'ત્રણ દિવસ સુધી મને ભૂખી અને નિર્વસ્ત્ર હાલતમાં એક રૂમમાં બંધ રાખવામાં આવી'

News18 Gujarati
Updated: April 24, 2018, 12:40 PM IST
'ત્રણ દિવસ સુધી મને ભૂખી અને નિર્વસ્ત્ર હાલતમાં એક રૂમમાં બંધ રાખવામાં આવી'
સગીરાને ઘરે મુકી જવાનું કહીને અવાવરું જગ્યા પર લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું.

અરબી પઢતા પઢતા મૌલવી અચાનક જ મારો હાથ પંપાળવા લાગ્યો. તેની પકડ મજબૂત થઇ

  • Share this:
ન્યુઝ18 ગુજરાતી: ત્યારે હું 8 વર્ષની હતી. અમ્મીની સાથે એક મૌલવી પાસે જતી. તે મને અરબી શીખવતો હતો. માની સાથે જવું મને ખુબ ગમતુ હતું. અમે આખા રસ્તે વાતો કરતાં જતા. એક દિવસ અમ્મી બીમાર હતી. મને તેને મુકીને જવાની ઇચ્છા ન હતી. પણ અમ્મી મને કુરાન વાંચતા જોવા ઇચ્છતી હતી. તેથી તે બીમારીની હાલતમાં પણ મારી સાથે આવવા તૈયાર હતી. મે આખરે એકલી જ મૌલવીની પાસે જવાનો નિર્ણય કર્યો.

અરબી પઢતા પઢતા મૌલવી અચાનક જ મારો હાથ પંપાળવા લાગ્યો. તેની પકડ મજબૂત થઇ. હું નાની હતી પણ ઘણી જ ગુસ્સાવાળી હતી. એક ઝાટકે ત્યાંથી ઉઠી અને ઘરે પરત ફર્યા બાદ જ રોકાઇ.

અમ્મીને કંઇપણ કહ્યાં વગર મે સીધા નળ નીચે મારા હાથ ધોવાનાં શરૂ કર્યા. હું રડતી જતી હતી. અમ્મી મને ચુપચાપ જોઇ રહી હતી. બાદમાં મારી વ્યથા જાણીને તેણે દીકરીને કુરાન પઢતા જોવાનું સપનું તોડી નાખ્યુ હતું. તેણે કહ્યું હવે ક્યારેય તારી સાથે આવુ નહીં થાય. આપણે અબ્બુને આ વિશે કંઇજ વાત નહીં કરીયે.મૌલવીનાં અડવાથી હચમચી જનારી કલાકો સુધી પોતાનો હાથ ધોનારી નાનકડી જાન હવે એક સેક્સ વર્કર છે. આ બદકિસ્મતી નથી તો શું છે. નહીં તો કેમ એક દિવસ બીજા ગામમાં જતા સમયે રેલ્વે સ્ટેશન પર અમ્મી-અબ્બુથી તે છુટી પડી જતી. હાથ છોડીને સ્ટેશન બહાર નીકળી તે બાદ ક્યારેય ન તેમને મળી શકી. કલાકો સુધી મને ખ્યાલ પણ ન આવ્યો. ગામડાની છોકરી હતી. પહેલી વખત શહેરની રોનક જોવાનો અવસર મળ્યો હતો. ભૂખ લાગી ત્યારે અમ્મી યાદ આવી. મે તેમને ખુબ શોધ્યા.. આખરે હું રડવા લાગી પણ શહેરની ભીડમાં કોઇને એક બાળકીનો ધૂળવાળો રડતો ચહેરો ન દેખાયો. આખરે એક કૂલીને મારા પર તરસ આવી. તે મારી જોડે મોડી સાંજ સુધી મારા અમ્મી અબ્બુને શોધતો રહ્યો. રાતમે તેનાં જ ઘરમાં વિતાવી.

વિચાર્યુ હતું, થોડા સમયમાં ભલે ન મળે પણ થોડા દિવસોમાં મારા પરિવારવાળા મને મળી જશે. મે થોડા દિવસો રાહ જોઇ. મને પનાહ આપનારો કૂલી નેકદિલ હતો. પણ તેનો પરિવાર ઘણો મોટો હતો અને કમાણી ઓછી. કૂલીની પત્નીને એક બહારની દીકરીને ખવડાવવું ખટકતું હતું. હું દિવસભર કામમાં તેને મદદ કરતી જેથી મારુ ભોજન બોજ ન લાગે. પણ એક સાંજે તેણે મને તેનાં ભાઇનાં હવાલે કરી દીધી. આ સાંજ તેણે મને ખવડાવેલા તમામ ભોજનનો હિસાબ હતી. તેનાં ભાઇએ મને કોઠા પર વેચી દીધી.

પહેલા દિવસે મારા રૂમમાં 'ખાસ' ક્લાઇન્ટ મોકલવામાં આવ્યો. મને અત્યાર સુધી કોઇએ અડી ન હતી. અને વર્જિનિટી તોડવી તેની મર્દાનગીને વધુ વધારતી. હું સિંહણની જેમ લઢી હતી. તે ખુબ કદાવર હતો પણ મારો નિર્ણય વધુ મજબૂત હતો. આગલી સવારે મને કોઠાની માલકિને ખુબ મારી હતી. મને એક રૂમમાં બંધ કરી દેવામાં આવી. વગર કપડે. ત્રણ દિવસ સુધી વગર કપડે અને વગર ખાધે મે વિતાવ્યા હતાં. મને ખુબ તરસ લાગી હતી. હું વિચારતી હતી કે હજુ પાણી વગર હું કેટલું જીવી શકીશ.

ચોથા દિવસે દરવાજો ખુલ્યો. મને ખાવાનું આપવામાં આવ્યું પણ કપડાં ન આપ્યા. ફરી એક ક્લાયન્ટ આવ્યો. તે બાદ બીજો. મે ગણતરી કરવાનું હવે છોડી દીધુ હતું.

મે મારા રૂમમાં ક્લાયન્ટ્સને મારુ નસીબ માનીને સ્વિકારી લીધા. દરરોજ રાત્રે ઘણી વખત મારો બળાત્કાર થતો. દર રાતની શરૂઆત તે મૌલાનાને યાદ કરીને થતી. કોઠાની માલકિન એટલી દયા દાખવતી કે તે દરરોજ મને નશાની સસ્તી દવાઓ આપી દેતી તેથી હું નશામાં રહીને બળાત્કારનો વિરોધ ન કરું.

તે દિવસે પોતાનો હાથ રગડી રગડીને ધોનારી બાળકી હવે તેનાં શરીર પર સાબુની ટીક્કી નથી વાપરતી. કારણકે હવે કોઇ તેને કહેવાવાળુ નથી કે આવું ફરીથી નહીં થાય. હવે તે જરાં પણ રડતી નથી કારણ કે તેને છાતી સરસો ચાંપીને દિલાસો આપનારું કોઇ નથી.

(ઓવાગીની આ કહાની અમે ફેસબૂક પેજ GMB Akashની પરવાનગીથી લીધી છે.)
First published: April 24, 2018, 12:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading