હોટલમાં કેવી રીતે બનાવાય છે "પીઝા સોસ" ?

 • Share this:
  પીઝા સોસને ઘરે  કેવી રીતે બનોવશો? 

  પીઝા ટામેટા સોસ સામન્ય રીતે માર્કેટમાં તૈયાર મળે છે. પરંતુ ઘરે પણ તેને ઘણો જ સરળતા અને ટેસ્ટી જ બનાવી શકાય છે.

  પીઝા ટામેટા સોસ બનાવવા માટે :

  સામગ્રી :

  ૪-૫ નંગ ટામેટા
  ૧/૪ – નાની ચમચી મીઠું. (સ્વાદ અનુસાર)
  ૨ -પીંચ (ચપટીક) કળા મરી નો પાઉડર
  ૬-૭ નંગ તુલસીના પાન
  ૨ – ટેબલ સ્પૂન ઓલિવ ઓઈલ અથવા માખણ

  રીત :

  ટામેટા ને પાણીથી ધોઈ લેવા, મોટા ટુકડામાં સમારવા અને પીસી લેવા. નાની કડાઈમાં ઓલિવ ઓઈલ નાંખી ગરમ કરવું. પીસેલા ટામેટા, મીઠું, મરીનો પાઉડર, તુલસીના પાન (પાનને તોડી ને) નાંખવા અને ઘટ થાય ત્યાં સુધી તેને પાકવા દેવું. પીઝા ટામેટા સોસ તૈયાર છે.

  Image result for pizza sauce

  Tips : 

  • માઈક્રોવેવ ઓવન હોય તો તેને કન્વેશન મોડમાં રાખવું.

  •  ઓવન ના હોય તે નોનસ્ટિક તવામાં ધીમા તાપે ગેસ પર ગરમ કરીને પણ પીઝા બનાવી શકે છે.

  • ગેસ પર રાખ્યા બાદ વારંવાર ચેક કરતા રહેવું જરૂરી અને ચીઝ મેલ્ટ / પીગળી જાય એટલે ઉતારી લેવા.

  • સારા અને ક્રિસ્પી પીઝા સામાન્ય રીતે ઓવેનમાં જ થાય.

  Published by:Bansari Shah
  First published: