સાવધાન! તમારું વોશિંગ મશીન બેક્ટેરિયાનું ઘર છે, આ રીતે બચો

પ્રતિકાત્મક તસવીર

શું તમારા વોશિંગ મશીનમાં પણ આવા જીવાણું છે?

 • Share this:
  ગત થોડા સમય પહેલા જર્મનીમાં બાળકોની એક હોસ્પિટલમાં નવજાત બાળકોને પહેરાવતા કપડા પર બિમારી પેદા કરતા બેક્ટેરિયા મળી આવ્યા. આ જીવાણું પર મોટાભાગની દવાઓની અસર નહતી થતી. આમ આ હોસ્પિટલ દ્વારા સ્વચ્છતાના તમામ માનકો પર સાચા ઠર્યા પછી પણ બાળકોના કપડા પર બેક્ટેરિયા જોવા મળ્યા. જે અંગે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે આ ખતરનાક બેક્ટેરિયા હોસ્પિટલની લોન્ડ્રીથી આવી રહ્યા છે.

  વિશેષજ્ઞોની જાણકારી મુજબ અત્યાધુનિક વોશિંગ મશીનમાં જીવાણું નષ્ટ કરવાની ક્ષમતા જૂના પારંપરિક મશીનોથી ખૂબ જ ઓછી છે. અપ્લાઇડ એન્ડ એન્વાયરમેન્ટલ માઇક્રોબાયોલોજી પત્રિકામાં છપાયેલી શોધ મુજબ જર્મનીની આ હોસ્પિટલના બાળકો તો નસીબદાર હતા કે તે જીવાણુઓની ઝપેટમાં આવવાથી બચી ગયા. પણ શું તમારા વોશિગ મશીનમાં પણ આવા જીવાણું છે?
  જો આધુનિક મશીનોમાં બેક્ટેરિયા મળ્યા તો તમારા વોશિંગ મશીન કેટલા સુરક્ષિત છે તે પર એક સવાલ ઊભો થાય છે. આજકાલના મશીનો ઠંડા પાણીમાં કપડાં ધોઇ દે છે. મશીન અંદર જ લગભગ કપડાને સૂકવી દે છે. જાણકારો મુજબ આ મશીનોની રબર સીલમાં બેક્ટેરિયા ઉછરી શકે છે. અને ધીરે ધીરે તે સમગ્ર મશીનમાં ફેલાઇ શકે છે. અને આજ બેક્ટેરિયા તમારા કપડાં દ્વારા તમારા શરીરને નવી નવી બિમારીઓ આપી શકે છે.

  યુનિવર્સિટી ઓફ બૉનમાં વિશ્વ સ્વાસ્થય કેન્દ્રના ઇન્સિટ્યૂટ ઓફ હાઇઝીન એન્ડ પબ્લિક હેલ્થના નિર્દેશક ડૉ. માર્ટિન અક્સનર મુજબ સ્વચ્છતા અભિયાનથી જોડાયેલા લોકો માટે આ એક મોટી ચૂનોતી છે. કારણ કે કોઇ બિમારીનું મૂળ ઘરમાં જ હોય તો તે રોજ રોજ વધી શકે છે. ન્યૂયોર્કથી નોર્થ શોર યુનિવર્સિટી હોસ્પિટલના ડૉ. બ્રુસ હિર્શ્સ તેને મોટો ખતરો માની રહ્યા છે. તેમનું કહેવું છે કે આ રીતે બેક્ટેરિયા તમારી આસપાસ જ ફરી રહ્યા છે.

  આ માટે તમારે કપડાની સફાઇ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું પડશે. તેમાં પણ ખાસ ત્યારે જ્યારે તમારા ઘરમાં કોઇ નાનું બાળક કે વયોવૃદ્ધ હોય. ભેજવાળી જગ્યાએ મશીન રાખવાનું ટાળો. ખાલી કપડા જ નહીં તમારા વોશિંગ મશીનને પણ સાફ રાખો. જો કપડાં કોઇ ખૂનના નિશાન હોય કે કોઇને ચામડીનો રોગ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય તો તેના કપડા ગરમ પાણીમાં સાફ કરો. વળી તમારા વોશિંગ મશીનને સપ્તાહમાં બે વાર ડિસઇફેક્ટેડથી સાફ કરો.
  Published by:Chaitali Shukla
  First published: