આ દાળ પીઓ અને પથરી ભગાડો, અક્સિર ઈલાજ

News18 Gujarati
Updated: March 31, 2018, 7:25 PM IST
આ દાળ પીઓ અને પથરી ભગાડો, અક્સિર ઈલાજ

  • Share this:
પથરી ઘણો પીડાદાયક રોગ છે. સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં પથરી થવાનું જોખમ 4 ગણું જોવા મળે છે. કળથી પથરીમાં અમૃત સમાન છે. જે વ્યક્તિને પથરી એકવાર થઇ જાય છે તેને તે ફરીથી થવાનું જોખમ રહે છે માટે પથરી નીકળી ગયા પછી પણ રોગીઓએ કળથીનું સેવન કરતા રહેવું.

  • કળથીને એક પ્રકારનું કઠોળ પણ કહી શકાય છે. જે અડદ જેવી હોય છે.


  • કળથીને સંસ્કૃતમાં કુલત્થ, હિંદીમાં કુલથી, અંગ્રેજીમાં હોર્સગ્રામ (Horse gram) લેટિનમાં કોલીફોસ બ્લાઈફ્લોરસ કહે છે.

  • આજથી 50 વર્ષ પહેલાં ગામડામાં કળથી શાક તરીકે અઠવાડીયામાં એક બે વખત લોકોના ઘરોમાં બનતી હતી.

  • કળથીને પથરીનાશક ગણવામાં આવી છે. જે કિડનીની પથરી અને પિત્તાશયની પથરી માટે ફાયદાકારક ઔષધિ છે.
  • કળથીમાં વિટામિન A હોય છે. તે શરીરમાં વિટામિન A ની પૂર્તિ કરી પથરીને રોકવામાં મદદરૂપ બને છે. બજારમાં તે કોઇપણ કરિયાણાની દુકાનમાં સરળતાથી મળી રહે છે.


કળથીના સેવનથી પથરી તૂટીને કે ઓગળીને નાની થઇ જાય છે જેનાખી પથરી સરળતાથી મૂત્રાશયમાં જઇને પેશાબના માર્ગે બહાર નીકળી જાય છે. તેના સેવનથી પેશાબની માત્રા અને ગતિ વધી જાય છે જેથી રોકાયેલા પથરીના કણ પર વધુ દબાણ પડવાને કારણે તે નીચેની તરફ ખસીને બહાર નીકળી જાય છે.

ઉપયોગ  : 1 સેન્ટીમીટરથી નાની પથરીમાં કળથી સફળ ઔષધિ છે.

25 ગ્રામ કળથીને 400 મિલીલીટર પાણીમાં દરરોજ સવાર સાંજ 50-50 ml લેવાથી પેશાબની સાથે પથરી નીકળી જશે. આ પ્રયોગ શરૂ કર્યા પહેલા અને પછી તપાસ અચૂક કરાવો. પરિણામ સામે આવી જશે.

  • તેને અન્ય દાળની જેમ પણ ખાઇ શકાય છે. કળથી 25 ગ્રામ લઇને મોટી-મોટી પીસીને 16 ગણા પાણીમાં રાંધો, ચોથા ભાગનું પાણી બાકી રહે એટલે તેને ગાળી લો. તેમાંથી 50 ml સવાર-સાંજ લેતા રહો. આમાં થોડું સિંધાલૂણ ઉમેરીને પણ ઉપયોગ કરી શકાય.

First published: March 31, 2018, 7:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading