Home /News /lifestyle /OHHH! હોટલનાં રૂમમાં આ વસ્તુઓ હોય છે સૌથી ગંદી, 95 ટકા લોકોને નથી ખબર
OHHH! હોટલનાં રૂમમાં આ વસ્તુઓ હોય છે સૌથી ગંદી, 95 ટકા લોકોને નથી ખબર
પ્રતીકાત્મક તસવીર.
Dirtiest things in hotel rooms: સામાન્ય રીતે આપણે ક્યાંક બહાર જઇએ ત્યારે હોટલના રૂમમાં રોકાતા હોઇએ છીએ. હોટલનાં રૂમને આપણે સારા માની લેતા હોઇએ છીએ. પરંતુ તમને જણાવી દઇએ કે હોટલની આ વસ્તુઓ એકદમ ગંદી હોય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આપણે જ્યારે કોઇ પણ હોટલમાં રોકાવા જઇએ ત્યારે ખાસ કરીને એની ફેસિલિટી જોઇને આપણે ખુશ થઇ જઇએ છીએ. પરંતુ શું તમે જાણો છો હોટલની કેટલીક એવી વસ્તુઓ જે ગંદી હોય છે?. આમ તમને એક વાત જાણીને એ પણ નવાઇ લાગશે કે હોટલમાં સામાન્ય રીતે આપણે ક્યાંક ફરવા જઇએ ત્યારે રોકાતા હોઇએ છીએ, તેમજ બીજા કોઇ પણ કારણોસર આપણે હોટલમાં રૂમ રાખતા હોઇએ છીએ. તો જાણી લો તમે પણ એવી વસ્તુઓ વિશે જે હોટલના રૂમમાં ગંદી હોય છે. આમ, તમે જે પણ હોટલમાં જાવો છો ત્યાં ખાસ કરીને આ વસ્તુઓ ચેક કરી લો.
તમને ધ્યાન હશે તો દરેક જગ્યાએ હોટલના રૂમો ચોખ્ખા હોતા નથી. ઘણી બધી જગ્યાએ હોટલના રૂમ બહુ જ ગંદા હોય છે. ઘણાં લોકોને તો આ વાતને લઇને ઝઘડો પણ થઇ જતો હોય છે. આ સાથે જ ઘણી હોટલોમાં તો ઉપરની સાઇડમાં એકદમ ગંદકી હોય છે જે જોઇને આપણને ત્યાં રહેવાની ઇચ્છા થતી નથી.
હોટલના રૂમમાં સૌથી ગંદી વસ્તુઓમાંથી એક હોય છે બેડ કવર. ચાદર તો થોડી પણ ચોખ્ખી હોય છે, પરંતુ તમે બેડ પરના કવર જોશો તો તમને ખ્યાલ આવશે કે એ કેટલા ગંદા છે. ઘણી બધી હોટલોમાં તો બેડ કવર લાંબા સમય સુધી ધોવામાં આવતા હોતા નથી. આ ટાઇપના બેડ કવર પર તમે વધારે સમય સુધી ઊંઘી રહો છો તો સ્કિન ઇન્ફેક્શન થવાના ચાન્સિસ પણ વધી જાય છે.
હોટલનાં રૂમમાં તમે એક વખત રિમોટ પર ધ્યાન દોરજો. ઘણી બધી હોટલોમાં રિમોટ પણ ચીકણાં અને ઉપર ધૂળ જામી ગઇ હોય છે. આ સાથે જ ઘણી વાર તો coil જેવા બેક્ટેરિયા પણ થઇ જતા હોય છે.
હોટલનાં રૂમમાં ગ્લાસ સેટ પણ ગંદા હોય છે. ગ્લાસ સેટની કીનારીઓ પર તમે નજર કરશો તો તમને ગંદકી જોવા મળશે. મોટાભાગે આ ટાઇપની ગંદકી સાદા પાણીથી જ લોકો નિકાળતા હોય છે.
ઘણી વાર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે હોટલના બાથટબ પણ ગંદા હોય છે. જો કે તમને એક વાત એ જણાવી દઇએ કે દરેક હોટલમાં આ ટાઇપની ગંદકી હોતી નથી.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર