વર્ક ફ્રોમ હોમનું ચલણ વધતાં કામની કલાકો પણ વધી જવા પામી છે. આ ઉપરાંત મોડી રાત સુધી કામ કરવાનું ચલણ વધ્યું છે. તેના પરિણામે ઊંઘના શેડ્યૂલમાં ખલેલ પહોંચી રહી છે.
નવી દિલ્હી: કોરોના મહામારી (Corona pandemic)એ લોકોના જીવન અને જીવનશૈલી (Lifestyle) ઉપર ખૂબ મોટી અસર કરી છે. વર્ક ફ્રોમ હોમ (Work from home)નું ચલણ વધ્યું છે, પરંતુ કામ અને વેકેશન (Vacation)ના વિચારોમાં ફેરફાર થઈ ગયા છે. લોકોના માનસિક સ્વાસ્થ્ય (Mental health) પર પણ અસર થઈ છે. નોકરીઓ પરના ખતરા અને પગાર ઘટ્યા હોવાથી માનસિક સ્વાસ્થ્ય જોખમમાં મૂકાયું છે. આવી સ્થિતિમાં હોસ્પિટાલીટી ક્ષેત્ર ‘સ્લીપકેશન’નો નવો વિચાર લઈને આવ્યું છે. જે માનસિક સ્વાસ્થ્ય માટે લાભદાયક નીવડી શકે છે.
બેંગ્લોરના આઇટીસી લાઇફ સાયન્સિસ એન્ડ ટેકનોલોજી સેન્ટર અને લક્ઝરી હોટલ ચેન ગ્રુપ દ્વારા ઊંઘ અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં એવું સામે આવ્યું છે કે, સ્લીપકેશન જેવા સ્લીપ પેકેજથી કોરોના જેવા ગંભીર સમયમાં જીવનની ગુણવત્તા સુધરે છે. વર્ક અને સ્લીપ પેટર્નને સુધારવામાં પણ મદદ મળે છે. કોરોનાનું સંક્રમણ ઘટ્યું હોવાનું માનીને ઘણા લોકોએ હરવા ફરવા માટે બુકિંગ કર્યા હતા. પરંતુ કોરોનાની નવી વેવમાં વધુ કેસ નોંધાતા લોકો આ બુકિંગ રદ કરવાનું વિચારી રહ્યા છે.
આવા સંજોગોમાં સ્લીપકેશનની તાતી જરૂર ઉભી થઈ છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ ઘણા વ્યવસાયિકો ધીરે ધીરે સ્લીપકેશનનો વિચાર સ્વીકારવા લાગ્યા છે. સ્લીપકેશન ઉત્પાદકતા અને વર્ક-લાઇફ બેલેન્સમાં સુધારો કરવામાં મદદરૂપ થાય છે.
વર્ક ફ્રોમ હોમનું ચલણ વધતાં કામની કલાકો પણ વધી જવા પામી છે. આ ઉપરાંત મોડી રાત સુધી કામ કરવાનું ચલણ વધ્યું છે. તેના પરિણામે ઊંઘના શેડ્યૂલમાં ખલેલ પહોંચી રહી છે. આ ઉપરાંત ખાવા-પીવા માટેની પદ્ધતિમાં પણ ફેરફાર થયો છે આ તમામ બાબતો ઊંઘને અસર કરે છે. સ્લીપકેશનની ઓફર કરવાની સાથે હોટેલ દ્વારા સ્પા ટ્રીટમેન્ટ પણ ઓફર કરવામાં આવે છે. સ્પેશિયલ ઓશિકા પણ આપવામાં આવે છે.
હોટેલ અલગ અલગ એવી ડિશ ગ્રાહકોને ઓફર કરે છે જેનાથી સારી ઊંઘ આવે. કોરોના વાયરસના કારણે બગડેલી જીવનશૈલીને ફરી વ્યવસ્થિત કરવા લોકો ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. ભારતના અને બહારના વેલનેસ રિસોર્ટમાં ઊંઘને પ્રાધાન્ય આપતી સર્વિસ ઉપર ધ્યાન રાખવામાં આવે છે.
તાજેતરમાં યુનિવર્સિટી કૉલેજ લંડનના સંશોધકોએ કરેલા અભ્યાસમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યા હતા. અભ્યાસમાં ફલિત થયું હતું કે, કોરોના મહામારી દરમિયાન દર 10માંથી માત્ર એક વ્યક્તિ જ રાત્રે સારી રીતે જોઈ શકે છે. આ સર્વે 70,000થી વધુ લોકો પર કરવામાં આવ્યો હતો. જેમાં 7.7 ટકા લોકોએ જ સારી નિંદ્રા માણતા હોવાની વાત કબુલી હતી.
કોણ કોણ બન્યું ભોગ?
સારી રીતે ઊંઘ ન આવવી અથવા ઊંઘમાં ખલેલ પડવી તે બાબતે અનેક કારણો જવાબદાર હોવાનું સંશોધકોનું કહેવું છે. અગ્રણી લેખક ડેઇઝી ફેનકોર્ટ (પીએચડી) અને સહકર્મચારીઓના મત મુજબ, જેઓના ઘરની આવક ઓછી હોય, માનસિક અથવા શારીરિક તાણની પરિસ્થિતિઓથી પ્રભાવિત હોય અથવા લઘુમતી સમાજમાંથી આવતા હોય તેઓ રોગચાળા દરમિયાન ઊંઘ સારી લઈ શક્યા નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર