિક્ષણ જ છે.

  કોરોના મહામારીએ સમગ્ર દેશમાં નોકરીઓ અને આવકને ભારે ગંભીર અસર પહોંચાડી છે. એકલા તમિલનાડુમાં 2020માં પહેલા લોકડાઉન દરમિયાન 53 ટકા ઘરોમાં લગભગ એક વ્યક્તિ બેરોજગાર બન્યો હતો. તેવામાં ઇન્ડસ્ટ્રી ફાઉન્ડેશન ગ્રામીણ મહિલાઓને એક કાર્યક્રમ દ્વારા રોજગાર શોધવામાં મદદ કરી રહ્યું છે. જેને મહિલાઓને સશક્ત બનાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે.

  પ્રોડ્યૂસર ઑવન્ડ વુમન એન્ટરપ્રાઇઝ અથવા પાવર પ્રોગ્રામને USAIDની સાથે ભાગીદારીમાં ઇન્ડસ્ટ્રી દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. જેનો ઉદ્દેશ્ય 2025 સુધીમાં વિકાસશીલ દુનિયામં 50 મિલિયન મહિલાઓને પર્યાવરણ અનુકૂળ ગ્રામીણ આજીવિકાના માધ્યમો દ્વારા સશક્ત બનાવવાનો છે. જે ખાસ કરીને મહિલાઓને આત્મનિર્ભર બનાવે છે. આ કાર્યક્રમનો પ્રાથમિક ઉદ્દેશ મહિલાઓની માલિકીવાળા ઉદ્યોગોનું નિર્માણ કરવું અને તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જોડવાનો છે.

  આ પ્રોગ્રામ હેઠળ મહિલાઓને વેપાર કરવા માટે જરૂરી કુશળતા અને નેટવર્ક ઊભું કરવા માટે જરૂરી તાલીમ અને સહાય આપવામાં આવે છે. જે મહિલાઓ પાવર પ્રોજેક્ટનો ભાગ છે તેમને ઉત્પાદનના વેચાણ અને માર્કેંટિંગ વગર ઉત્પાદિત વસ્તુઓની સંખ્યા અનુસાર ચૂકવણી કરવામાં આવે છે.

  આ પણ વાંચો- મૂળા ખાવાથી સ્વાસ્થ્યને ફાયદા જ ફાયદા, અહીં જાણો શા માટે ખાવા જોઈએ મૂળા

  મદુરાઇના પૂર્ણાપેચી કોરોના મહામારીમાં લોકડાઉન દરમિયાન દર મહિને રૂ.11000 કમાવામાં સફળ રહ્યા હતા. લેમ્પશેડ બનાવવા માટે જાણીતા પૂર્ણાપેચી પાવર પ્રોગ્રામમાં વાંસની વસ્તુઓના ઉત્પાદન માટે કામ કરે છે. અન્ય કેળાની છાલ અને નોનટિમ્બર વન ઉત્પાદન છે.

  પૂર્ણાપેચીએ કહ્યું કે, હું પહેલા એક કપડાના કારખાનામાં કામ કરતી હતી અને ખરાબ પરિસ્થિતીઓમાં લાંબા સમય સુધી કામ કરતી હતી. મારા પતિ એક મજૂર છે. પૈસા પણ ન હતા અને અમે જીવનનિર્વાહ કરવા માટે ઘણો સંઘર્ષ કરતા હતા. પાવર પ્રોગ્રામ વિશે સાંભળ્યા બાદ તેણે કારખાનું છોડી દીધુ અને ઇન્ડસ્ટ્રીના ગ્રીન ક્રાફ્ટ વિભાગમાં કામ કરવાનું શરૂ કરી દીધું.

  આ પણ વાંચો-હિમાલયમાં ઊડતી ખિસકોલીની બે નવી પ્રજાતિ મળી આવી, શોધથી વિજ્ઞાનિકો રોમાંચિત

  જ્યારે પૂર્ણાપેચી શરૂઆતથી જ કંપની દ્વારા આપવામાં આવતા પીએફ અને અન્ય લાભોથી પ્રભાવિત હતી અને અને ખબર પડી કે તે ગૂંથણમાં સારી કુશળતા ધરાવતી હતી. જ્યારે અન્ય કારીગરો એક દિવસમાં એક લેમ્પશેડ બનાવતા હતા ત્યાં પૂર્ણાપેચી 2 બનાવતી હતી. જેથી તે એક સ્ટાર કલાકાર તરીકે જાણીતી બની હતી.

  ઇન્ડસ્ટ્રીની સંસ્થાપક નિલમ છીબ્બરે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આર્થિક આત્મનિર્ભરતા ગ્રામીણ ભારતમાં મહિલાઓને સશક્ત બનાવવાની ચાવી છે. આ રીતે જ્યારે ઉદ્યોગ શરૂઆતના સમયમાં જ્યારે મહિલાઓને સહયોગ કરે છે, અંતિમ લક્ષ્ય તેમના સમૂહને આત્મનિર્ભર અને આત્મ સશક્ત બનાવવાનો છે. અમારું માનવું છે કે જે મહિલાઓ 5 કે 12 સુધી ભણેલી છે, તેમની પાસે પોતાના ઉત્પાદનોને વૈશ્વિક બજારમાં પ્રતિસ્પર્ધા કરવા માટે ક્ષમતા ન હોઇ શકે. તેથી કે જરૂરી છે કે, જો તેમાં બદલાવ લાવવો છે તો આપણે પ્રાફેશનલ સહયોગ અને મેનેજમેન્ટ પ્રોગ્રામનો ઉપયોગ કરી શકીએ છીએ.

  આ પણ વાંચો- OMG! મહિલાએ દીકરા માટે ઓર્ડર કર્યું ફ્રાઇડ ચિકન, આવ્યો ફ્રાઇડ ટૂવાલ

  આ વર્ષોમાં ઇન્ડસ્ટ્રીએ 10,000થી વધુ મહિલાઓની સાથે કામ કર્યુ છે અને પોતાના કાર્યક્રમો અને પહેલાના માધ્યમોથી 1,70,000થી વધુ મહિલાઓને પ્રભાવિત કરી છે. એક વખત મહિલાઓ સપ્લાય ચેનમાં કામ કરવાનું શરૂ કરી દે છે તો ઘણા રેન્કમાં વૃદ્ધિ થાય છે અને ત્યાં સુધી કે અમુક મહિલાઓ ટ્રેનર્સ કે ટીમ લીડર પણ બની શકે છે. અને આ સંગઠન ઘણી મહિલાઓ માટે લોડકાઉનના મહિનાઓ દરમિયાન મહત્વપૂર્ણ સાબિત થયું છે, જેમના પતિઓનું કામ આ દરમિયાન બંધ રહ્યું હતું.

  એક ગૂંથણકાર અને બે બાળકોની માતા થિલ્ગાવતીએ ન્યૂઝ 18ને જણાવ્યું કે, મહિલા કારીગરોને વર્ક ફ્રોમ હોમ સાલ્યૂશન આપવું જરૂરી છે. મે કોવિડ-19 મહામારી પહેલા ડિસેમ્બર 2019માં કામ કરવાનું શરૂ કર્યું હતું. હું અને મારા પતિ અમે દેવામાં દબાઇ ગયા હતા. જોકે, ઘરેથી કામ કરવાના વિકલ્પે અમારા પરીવારને બચાવી લીધો.

  જ્યારે થિલ્ગાવતી જેવી અમુક મહિલાઓ ભાગ્યશાળી રહી, લાખો મહિલાઓ વિશ્વભરમાં નોકરી છૂટી જવાથી મહામારીની કિંમત ચૂકવી રહી છે. એપ્રિલ પહેલા પ્રકાશિત અઝીમ પ્રેમજી વિશ્વવિદ્યાલયના સંશોધકોના એક વર્કિંગ પેપરમાં સામે આવ્યું કે પુરૂષોની સરખામણીએ મહિલાઓને નેશનલ લોકડાઉનના કારણે પોતાની નોકરી ગુમાવવાની શક્યતા 7 ગણી વધુ હતી.

  છીબ્બરે ન્યૂઝ 18ને કહ્યું કે, ભારતમાં કોરોનાની સ્થિતિ દરમિયાન આપણે શ્રમ શક્તિમાં મહિલાઓનો ફાળો ઘટ્યો હતો. કોરોના પહેલા શ્રમદાનમાં ભારતની ભાગીદારી ઘણી નિરાશાજનક હતી. પરંતુ મહામારીએ તેને વધુ ખરાબ બનાવી દીધી. મહિલાઓની શ્રમ ભાગીદારી વધારવાના ઉદ્દેશ્યથી કાર્યક્રમો તૈયાર કરવા માટે કુશળ તાલીમ અને રોજગાર મોડલ પર વિચાર કરવો જરૂરી છે. જે તેમની શહેરમાં જવાની આશા વગર તેમના ઘરની નજીકથી કરી શકાય છે.

  આ સિવાય અમે જે મહિલાઓ સાથે કામ કરીએ છીએ તેમાં લગભગ 30 ટકા અવિવાહિત અથવા વિધવા અથવા અલગ થઇ ગયેલ મહિલાઓ છે. તેમાંથી મોટા ભાગની મહિલાઓ પાસે માત્ર પ્રાથમિક શિક્ષણ જ છે. એવા ઉપાયો કરવા જરૂરી છે, જે તેને એવા સમયે આજીવિકા સુધી પહોંચાડવામાં મદદરૂપ બને જ્યારે નોકરીઓ ખતમ થઇ રહી છે.

  માર્ચ 2021માં પહેલા નેશનલ લોકડાઉનની શરૂઆતથી માર્ચ 2021 સુધી પાવર કાર્યક્રમે 2859 મહિલાઓનું સમર્થન મેળવ્યું છે.
  First published:

  Tags: COVID-19, Jobs, Village women, ભારત, મહિલા

  આગામી સમાચાર