Home /News /lifestyle /લો બોલો..દારૂ પીવાની આદત છોડી અને 60 કિલો ઘટાડી દીધુ વજન, આ ખતરનાક બીમારીને પણ આપી માત, વાંચો પૂરો કિસ્સો
લો બોલો..દારૂ પીવાની આદત છોડી અને 60 કિલો ઘટાડી દીધુ વજન, આ ખતરનાક બીમારીને પણ આપી માત, વાંચો પૂરો કિસ્સો
(Photo- Ross Bendix/ SCMP)
Weight loss: એક વ્યક્તિએ દારૂ પીવાની આદત છોડીને પોતાનું 60 કિલો વજન ઓછુ કરી દીધુ છે. આ વ્યક્તિને પીવાની લતને કારણે અનેક બીમારીઓમાં સપડાઇ ગઇ અને હોસ્પિટલમાં દાખલ થવુ પડ્યુ હતુ.
Weight loss: હોંગ કોંગના એક વ્યક્તિએ બીયર પીવાની આદતને છોડીને 60 કિલો વજન ઘટાડી દીધુ છે. રોસ બેંડિક્સ ક્યારેક એક દિવસમાં 6-8 ગ્લાસ બીયર પી લેતા હતા, પરંતુ હવે એમને આ આદતને છોડી દીધી છે. આ લતને કારણે બેંડિક્સનું વજન ઘણું વધી ગયુ હતુ અને સાથે લીવરી ખતરનાક બીમારી લીવર સિરોસિસ સહિત અનેક બીમારીઓનો ભોગ બન્યા હતા. આમ કહેવાય છે કે તમારી એક ખરાબ આદત તમને સમય જતા અનેક મુશ્કેલીમાં મુકી શકે છે.
બેંડિક્સને વર્ષ 2022માં નવા વર્ષના દિવસે સ્ટ્રોક આવ્યો હતો. તેઓ એમના રૂમમાં બેસીને ટીવી જોઇ રહ્યા હતા અને અચાનક પડી ગયા. હોસ્પિટલમાં જતા-જતા સ્થિતિ ખૂબ ખરાબ થઇ ગઇ અને પાંચ દિવસ સુધી આઇસીયૂમાં રહેવુ પડ્યુ. આ પછી એમને 42 દિવસ હોસ્પિટલમાં પસાર કરવા પડ્યા.
આ વિશે તપાસમાં જાણવા મળ્યુ કે લીવર સિરોસિસ છે. બેંડિક્સનું વજન એ સમયે 127 કિલો હતુ. હોસ્પિટલમાં રહેતા અનેક સમસ્યાઓ થઇ અને એનો સામનો કરવો પડ્યો. આ સમયે બ્લડ પોઇઝનિંગ તેમજ વારંવાર સ્ટ્રોકનો પણ સામનો કરવો પડ્યો.
આ સમય ડોક્ટરને જાણવા મળ્યુ કે બેંડિક્સને જલોદરની સમસ્યા છે. આ એક એવી સ્થિતિ છે જેમાં જીવનું જોખમ હોય છે. આમાં પ્રવાહી પેટમાં જમા થવા લાગે છે જેના કારણે પેટમાં દુખાવો, સોજા જેવી સમસ્યા થાય છે. બેંડિક્સના પેટની સર્જરી કરવામાં આવી અને આ સમયે 8 લીટર જેટલું પ્રવાહી નિકાળવામાં આવ્યુ. એમની જીભની પણ એખ સર્જરી કરવી પડી કારણકે આ સ્ટ્રોક આવવાને કારણે જીભને કાપવી પડી હતી.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ સાથે બેંડિક્સે વાત શેર કરતા જણાવ્યુ કે વર્ષ 2022ના અંત સુધીમાં એની જીંદગી પૂરી રીતે બદલાઇ ગઇ છે. બીયર છોડી દીધુ અને સારી આદતોને ફોલો કરીને બેંડિક્સે એનું વજન 60 કિલો ઘટાડીને 67 કિલો કરી દીધું છે. આ વિશે વધુમાં જણાવે છે કે શરાબ પીવાની આદત, ખાવાની ખોટી આદતો, લાંબા સમય સુધી કામ કરવુ તેમજ એક્સેસાઇઝ ના કરવાને કારણે મારું વજન વધી ગયુ હતુ. સતત શરાબ પીવાને કારણે શરીરમાં ઘણી શુગર જમા થઇ ગઇ.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર